SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ બુદ્ધિપ્રભા. riv vvvvvvvvv 5 * * * * * * પડાવ્યું હશે કે જેથી મને આ ભવે આ પ્રમાણે દુ:ખ સહન કરવું પડે છે. હે પ્રાણુનાથ! મેં આપનું શું બગાડયું છે કે તમે મને નિર્દોષ અબળાને તજી દીધી? હે માતા સમાન પૂજ્ય સાસુજી! મેં આપનું શું અહિત કર્યું છે કે જેથી આપ મારા પ્રાણનાથથી સંયોગ થવા દેતાં નથી ? અરેરે..... હાય ! હાય! હવે હું શું કરું રે બાપલીયા!......મારાથી નથી રહેવાતું રે...” વિગેરે કહી મને રમાએ ઠ મુ. પણ તેણીની દયા ખાનાર, તેણીને સમજાવી તેના મનના સાન્તવને ઉપાય કરનાર કોઈ હતું નહિ. આખરે અચુપાત કરી–મન ખાલી કરી પોતાની મેળે ઉઠી અને એક ચટાઈ ઉપર આડી થઈ. પણ નિધદેવીએ તેના ઉપર કૃપા કરી નહિ. આખી રાત પાસાં ફેરવતી અને ઉપર પ્રમાણે શબ્દચ્ચાર કરતી તેણે પડી હતી અને સવાર થવા આવ્યું એટલે ઉઠી ડું સાફ કરી ન્હાવાની તૈયારી કરવા લાગી. નાહી બે ઘડી ઈશ્વર ભજન કર્યો પછી સવાર થયું એટલે દેવદર્શન કરવા નીકળી પડી તે આઠ સાડાઆઠ થતાં પાછી આવી રસોઈ વિગેરે કામમાં પી. મનોરમાને આપણે જણાવી તેવી રાત્રીએ વરસના ત્રણસેં પાંસડમાંથી ત્રણ દિવસ તે જતી હતી. તેણીના પતિએ તેને નહિ બોલાવવા–તેણીની સાથે કોઈ પ્રકારનો સંબંધ નહિ રાખવાનો સંકલ્પ કર્યો હતો. પિતે ગ્રેજ્યુએટ થઈ એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો પણ વ્યવહારમાં તે નાના બાળક જેટલી પણ તેની અક્કલ ચાલતી નહોતી. વસંતલાલની મા રૂક્ષ્મ-મરમાની સાસુજી--પુત્રવધુનું ચલણ પુત્ર ઉપર સાંખી શકતી નહોતી. મનેરમાં એક લેડીની માફક પિતાનું–પિતાને ત્યાં આવતાં અન્ય સગા સંબંધીઓનું કામ કરે અને પિતાને આધીન રહી દાસત્વ સ્વીકારે તેજ તેણીને જોઇતું હતું. ભલેને દીકર વહુ દુઃખી થાય, ભલેને તેઓને એક બીજા સાથે વિરોધ પડે પણ પોતાની મતલબનું અને પિતાના અન્ય સંબંધીઓને લાભનું જ કામ થવું જોઈએ. “આજે રડે આ ના કર્યું?” કુલાણે રઝળવા ગઈ હતી !” “પડે શણે પાસે આપણી બદબોઈ કરે છે.” મને ગાળા ભાડે છે.” “ ન કહેવાનું કહે છે ” ઈત્યાદિ વચનો દરરજ લાગ આવે રૂક્ષ્મણ વસંતલાલને કહેવા ચુકતી નહિ. અને બિચારી ભેળે વસંતલાલ ભાના કહેવાનું ખરું રહુસ્ય નહિ સમજતાં પિતાની સ્ત્રીનેજ વાંક છે એમ કબુલ કરતે. તેને પરણે પાંચ સાત વર્ષ થયાં હશે પણ કોઈ દિવસ તેણે સત્ય બીના શી છે તે વિષે મનોરમાને એક દિવસ પણ પુછ્યું નહોતું. બિચારી મનોરમા–પિતાથી બન્યું તેટલું સહન કરતાં–ન ખાતાં સ્વામીને કહેવાને-સમજાવવાનો નિશ્ચય કરી તેના હે આગળ બેલતાં–વસંતલાલને આવી વાતામાં પ્રીયાનો જ વાંક જણાતાં પોતાના પ્રારબ્ધને દોષ દેવા લાગી. વસંતલાલને પિના-૧, ઉદયચંદ-શરીરે પહેો હતો. તેનાથી બહાર જવાનું અવાતું નહોતું. પિતાની સ્ત્રીને સ્વભાવ જાણુતે હતા. પણ હવે તેનાથી કહેવાતું નહિ. બિચારી મનોરમાની પક્ષ લેનાર કોઈ ના મળે પણ ઉદયચંદ તેને સરળ અને નિર્દોષ સ્વલાવ જાણ હતો અને વખતો વખત જ્યારે તે અરમાનો પક્ષ લઈ વસંતલાલને કે રૂક્ષ્મણને કહેતો તે તે બન્ને જણ મનેરમા ઉપર અને ડોસ ઉપર તુટી પડતાં. તે બન્ને ઉપર આરોપ મુકતાં ન કહેવાનાં વચને કહેતાં. અને સાથી શક્તિ હિનતાને લઈને અને મનોરમાથી લાજ મર્યાલથી કોઈને કાંઈ કહેવાતું નહિ પણ બિચારાં મુંગે મોઢે સાંભળ્યા કરતાં. આ લાગ જોઈ વસંતલાલ અને રૂકમણી બંને જણ ઘણું ઘણું વચને સંભળાવતાં અને જ્યારે કાંઈ પણ જવાબ ન મળતા તે ધારી લેતાં કે એ બંને જણ વચ્ચે આડે વ્યવહાર છે,
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy