________________
બુદ્ધિપ્રભા
કમળ પુષ્પપાંખડી દુભવવી એ જ્યાં હિંસા, તે પછી ઘાતકીપણે પરદ્રવ્ય હરણ કરી, પર પ્રાણ હરવા, ગરીબ પ્રાણુઓની કતલ કરવી, એ હિંસા ત્યાગવા લાયક છે તે સહજ સમજશેજ.
પુના નજીકના એક ગામડામાં રહેનાર “શ્રીમતી સે. સિંધુસુતા પિતાને જાતિ અનુભવ નીચે પ્રમાણે જણાવે છે –
“ એક દિવસે અમે અમારા ગામમાં દશરા જેવો ઉત્તમ તહેવાર ઉજવવામાં ગુંથાયેલાં હતાં. અમારા ઘર નજીક ગામ દેવી માતાનું મંદિર હોવાથી તે મંદિર નજીક દશા નિમિત્તે ત્યાં ભૂખ લોકોએ પચાસેક ગરીબ મુંગાં બેકડાં ખુશીથી કાપી નાખ્યા. દેવે તે બિચારાં પ્રાણુઓની હૃદયમેદક ચીસો અમારે કાને સાંભળવા છતાં ૫ણ અમે તે બિચારાંઓને તે રાક્ષસના હાથથી છોડાવી શકયો નહિ. ધીક્કાર છે અમારા મનુયતને ! તે દિવસ તે લોકોને સુદીન હતો, પણ અમને તે તે દિવસ ભયંકર અને ઉદાસીનજ લાગ્યો. ખાવું પીવું કેઈને ગમ્યું નહિ. અમે ઘણીએ બુમો પાડી કે બાપુ ! હિંસા ન કરશે ? ઈશ્વરના પ્રાણીને મારશો
ના ? પણ નગારખાનામાં તનુડીને અવાજ કોણ સાંભળે? દારૂ પી મસ્ત થયેલા દુર બ્રાહ્મણે પિતે જ સાક્ષાત યમરાજ બની હાથમાં છરા લઇ ગરીબ બેકડાં મારવા ઉત્સુક થયેલા જોયા. આ બ્રાહ્મણત્વ કે આર્ય તે સમજાયું નહિ. આવા અધમ કેમ જીવતા હશે તે સમજાતું નથી. ઇયાદિ.”
આજ દશા અમદાવાદ, વડેદરા, મુંબઈ, પુના આદિ સર્વ નાના મોટા સ્થળે છે દશેરા નિમિત્તે હજારો નિરપરાધી પશુઓ કતલ થાય છે ને હોમાય છે કે દુષ્ટજનાના ગ્રાસ–કાળીયા થાય છે. રણસંગ્રામમાં શત્રુઓને મારી વિજય મેળવનાર ક્ષત્રિઓનું અનુકરણ દશરાને દિવસે અમારા આર્યબંધુઓ કેવળ બકરાં ઘેટાં મારીને જ સંતોષ પામે છે. હાય ! શી અમાવસ્થા ?
હમણું રા. રા. લાભશંકરભાઈ તથા બીજ જીવદયા પ્રસારક મંડળના સભ્યોના પ્રયનથી કઈક રાજારાણાઓ ને ગામોએ દરારાને પશુવધ બંધ કર્યો છે પણ હજી આજ દીને હજારે મુંગા પ્રાણીઓ કતલ થાય છે જ. માટે સર્વ કોમેના બંધુઓને નમ્ર વિનંતી છે કે તેમણે હિંસા અટકાવવા બનતા પ્રયાસ કરવો. કારણ એ કર્તવ્ય માત્ર જૈનોનુંજ નથી પણ વિશ્વમાં વસ્તી પ્રત્યેક વ્યક્તિનું છે.
અંતમાં ભગીનીઓ ! મનુષ્યના પહેલા ગુરૂ જે તમે માતા ! તે તમે જ તમારા કમળ છાત્ર વર્ગને અહિંસાને પવિત્ર પાઠ તમારા ખોળામાં ભણવે. જે તેમને ઘણો જ સારો કશી જશે.
એ એમ. એ. બી. એ. થએલા વિધાન ! વિલાયત જેવા દુર દેશમાં જ શિક્ષણ લઇ આવનાર બેરીસ્ટર, ડેટ, રાજ, શ્રીમંત, મહાજનો અને સામાન્ય જનો ! અખિલ વિશ્વમાં સર્વોપરિ ધર્મ–દયા ધર્મ પાળે, તમારાં બાળકને શીખ; અને તેને પ્રસાર અખિલ વિશ્વમાં થાય તે પ્રયાસ કરવા કટિબદ્ધ થાઓ અને તેમ કરવા માટે અખિલ વિનિવાસી બન્દુ ભગિનીઓના હૃદયમાં ભૂત દયાનો અખંડ ઝરો વૃદ્ધિગત થાઓ એમ ઈચ્છી પરમીશ!