SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૦ બુદ્ધિપ્રભા. મટાડવા, તો કોઈ કુળદેવીને રીઝવવા માટે નીરપરાધી બેકડાંને ભેગ આપે છે. આ અજ્ઞાનીઓની વાત તે બાજુએ રડી પણ ચાલુ જમાનાને સુધરેલા ને ખીતાબોના ઝુમખા લટકાવનાર, ધર્મીષ્ટ રાજા રાણા અને રાજ્યાધિકારીઓ તથા મહાવિદ્વાન મનાતા બ્રાહ્મણો દોરા જેવા માંગલિક પર્વને દિવસે ને દિવસે નીરપરાધી બકરાનું ખૂન હજારો મનુના દેખતાં કરે છે. આ શું ઓછી દાદાગીરીની વાત છે? શું કોલેજમાંશામાં ને રાજનીતિમાં દયા ! એ શબ્દની વ્યાખ્યાને તેના ગુણ દોષ તે મને શીખવવામાં આવ્યાજ નહિ હોય! પણ હાય સુવર્ણમય બનાવી ભારતભૂમિ ! તારા ઇલોલુપ બાળકો પિતાના હાથે જ આ નીરપરાધી પશુઓને વધેરે છે, તેમને રાહાસની માફક બાઈ જાય છે. અમદાવાદમાંથી નીકળતાં “વૈવકલ્પતરૂ માસિકના તંત્રી રા. જટાશંકર લીલાધર પિતાના માસિકમાં લખે છે કે-“હું અંબાજીમાં ત્રણ દિવસ રહ્યા, પણ કમનસીબે એ ત્રણે દિવસે ત્યાં નીરપરાધી પશુઓની કત્વને માટે નિર્માણ થયા હતા. અંબાજીની વેદી નીરપરાધી પશુએના લેહીથી ભરાઈ—રંગાઈ ગઈ હતી; ને શરીરમાં જારી વટે તેવા દેખાવ ત્યાં થયા હતા. શું સર્વ જગતની માતા કહેવરાવનાર માતા-અંજા જ પિતે આ ઘાતકી હિંસાના કામ માટે આજ્ઞા આપતાં હશે ?! : " યજ્ઞ, યાગ ને હોમ-હવનના માટે કાપવામાં આવતાં ને હોમવામાં આવનાં અસંખ્ય પશુઓ કે જેમને સ્વર્ગ લોકમાં ગયેલા માનવામાં આવે છે, એ શું ધર્મશાસ્ત્રજ્ઞા મુજબ કરવામાં આવે છે કે? સ્વાર્થ ત્યાગવૃત્તિઓને નીરેધ–આદિ સત્ય વાને બદલે-ધજ્ઞાનાના કપિલ કલ્પિત–બેટા અર્થ કરી પિતાની છાને સંતોષવા ખાતર પારકા પ્રાણ લેનાર હિંસક શું ધર્મ કહે છે? ને ! ને ! કદી નહી ! હિંસા કરી પૂગ્ય ઉપાર્જન કરવાની વાછ– કવચ વાવી આમ્રફળની વાંછા જેવોજ હાસ્યજનક વિચાર કરે છે. પણ આપણા ભારતવર્ષમાં એવી ધર્મશ્રદ્ધા એંટી બેઠેલી છે કે ધર્મ ગુરૂ ત્યા તે સાક્ષાત પરમાત્મા છેલ્યા પણ સારાસાર વિચાર કરવાની બાધાજ ! આવી તામસી ભકિત અને રાક્ષસી દેવા જોઈ રરૂવા ખડાં થઇ જાય છે, ને કોણ એ પણ હૃદયવાળે હશે કે જેનાં હૃદય આ રાક્ષસી ઘાત થતા જોઈ આઈ ન બને ! આ ગરીબ પશુઓની દયા માટેની અપીલ હું બહાર બન્યું વર્ષ કરતાં એ દયાની મૂર્તિ સ્વરૂપ આર્ય ભગીનીઓ અને માતાઓ ! તમોનેજ હું તે કરવી વધારે અગત્યની સમજુ છું, ને તેથી તમેનેજ પ્રાર્થના કરૂ છું કે, હું બહેન ! તમે જ તમારા નિસર્ગ–દત્ત કેમળ હૃદયમાં પ્રત્યેક પ્રાણીમાત્ર વિશે દયા દ્રષ્ટિ રાખીને, તમારા ન્હાના ન્હાનાં અકગભરૂ બાલકોના હૃદયમાં પણ અહિંસાનાં બીજ રોપ, મને પારણામાંજ ભૂત દયા, અમૃત પાઓ, તમારાં બાળકને શીખવે કે સુવા આભુપગેથી શરીર શોભાવવા કરતાં કથા રૂપ આભૂષણોથી શરીર ને હૃદય બેઉ વધુ શોભાયમાન બની જશે! આ પૂર્ણ કાર્ય હે દયાની દેવીઓ ! તમને જેટલું સુલભ થઇ પડશે તેટલું જ પુરૂષને નહિ થાય. કારણ ઘણા ભાગે પુરૂના સ્ત્રીઓના વિચારોથી અંકીત હોય છે (કેમકે બાલ્યાવસ્થામાં માતાને કોમલ કે કઠણ વિચારોથી બાલકના વિચારો પોસાય છે.) તો માના હૃદયમાં જે ભૂત માત્ર માટે પણું દયા હોય, તો તેના બાળક સધાંત:કરણ–દયાળ કેમ ન બને? ગર્ભા સ્ત્રીનું ભાવી
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy