________________
૨૨
બુદ્ધિપ્રભા.
હમેશાં સાકીને પોતાની પાસે રહેવા આગ્રહ કરતાં, પણ સાકીને વધારે વખત હેમની પાસે રહેવું પસંદ આવતું નહિ.
સાકી ઘણું સારૂ ગાઇ શકતી એટલું જ નહિ, પણ બીન પણ તે અરછી રીતે બજાવી શકતી હતી. ઉપરાંત દિલરુબા અને બંસરીમાં પણ હેની ઉસ્તાદી ઓછી નહિ હતી. કહો કે સાકી સંગીનમાં ખાં હતી.
રંગમહેલમાં ચાકરી મેળવવી, એ જાહેરજલાલી ભય મુગલાદના જમાનામાં કંઈ સાધારણ વાત નહતી. જાતજાતના હુનર અને શિયારીને હેમને અખત્યાર કરવો પડે. ચાંદની રાતે એક દિવસ, શાન્ત લતા કુંજમાં સાકી ખુલાસેથી વાંસળી બજાવતી હતી, તે પાછળ સેલીમા બેગમ દિવાનાં થયાં, અને તે દિવસથી સાકી બેગમ સાહેબની બાંદી ભટી, માનીતી જીગર જાન સાહેલી થઈ રહી.
સાકી! બાંદી સાકી બેગમ સાહેબની રૂબરૂ ઘણું થોડું બેલતી અને રહેતી. પણ પિતાની ઓરડીમાં ભરાયા પછી કોણ જાણે તેને બેગમ સાહેબ પર એટલું બધું વહાલ આવતું કે બાકી નહિ. તેને બેગમ પર અનન્ય હાલ–વેમ-છૂટ. ને જાણે બેગમ તે સાકીનું જીવન જ ન હોય ! તેમ તે કરતી. શું સ્ત્રીને સ્ત્રી પર અનન્ય મિ? કોણ જાણે તે હમને ખબર નથી, અમે એટલું જાણીએ છીએ કે સાકી, બેગમને પિતાનું જીવન જ સમજતી, માનતી અને ગાતી. પણ જાહેરમાં તેમ બતાવી શક્તી નહિ, કેમ? તે તેનું હદય જાણે ! હમને તેની ખબર નથી !
નવી બેગમને હુકમ થતાંને વાર સાકી હાજર થઈ. અમિભરી નજર વષવતાં બેગમે સવાલ કર્યો–“અયી સાકી ! તું બીન બજાવી શકીશ કે વેણુ વાઈશ?”
સાકીએ આબુ હાસ્ય હસી જવાબ આપે કે “બેગમ સાહેબને જે હુકમ હશે તે માથે ઉઠાવીશ !”
સેલીમાએ હસતે હસતે વાત ઉડાવી-સવાલ ઉપાડે, “સાકી ! આટલા બધા રાજ થયા તે મહેલમાં આવી છું, પણ કોઈએ દિવસ હારા મોં પર ડું હસવું આવ્યું જોયું નથી એ છે ?”
બેગમ સાહેબા ! બાંદીને હસવું કેવું ?”
સેલીમા આ જવાબથી જાણે ખસીયાણું પડી ગઈ અને કહેવા લાગી—“સાડી ! તને શું હું બાંદી જેવી ગણું છું?”
જી, નહીં, તે હું કહેતા નથી. આપની તે અથાગ મહેરબાની છે.” “ ત્યારે હરજ વીલે મોડે કેમ ફરે છે?” “આપ તેવાં કેમ રહે છે?
સખી ! સાકી ! હું કાંઈ જ રાત દિવસ હારી માફક માં ભારે રાખતી નથી. એ તે બાદશાહને કેટલા દિવસથી જોયા નથી તેથી હમેશાં એમ ઓછીજ રહુ છું. પશુ હા ! સાકી ! મહારે આનંદનું સાધન ઉછે રાયું છે. મને તે ન પુછીશ.”
સાકી મનમાં ને મનમાં આ બધે વખત કઈ બડભાગ કર્યા કરતી હતી. ઘડી રહી છે બોલવા લાગી “બેગમ સાહેબા ! જ્યારે મનુષ્યને કઈ પણ વસ્તુની આતુર ઈચ્છા થાય છે, અને તે વસ્તુ જ્યારે પ્રાપ્ત થતી નથી, ત્યારે અંતરમાં શોક ઉભરાય છે, મનને દુઃખ