SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બુદ્ધિપ્રભા. કર્યાંથી આપણે જે કામ કરીશુ તે કદી પણ ઉત્તમ થનાર નથી. એ માટે તે જેઆ કેળવણીની બાબતના ખાસ અભ્યાસી હોય તેને પૈસા આપી તે માટે સારી જેવી રકમ ખર્ચી તેના મત લેવા જોઇએ અને તે ઉપસ્થી કાઇ સત્તાવાર યાજના તૈયાર કરવી જોઇએ. જર્મની અને અમેરીકા, તેમજ ઇંગ્લેડનાં એવાં ખાતાં વિધાલયે કેવી રીતે ચાલે છે તેને લગતાં પુસ્તકો મંગાવી અને તેના અનુભવીએાની સલાહ લઈ કાંઇક કરવુ નેઇએ, તે સિવાય શરૂઆત કરવી તે પૈસા બરબાદ કર્યા બરાબર, તેમજ આપણુને પચાસ વરસ પછી રાખનારજ જણાશે, જ્યારે બીજા દેરા દરરોજ કાંઇક નવું નવું શેાધીને કેળવણીના માર્ગની એવી ખીલવણી કરે છે કે જેના આપણને ખ્યાલ સરખે પણ નથી ત્યારે આપણે ચાલુ રીતીએ આગળ વધવા માગીએ તે તે કેમ ચાલશે. તેનુ પરિણામ એજ આવે કે જ્યારે ખીજાાં આગળ વધી ગયેલા હશે ત્યારે આપણે જ્યાંને સાંજ ઉભેલા રખડતા હાશું. એ કારણથી જ આ લેખ લખવાની પ્રવૃતિ થઇ છે, તે કદાચ કોઇને અરૂચીકર હાય તા તેની અમે ક્ષમા માગીએ છીએ. તે સાથે સુધ રેલા દેશેામાં કેટલાક કેવા સુધારા થયા છે તેની કાંઈક રૂપ રેખા અત્રે આપીએ છીએ: “ (૧) સુધરેલા દેરામાં વિધાલયમાં દાખલ થતા દરેક વિદ્યાર્થીની શારીરિક તપાસ લઈ તેની તંદુરસ્તી ઉત્તમ રીતે કેમ રહે તે માટે ચેાગ્ય માનની તેમજ તબીબની ગાઢવણુ કરવામાં આવે છે, જે માટે તખીને સારે દરમાયે અપાય છે. (૨) તેગ્માની માંખાની ખાસ તપાસ લેવામાં આવે છે અને તેમાં કોઈ ખામી હોય તે તે માટે ઉપાય યાજાય છે. (૩) તેઓની તંદુરસ્તીને માફક આવે એવા પુષ્ટિકારક ખેારાક, દુધ વગેરે સાસ પ્રમાણમાં આપવામાં આવે છે. (૪) તેમાની શારીરિક અને માનસિક ખીલવણી માટે કસરત અને રમત ગમતની સારા પ્રમાણુમાં ગાઢવણુ કરવામાં આવે છે. (૫) તેને શરીર રચનાની, શરીર તંદુરસ્ત રાખવાતી, સંસાર વહેવારને લગતી, અને લગ્ન કરવાની લાયકાતની અને મીતાહારપણાની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવે છે. (૬) જે માળા અને વિધાર્થીઓ વિધાલયા કે એર્ડીંગમાં નહિ રહેતાં, પોતાને ઘેર રહી વિદ્યા લેવા માટે વિદ્યાલયમાં આવતા હોય તેઓને પોતાના ધરી અને આસપાસના વાતાવરણને તદુરસ્ત રાખવા માટે, તેના માબાપા અને વાલીઓને સલાહ આપનારી કમીટીએ હાય છે, જે જરૂર પડે .તે નાણાંની પણ મદદ આપે છે. (૭) જુના શિક્ષકોને આ જમાનાને અનુસરતું એનેટામી, ફીઝીઓલો, સાઈકલાજી વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની કરો ખરાખર ખાવી શકે. (૮) ઉતરતી મગજશક્તિવાળા વિદ્યાર્થી માટે ખાસ યાજના પ્રમાણે શિક્ષણ અપાય છે.” આ રૂપ રેખા માત્ર છે, અને તે પર મેટું વિવેચન થઈ શકે. એ ખાખતા સાથે આપણા વિદ્યાર્થીઓ, તેમના સુપ્રીન્ટેન્ડન્ટ અને શિક્ષકનુ નાન સરખાવો, તેમની લાયકાતને વિચાર કરો અને આપણાં નાણાં રમાદ જાય છે કે ઉગી નીકળશે તેના ખ્યાલ કરો પછી આગળ પગલું ભરો. વધુ સાફ તા એ છે કે આવાં અનેક છુટાં છુટાં ખાતાંઓને જીર્ણોદ્ધાર કરી, સૌં જુદાં જુદાં કડા એકત્ર કરી, મેટા ક્રૂડ મારતે ઉત્તમ શરૂઆત કરી. તેમ થતાં એક એવું ખાતું ઉભું થશે કે જે હંમેશ સુધી નલી, પાશ્રાદ્ધ વિદ્યાલયે જેવી નામના કાઢશે.
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy