________________
૩૮૮
બુદ્ધિપ્રભા.
ખેરાક લીધા પછી શરીરને ઘેડે ઘણે પણ આરામ આપવો જોઈએ માટે જમ્યા પછી અરધા કલાક ડાબા પાસે સુઈ રહેવાની. અગર સે ડગલાં ચાલવાની ટેવ રાખવી.
ખાનપાનની બેદરકારી અને સ્વાદેન્દ્રિયની લાલસાથી અનેક દર ઉત્પન્ન થાય છે, જે ખેરાક લો તે સાથે જ લેજે. કુદરતને હમેશાં સાદાઈજ પ્રસન્ન છે, અને તે સાદા ઉપાયો ઘણુ સહેલા હોય છે.
હેમી માણસોની તંદુરસ્તી જલ્દી બગડે છે. માટે રહેમ તરફ લક્ષ રાખવું નહિ, બરાક લેતી વખતે મન શાન્ત રાખવાની જરૂર છે.
પ્રેમી પુરતઓનું વાંચન, ગારિક વાતો અને નઠારા માણસના સહવાસથી મન નીચ મા રાય છે. અને તેથી કામવૃત્તિને ઉશ્કેરવાને લીધે નબળાઈપણ પ્રાપ્ત છે થાય છે.
કુદરતે રાત્રિ વિશ્રાંતિ-નિદ્રાને માટેજ ક૯પી છે તેથી તેનો ભંગ ન કરવો.
પિતાની શક્તિ મુજબ મહેનતનાં કાર્યો કરવાથીજ હાથ પગ મજબુત થાય છે, તેવા સારે ખેરાક ખાવાથી થતા નથી.
આજીવિકાના કામ પૂરત મહેનત પડે એવો ધંધે નહિ કરવાથી પ્રમાદ, આળસ, ગુન્હા, ચિંતા અને રોગ વધે છે.
ધનવાન પુરૂષોને ઝાડાની કબજીઆત વિશેષ લાગુ પડે છે, તેનું કારણ નિરૂધમી બેસી રહેવું એજ જણાય છે.
બાળલગ્નથી વીર્યહીન થવા સાથે તન્દુરસ્તી ઉપર ખરાબ અસર થાય છે.
લેવાને કીટ લેઢાનેજ ખાઈ માટી કરી નાંખે છે તે મુજબ કામ વગરનું મન પિતાને જ ખાય છે.
પિટની ઘંટી દાંત છે, તે ખોરાકને તે ઘડીએ ઝીણે દળીનેજ અંદર ઉતારે.
અનાજ ચાવવાની કરકસરને લીધે અજીર્ણાદિક રોગ લાગુ પડે છે તથા મળ સાક ઉતરતે નથી.
ઉઘમ નહિ કરવાથી શાન્તિ મળતી નથી અને મન ઉદાસ રહે છે. માટે જામાફક યોગ્ય ધંધો કરવો
હસ્ત ક્રિયાથી મૂત્રાશય કમજોર થઇ જાય છે. પેશાબ વારંવાર થાય છે. તથા પ્રમેહ, ભળબંધ, કમરનો દુઃખાવો, મંદાગ્નિ, નિર્મલતા વગેરે અસાધ્ય રોગ લાગુ પડે છે.
જેમની તન્દુરસ્તિનું સંભગના નિયમોના અજ્ઞાનને લીધે સત્યાનાશ વળી જાય છે. તો તેઓ પોતાની મનોવૃત્તિને વશ રાખી શકતા નથી. તેઓને મૂર્ખ અને પશુત્તિના મનુષ્યો સમજવી.
અતિ મૈથુન જેવું નુકશાનકારક બીજું કંઇજ નથી. માટે તે કામમાં યોગ્ય વિવેક રાખે જરૂર છે.
અપૂર્ણ.
સ્વીકાર, સફવતા –ોજક-લાલન-પ્રકાશક મેશર્સ મેઘજી હીરજી એન્ડ કું. તરફથી મુંબાઈ ગુરૂદેવ ગુણ મણિમાળા–પ્રસિદ્ધ કર્તા ઝવેરી ભોગીલાલ ળશાજી તરથી અમદાવાદ, (જૈન) વનિતાવિશ્રામને રીપોર્ટ. બાઈ વહાલી વીરચંદ તરફથી. સુસ્ત