SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ બુદ્ધિપ્રભા અનિવાર્ય જરૂર છે. માટે જેઓ પાંચ મહાવતના પાલણહાર છે તેઓને જ ગુરૂ તરીકે સ્વીકારવા જોઈએ. ત્યાગી મહાત્માઓ વિના કઈ સત્ય માર્ગને રસ્તે ભાગ્યેજ બતાવી શકે છે. કેટલાક ગૃહથી ધર્મગુરૂ બને છે પરંતુ સત્ય માર્ગને જે જોઈએ તે ઉપદેશ તેઓ ભાગ્યે જ આપી શકે છે. કદાચ આપી શકે છે તે તેઓનું વર્તન તથા પ્રકારનું ન હોવાથી તેના વચનની અસર બહુ જ થોડા પ્રમાણમાં થાય છે. માટેજ વીર પ્રભુએ ત્યાગી અને ગૃહસ્થીને માર્ગ જુદો પ્રકટ છે અને બંનેની ફરજો પણ જુદી બતાવી છે તેમ બનેના અધિકાર પણ ભિન્ન ભિન્ન વર્ણવ્યો છે. આવી સર્વ પ્રતિ સ્થાપેલ સંસ્થાને જે અનાદર કરી એકનું બીજામાં અને બીજાનું એકમાં એમ ભેળસેળ કરી વર્ણસંકર પ્રાયઃ જેવી સ્થિતિ કરે છે તે અનંત સંસારી થાય છે. ત્યાગીઓજ આ દુનિયામાં મહાન પદ ભોગવે છે તેમજ પર દુનિયામાં પણ તેઓ શીવ સુંદરીને વરમાળ આરોપણ કરે છે. સ્વામી રામતીર્થ હિમાલયમાં જ્યારે હતા ત્યારે તેમને ત્યાં આગળ કઈ વાઘ, વરૂઓ, જંગલી પ્રાણીઓ જોડે થઈને પસાર થતાં તે પણ હેરાન કરી શકતાં નહિ ! આનું કારણ શું ? ભગવાન વીર પ્રભુને જ્યારે ચંદકેશીઓ નાગ હશે ત્યારે તેનું ઝેર ભગવાનને વ્યાપવાનું તે દુર રહ્યું પરંતુ ઉલટુ સર્ષનું પેટ ભરાયું ! આનું કારણ શું! તેનું કારણ કે સાવિક પ્રકૃતિનું વ્યાપ કપણું. જ્યારે મનુષ્ય ત્યાગ દશાથી ઉન્નત સ્થિતિ ઉપર ચઢે છે ત્યારે તેના શરીરનાં અણુરેણુઓ તમામ ફરી જાય છે અને પવિત્ર થાય છે અને દુનિયાના સર્વ જીવોને જ્યાં જાય છે ત્યાં શાંતિ કરે છે. માટે ગુરૂઓમાં જેમ ત્યાગ દશાનું જોર વધુ તેમ તે સ્ત્ર અને પર ઉન્નતિ વધુ કરી શકે છે. ઉપાધિ ભાર્ગને ત્યજ્યા વિના ખરેખર ત્યાગ દશા પામી શકાતી નથી. સ્વામી રામતીર્થે અમેરિકામાં ત્યાંના ધનાઢો અને વિધાને સમલ ભાષણ કરી જણાવ્યું હતું કે “ અરે અમેરિકન ! જે તમારે પ્રભુ જોઈતા હોય, તમારે પ્રભુને મેળાપ કરે છે તે તમે તમારી માલમતા વિગેરે સર્વને ત્યાગ કરે અને ત્યાગી બને. જ્યાં સુધી તમને ઉપાધિ વળગેલી છે ત્યાં સુધી તમને પ્રભુ મળી શકશે નહિ. અનેક મહાપુરૂ કેવળ ત્યાગ દશાથીજ પ્રભુ પ્રાપ્ત કર્યા છે માટે તમારે જે પ્રભુ મેળવવાની ઇચ્છા હોય તે આ રામ જેવા બનો અને ત્યારે જ તમે પ્રભુના દરબારમાં પ્રવેશ રારી શકશે ” અર્થાત ખરેખર ત્યાગ સિવાય કોઈ દિવસ આત્મિક ઉન્નતિ થતી નથી. ત્યાગીના વિચારો કળે છે. તેના છેડા શબ્દની પણ ઘણું અસર થાય છે. તેનાં ચેડાં કૃની બહુમાં ગણના થાય છે. માટે ગુરૂ મહારાજાએ મમત્વ અને સ્વાર્થ વૃત્તિને ત્યાગ કરી નિમમત્વ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી સત ચારિત્ર્ય ખીલવવું એ જ તેમની પહેલી ફરજ છે. લકે સાધુને માન આપે છે, તેમને સ વાર દંડવત પ્રણામ કરે છે, તેમની આજ્ઞાનું સદા સર્વથા પાલન કરે છેતે કેવળ તેમના ચારિત્ર્યના લીધે, તે પ્રભાવ કેવળ ચારિત્ર્યનો જ છે. માટે ગુરૂઓમાં ચારિત્ર બળ બહુજ ઉમદા પ્રકારે ખીલવું જોઈએ. પ્રથમ આર્યાવર્તની જે શભા હતી તે ગુરૂઓને જ આભારી હતી. તેમના સદ્વર્તનની છાપ લોકો ઉપર ઘણી સારી પડતી અને સદવર્તનથી આત્મની દિવ્ય શક્તિઓ પણ ઘણે પોલતી અને રાજા પ્રજા ઘણી સુખી હતી. અત્યારે જે કુસંપ, કલેશ–અજ્ઞાનતા અને ખાવાપીવાને એશારામ ભેગવવાની જે વૃત્તિઓ થઈ ગઈ છે. કપટ, પ્રપંચ, દગાબાજ અસત આચરણનું જે સામ્રાજ્ય છવાઈ ગયું છે તેથી જ કરી આર્યાવર્તની પડતી આવી છે. બાકી જ્યાં સત્ આચારનું આચરણ થાય છે ત્યાં કિર્તિ માળા
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy