________________
શ્રી જિનવિજ્ય ગણી.
૧૩૧
*
*
નથી. ભગવંતે બે પ્રકારના ધર્મમાં સંયમ ધર્મને સુખકર માન્યો છે ! હિંસાદિ આશ્રવને જેમાં વિવિધ વિવિધ પરિહાર થાય છે, જે અહિંસક થાય તે જ નિજપરના પ્રાણનું રક્ષણ કરી શકે છે, ભાવ અહિંસકને એ સ્વભાવ અને વ્યવહાર છે. શ્રત ધર્માભ્યાસ કરી જીન આજ્ઞાનું પાલણ કરનાર ઘણું વો મોક્ષ પદની પ્રાપ્તિ કરી શક્યા છે. જ્ઞાન ક્રિયાના આરાધનથી અજરામર સુખ મેળવી શકે છે. એ સુખની જેએ અવગણના કરે છે, તેમના અને પશુના અવતારમાં તફાવત નથી. ભવાભિનંદી જેમને ચારિત્ર ધર્મ દુર્લભ છે. વિષયાદિ ભોગની ઈચ્છા દુર્ગતિનું કારણ જાણી તેને ત્યાગ કરવો જોઇએ. જાત્યંધ જીવને દષ્ટિને યોગ અને સુખ લેગ મળ દુર્લભ છે. તેમ મિથ્યાત્વી જેમને જનમતને યોગ મળશે દુર્લભ છે. ધર્મ સરખે કોઈ બાંધવ નથી? તેના સરખો કોઈ મિત્ર નથી. મુક્તિ માર્ગમાં ચાલતાં તેને જે કંઈ સાર્થવાહ નથી. માટે શુદ્ધ ધર્મનું આરાધન કર ” ઈત્યાદિ ઉપદેશથી ખુશાલચંદને વૈરાગ થશે અને ગુરૂ મહારાજ પાસે ચારિત્રધર્મ આપવાની માગ કરી. તે વખતે ગુરૂ મહારાજે ચારિત્ર ધર્મનું આરાધન કેટલું સખત છે. તે કેવી રીતે શુદ્ધ આરાધી શકાય અને તેનું શુદ્ધ રીતે પાલણ કરતાં શું શું સહન કરવું પડે છે, તે જણાવતાં કહ્યું કે
ધીર હોય તે ધરી શકે, નહિ કાયરનું કામ;
કાયર નર ને આદરે, તે તરહ તસ' ગામ, ખુશાલચંદે કહ્યું
કુવર કહે સાચું કહ્યું, પણ છોડીશ ગૃહવાસ હું મારા માતાપિતાની અનુમતી લાવું ત્યાં સુધી આપે અહીં સ્થિરતા કરવી એમ તેણે નમ્રપણે ગુરૂ મહારાજને વિનંતિ કરી.
એ પ્રમાણે ખુશાલચંદ વિનતી કરીને પિતાના પિતાની પાસે આવ્યા, નમ્રપણે પિતાને વિનતિ કરી કે, યજંજાળ છોડીને ચારિત્ર લેવાના મારા પ્રણામ થયા છે, કોધાદિક પરિણતિ આત્માના સહજ સ્વભાવની હાની કરે છે. માટે સમતાપૂર્વક જીવન ગાળી અનુભવ જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. આ મનુષ્યભવ ફરી ફરી મળતો નથી, તેથી લેક જાળમાં તેને ફોગટ ગુમાવવાની મારી ઇચ્છા નથી. જે જડ માણસે જૈન ધર્મના માર્ગની રોલી જાણતા નથી તે તે ગમે તે રીતે વર્તે, પણ એક વખત સ્વાદાદ માર્ગ જાણ્યા પછી બીજે માર્ગ જવું બરાબર નથી. તત્વ નજરથી જોતાં આ સંસારમાં કેઇ કેઈનું નથી, પુદગલથી બનેલી આ કાયા ઉપર મમત્વભાવ ધારણ કરવાનું હવે મને મન નથી માટે મને સંયમ લેવાને પરવાનગી આપે. પિતાએ જણાવ્યું કે તું હજી બાળક છું, તારું શરીર ઘણું સુકોમળ છે, તેથી સંયમરૂપી મેરૂને ભાર તારથી ઉપડી શકશે નહિ. મારે તમે ઘેર રહી ધર્મ સાધન કરે.
ખુશાલચંદે કહ્યું કે ગુરૂ મહારાજની સહાયથી મને એ માર્ગની લગીર પણ બીક લાગતી નથી. જેઓ વિભાવદશાની લાલચ રાખે છે, તેને તે માર્ગ પ્રાપ્ત થતું નથી, પણ પિતાનું સ્વરૂપ સમજીને તે પ્રગટ કરવું તે કંઈ મુશ્કેલ નથી. કેમકે સ્વરૂપની અંદર રમ
તા કરવી એ પિતાની પાસે અને સત્તામાં છે, જે પુદ્ગલાદિક ભાગ મેળવવાના છે તે તેના પર સ્વાધીન છે, મને મારા આત્મ ધર્મ ઉપર વિશ્વાસ છે, તેથી ચારિત્ર ધર્મનું
૧ લાવ૮.