________________
સમાચાર,
૨૮૭
તેમને ઉપકાર માન્યો હતો. તેમણે જણાવ્યું જે નામદાર સરકાર તથા ટ્રસ્ટીઓએ આજ સુધી મારી મીલકતને જે સંપકારક રીતે વહીવટ કર્યો છે તથા મને વખતો વખત જે અમૂલ્ય સલાહ-સુચનાઓ આપી છે તેમને તથા નામદાર ડીસ્ટ્રીકટ જજ કેનેડી સાહેબે તથા જોઇન્ટ જજ સાહેબ સી. એન. મહેતાએ તથા મારા વિધાન સ્નેહીઓએ જે આ પ્રસંગે મને અમૂલ્ય સુચનાઓ કરી છે અને મારી ભવિષ્યમાં ફતેહ છછી છે તે સર્વે સાહેબોને આ સ્થળે હું પૂર્ણ ઉપકાર માનું છું અને જણાવવાની રજા લેઉં છું કે મારા પિતાશ્રીના મડ્ડમ મામા, ફોઠ જમનાદાસ કરમચંદના ઘર તરફથી મારે માટે જે આ પ્રસંગે લાગણી દર્શાવવામાં આવી છે તેને માટે તેમના જે પુત્ર શેઠ વાડીલાલને તથા કેશવલાલને આ સ્થળે આભાર માનવાની તક હાથ ધરું છું અને આશા રાખું છું કે જેવી રીતે તેમના પીતાશ્રી મારા ધર પ્રત્યે પ્રેમની લાગણી દર્શાવતા હતા તેવી રીતે તેઓ દર્શાવી મને આભારી કસો એવી આશા રાખું છું,
વળી મારે આ સ્થળે જણાવવું જોઈએ કે મારા વડીલેએ જે કંઇ શહેરની, કેમની, નાતની યુકિંચિત સેવા બજાવી છે તેવી રાત હું બજાવવાને ભાગ્યશાળા થાઉં એવી શ્રી પરમાત્મા પ્રત્યે અક્સચૅના કરૂં છું.
ત્યાર બાદ શેડ વાડીલાલ જમનાદાસે જણાવ્યું કે મારા પિતાશ્રી શેઠશ્રીના ઘર પરત્વે જે લાગણી દર્શાવતા તે તેમના ઘરનો અને અમારા ઘરને પરસ્પરનો નિકટનો સંબંધ જોતાં તેમની ફરજ હતી અને હું પણ આશા રાખું છું કે તેમના કુટુંબના હિતમાં મારી બનતી શક્તિ અનુસાર સદોદિત ફાળો આપવાને ભાગ્યશાઈ થાઉં.
આ પ્રસંગે હું શેઠ જેશીંગભાઈને બે બોલ બેલવાની રજા લઉં છું અને તે એ કે જેવી રીતે તમારી મીલકતનુ ટ્રસ્ટીઓએ સારી રીતે સંરક્ષણ કર્યું છે તેવી રીતે તમને મળેલી મીલકતનું સારી રીતે સંરક્ષણ કરી તેમાં વૃદ્ધિ કરશે તથા તમારા કુટુંએ જે નાત સેવા, કેમ સેવા, શહેર સેવા બજાવી કીર્તિ સંપાદન કરી છે તેમની મેળવેલી કીર્તિમાં સદા વધારે કરશે એવી આશા રાખું છું. ત્યાર બાદ સર્વ પધારેલ સદ્દગૃહસ્થોને તેમણે આભાર માન્યો હતો. ત્યાર બાદ મી જલસનું કામ શરૂ થયું હતું. પશ્ચાત મેળાવડે બરખાસ્ત થો હતે.
પ્રેક્ષક,
પાદરામાં લગ્ન પ્રસંગે ખાનપાત્સવ:–પાદરાના સુપ્રસિદ્ધ વકીલ મી. મેહનભાઇ હેમચંદની પુત્રી તથા અમારા માસિકના સંપાદક રા. રા. મણુલાલ મોહનલાલ વકીલનાં બહેન માણેકનાં લગ્ન તા. ૧૧-૧૨-૧૪ ના રોજ નિર્વિન અને માંગલીક રીતે પસાર થયાં હતાં. તે પ્રસંગે તા. ૧૨-૧૨-૧૪ ના રોજ લગ્ન મંડપમાં રાતના આઠ વાગે અનદોસવ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાદરાના રા. રા. વહીવટદાર મી. ઘાડગે તથા રા. રા. મુનશબ સાહેબ તથા નાપાડથી તથા બારસદથી ખેન માણેકના સાસરા પક્ષ તરફથી પધારેલ કેટલાક સંભાવિત સ૬ગૃહ તથા પાદરાના આગેવાન સગડ વિગેરે આ આનંદોત્સવમાં હાજરી આપી હતી.
શરૂઆતમાં મી. લલીત કે જે હાલ વડેદરા રાજ્યની ડીસ્ટ્રીકટ લાયબ્રેરીના નીતિ