SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ બુદ્ધિપ્રભા, હજરત મહમદે પોતે પણ આ વિષે કહ્યું છે કે, “લાનવીબી ” મારા પછી કોઈ પણું પગબર નિર્માણ થનાર નથી. આ યુક્તિ પર એક પશિયન કવિએ કહ્યું છે કે – દર શયર સે તન પયગમ્બરાનંદ હરચન્દકે લાનબી બઅદી અવસાફે કસી એગઝલરા ફિરદોસી ઓ અનવરીએ સદી. એટલે હજરત મહમદે જ્યારે “લાનથી બી ” એવું કહ્યું છે. તે પણ તેના પછી ત્રણ પૈગંબર થયા. વર્ષાત્મક કાવ્યને પિગંબર ફિરદોસી, સ્તુતિપર કાવ્યને અનવરી, અને પ્રણય કાવ્યને પેિગંબર સદી આ ત્રણ મહા કવિમાંનાં પ્રથમના ફિરદોસીનું જીવન ચરિત્ર વાંચ સમક્ષ આદર કરવા સંકલ્પ છે. મહ કવિ ફિરદોસીને જન્મ “તૂસ પ્રાંતમાં આવેલા “ઝાન ” નામના એક નાના ગામડામાં થયું હતું, તેને બાપ “ઈસહાક' એ સૂરોબિન અબ મઅશરના “ફિરદોસ ” નામને સુંદર બગિચાનો મુખ્ય માળી હતો એમ માલુમ પડે છે. ફિરદોસીનું મુળ નામ “ હસ” અને આગળ ઉપર પશિયન કવિઓના “શિરસ્તા” પ્રમાણે ફિરદોસી નામ તેણે ધારણ કર્યું, તેનું કારણકે મહમદ ગિજનવીના દરબારમાં ફિરદેસી સુદ્ધાંત આઠ કવિઓ હતા. આ આઠ કવિઓને મહમદે પવિત્ર “કુરાન” માં વર્ણવેલા અદ સ્વર્ગની ઉપમા આપી, અને સર્વમાં શ્રેષ્ઠ આઠમું સ્વર્ગ જે “રિસ ” તેનું નામ કવિ શ્રેષ્ટ “હસન ” એમને આપવામાં આવ્યું અન્યાય અને દુઃખની આંચ લાગ્યા સિવાય મનુષ્યનું ખરું તેજ પ્રગટ થઈ શકતું જ નથી. એ સર્વ સાધારણ નિયમ છે. તૂસ પ્રાંતને સુબેદાર અન્યાયી તે જુલમી ન હોત તે ફિરદેસીએ પિતાના ગામડામાં જ પડી રહીને બીજા ખેડુતની માફક જ આનંદે કાલ ક્રમણ કર્યો હોત, પણ જો તેમ થયું હોત તે જગતને “ શાહનામુ” નામને સુંદર અને અપૂર્વ ગ્રંથ વાંચવા મળતી નહિ. અને ફિરસીની કીર્તિ પણ અજરામર થાત નહિ. સુબેદાર તરફથી પિતાને અને ગામ લોકોને ન્યાય મળતું નથી, અને જુલમ ગુજરે છે, એવું જ્યારે ફિરદેસીએ જોયું ત્યારે તે ગિઝની આબે, પણ મહમદ સરખા બાદશાહના દરબારમાં “હસન” સરખા ગરીબ ખેડુતે પ્રવેશ જ શી રીતે કરી શકે? તેણે ગિઝનિમાં ઘણા દિવસે ગાળ્યા, પણ પિતાને ઇષ્ટ હેતુ કંઈ પાર પડે નહિ, પણું ઉલટી પિતાની પાસે જે કંઈ થોડી ઘણી રકમ હતી, તે પુરી થઈ ગઈ, અને હવે શું ખાવું તે સવાલ થઇ પડશે. છેવટે કંઇ પણ કરવું જોઈએ. એ વિચાર કરીને તેણે વગર પૈસાને કવિતા કરવાનો ધંધે સ્વિકાર્યો. નાની નાની કવિતાઓ બનાવવી, લોકો પાસે તે ગાઈ સંભળાવવી, અને રસિકજને જે કંઇ થે ઘણું આપે તે પર ઉદર નિર્વાહ ચલાવવો, એ ક્રમ કવિએ ચાલુ કર્યો. ધીમે ધીમે રાજ કવિ “ઉન્સરી” ને મળવું, અને આપણું કૌશલ્ય બતાવવું, અને તે પછી તેની મારફત મહમદ ગિજનવીને મળવું એવા વિચાર તેના મનમાં ઘળાવા લાગ્યા, પણ તે સમયમાં તે સામાન્ય માણસની દાદ રાજકવિ જેવા મહાન પુરૂષ પાસે લાગવી કઠણ હતી. ઘણાં ફાંફાં માર્યો પણ ઉન્સરીના ઘરમાં તેને પ્રવેશ ન થઈ શકશે. છેવટે એક દિવસે રાજ્ય કવિ ઉત્સરીને ઘેર બીજા કવિઓ એકઠા થયા હતા, ત્યાં આપણે “સન” કશળતાથી ઘુસી ગયેા. રાજકવિની દ્રષ્ટિ કરતી ફરતી તેના તરફ ગઈ એટલે
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy