SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ખરેખર પ્રસંશનીય છે અને તે ગુણે ભવિષ્યમાં તેમનામાં કાયમ રહેશે એવી આશા રાખું છું. તેઓએ ઈલીશમાં સારું જ્ઞાન સંપાદન કર્યું છે તેમજ તેઓ જે પિતાની કલમને કસે તે ભવિષ્યમાં એક સારા લેખક નિવડી શકે તેમ છે. તેમને “ સાહિત્ય” ને ધણે શોખ છે અને પ્રસંગવશાત્ તેમાં પિતે પિતાથી બનતી શક્તિને કાળા પણ આપે છે. આવા એક આપણું નગરશેઠના કુટુંબના આભૂષણરૂપ શેઠ જેશીંગભાઈ પોતાને મળેલી મીલકતને સાર્થક કરી પિતાની લક્ષ્મીને, બુદ્ધિનો અને જ્ઞાનને સદુપગ કરી દિનપ્રતિદિન તેને વધારે કરી તેમના કુટુંબને દીપાવે એવું પ્રભુ પ્રત્યે ધાર્યું છે. શેડ જેશીંગભાઈ આપણું અત્રેની મ્યુનીસીપાલીટીના મેમ્બર છે તેમજ મરહુમ શેઠાણી માણેકબાઈના ટ્રસ્ટના વહીવટમાં પણ હાલ નીમાયા છે. આથી તેમની લોકપ્રિયતા અને કેમ પ્રીયતા આપશુને આદર્શની પેઠે જણાઈ આવે છે. શેઠશ્રીની મીલકતને વહીવટ જ્યારે નામદાર સરકારને સોંપવામાં આવ્યું ત્યારે નામદાર સરકાર તરફથી તેમની મીલકતનો વહીવટ કરવાને ટ્રસ્ટી તરીકે શેઠશ્રીનાં માતુશ્રી શેઠાણી બાઈ ભુરી તથા તેમના પિતાશ્રીના મામા શેઠ જમનાદાસ કરમચંદ તથા તેમના સસરા શંકરલાલ છોટાલાલ અમીન અને સરકાર તરફથી ડેપ્યુટી નજર તરીકે પ્રથમ રા. રા. વિજલાલભાઈ નથુભાઈ, ત્યારબાદ નંદલાલ તારાચંદ અને ત્યારબાદ . રા. લલ્લુભાઈ ચંદુલાલ ઠાકર જે હાલ છે તેમને નીમવામાં આવ્યા હતા. શેઠની સગીર અવસ્થામાં તેમની મીલકતના ટ્રસ્ટીઓએ તથા નામદાર સરકારે તેમની મીલકતનું સંરક્ષણ કરવા જે વખત અને મહેનતને ભોગ આપે છે તેના માટે શેઠ તેઓના હમેશને માટે આભારી છે. આ પ્રસંગે હું શેઠ શ્રીયુત પ્રત્યે બે શબદ બોલવાની રજા લઉં કું તે એ કે, જેવી રીતે આપના પહિતિષ્ણુ દ્રસ્ટીઓએ જે જાત મહેનતને ભોગ આપી આપની મીલકતનું સારી રીતે સંરક્ષણ કર્યું છે તેવી રીતે આપ આપને મળેલી મિલકતનું સારી રીતે સંરક્ષણ કરી તેમાં વધારો કરી ઉપરના વહીવટને શાભાવી આપના કુળની મેટમાં અને યશમાં વૃદ્ધિ કરશે. શેઠના ઇષ્ટ મીત્ર શેડ કેરાલાલ જમનાદાસ શેઠના આ ઉત્સાહના પ્રસંગે જે આનંદની ઉર્મી પ્રગટ કરી જ મજલસ ” તથા “ ડીનર પાર્ટી ” આપવા દર્શાવી પિતાની માત્ર તરીકેની ઉમદા ફરજ બજાવી છે તેમજ અત્રે સર્વે સુજ્ઞ સંગ્રહસ્થોએ પધારી શેઠશ્રીના આનંદમાં ભાગ લીધે છે તેના માટે સર્વને અંતઃકરણથી આભાર માનું છું. છેવટ પ્રભુ કૃપાએ શેઠશ્રી દીર્ધાયુધ્ધી થાઓ અને તેમના યશકીર્તિ અને વૈભવમાં સદિત વૃદ્ધિ થાઓ અને સદા દેશ સેવા અને ધર્મ સેવામાં ઉસુક રહેવાને તેમનામાં ઉત્સાહ બળ પેરાએ એવું ઈછી તેમને દરેક પ્રકારે મુબારકબાદી આપી વિરમું છું. પેમ્ફલેટ વાંચી રહ્યા બાદ શેઠ કેશવલાલ જમનાદાસે શેઠને મુબારકબાદ ઈચ્છી હતી અને આ તેમના આનંદદાયક પ્રસંગની યાદગીરીભુત અને મિત્ર તરીકેની લાગણદર્શક એક સીલ્વર ઈમમાં મડેલે કે અર્પણ કર્યો હતો. ત્યાર બાદ શેઠ જેશીંગભાઇએ દરબાર સાહેબ તથા પધારેલા સર્વે સહસ્થને આભાર માન્યો હતો અને જે જે સ્નેહી સંબંધીઓએ તેમના માટે જે લાગણી પ્રદર્શિત કરી ગાર્ડન પાર્ટી અને ડીનર પાર્ટી આપી હતી
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy