SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવૃદ્ધિનું કારણ. ૨૩ જણાય છે કે ભાવધર્મનું કારણુ જ્ઞાનબળ છે અને તે જ્ઞાનબળથી સકળ ચરાચર વસ્તુ ધર્મનો અવમેધ થઇ શકે છે. એવા પ્રકારના જ્ઞાન થકી જે આત્મોન્નતિ વા આત્મ સરક્ષણ થાય છે, તે પહેલા ત્રણ એટલે દાન, શીલ, તપવડે થઈ રાકતું નથી તેનું સભ્ય કારણુ એ છે જે તપ, નિક્ષેપ, પ્રમાણુ, ચાર અનુયેગને વિચાર, સમબગી, પદ્ધવ્ય વિચાર, ઈત્યાદિ પદાર્થોનું અવમેધન જ્ઞાન સિવાય પામી શકાતું નથી અને ઉપરોક્ત પદાર્થોના અવધ સિવાય આત્મપદાર્થ ઑળખી શકાતા નથી, તેમજ આત્મપદાર્થને આળખ્યા સિવાય દાન, શીલ, તપ એ આત્મ સુખ આપી શકતાં નથી માટે ભાવધર્મ જે જ્ઞાન થી થાય છે તે ઉપરાત ત્રણુ કરતાં બ્રેક કચેલ છે. તેમજ શાસ્ત્રાર્ મહારાજની દશવૈકાલિક સૂત્રમાં કથે છે કે, પઢમં નાનં સોા પ્રથમ જ્ઞાનને પશ્ચાત્ દયા અત્રે પણ જ્ઞાનને એટલે ભાવધર્મને પ્રથમ પદ અર્પેલ છે. તેમજ પંચમીના સ્તવનમાં પશુ કહ્યું છે કે, પહેલું જ્ઞાન તે પછી ક્રિયા, નહિ ાઈ જ્ઞાન સમાનર્, અહીયાં પણુ જ્ઞાન એટલે ભાવધર્મને મુખ્ય કહેલ છે. તેનું ખરું કારણ એજ છે કે જ્ઞાન વિનાની જે જે ક્રિયાઓ છે તે સર્વે ક્ત કલેરારૂપ છે. કેમકે ક્રિયા જે છે તંતો જ્ઞાન મહારાજાશ્રીની દાસ્ત છે. જ્ઞાનવાન પુરૂષની કરેલી અશ્પક્રિયા પણ મહાન કક્ષને અર્પણ કરનારી થાય છે તેટલા માટે ઉત્તરાધ્યન ત્રમાં પણ શાસ્ત્રકારે જણાવ્યું છે જે જ્ઞાનવાન હાય તેને સુનિ કહેવા. તેના ઉપરથી પથ્થુ નાનનું અત્યુત્કૃષ્ટ માહાત્મ્ય જણાય છે. પુનઃ વળા શ્રીમહાનિશીથ સૂત્રમાં પણ જ્ઞાનને અપ્રતિપાતી વર્ણવ્યું છે. આગળ ચાલતાં શ્રીમદેવી માતાને હસ્તિ સ્કન્ધે બેઠાં કેવળ નોન પ્રાપ્ત થયું તથા છ ખંડાધિપતિ ભરત મહારાજાને આરિસાજીવનમાં ક્રર્માની વિમુક્તતા થઈ તેનું મૂળ કારણ પણ નાનજ હતું. એવી રીતે જ્ઞાનરૂપી નેત્ર પ્રકટ થયાં છે જેને એવા મુનિ મહારાજા»ાને વદન પુનઃ પુનઃ થાએ એમ ઉપદેશ માળામાં પણ કહ્યું છે. જ્ઞાનના પૂર્ણ પ્રતાપથી દેવાચાર્ય શ્રીમાન્ માવાદી પ્રમુખ મહાત્માઓ માધાર્દિક અન્ય મતાવલ જેનાને છતી જગતમાં યશાવાદ લઈ શયા છે. જે જે અંશે જ્ઞાનની તીક્ષ્ણતા તે તે અનેં ચારિત્રનું અધપણું નવું. જે નિકાચિત કર્મોના કરોડા વર્ષ પર્યન્ત પણ દાન, શીલ, તપથી ક્ષય થઈ શકતો નથી તેના જ્ઞાનથી એક ધાસોશ્વાસમાં નારા થઈ નવ છે તેટલા માટે ક્રિયા ગુરૂને પીપલાના પાન સદૃશ્ય કહ્યા છે અને જ્ઞાની ગુરૂને સમુદ્ર સમાન કહ્યા છે. સમ્યક્તપણું જ્ઞાન વિના ટકી શકતું નથી તેમજ જ્ઞાન સિવાય ધ્યાન માર્ગ પણુ સમઝાતા નથી. શાસ્ત્રાક્ત સમસ્ત ક્રિયાઓનું મૂળ શ્રદ્ધા છે અને તે શ્રદ્ધાનું કારણુ જ્ઞાન છે કેમકે જ્ઞાન વિના શ્રદ્દાની પ્રાપ્તિ થતી નથી. દુનિયાના સમગ્ર પદાર્થને સનનવનાર એવું જે જ્ઞાન તેના શાસ્ત્રકારે પાંચ ભેદ વર્ણવ્યા છે. મતિ, શ્રુત, અત્રિ, મન:પર્યવ અને કેવલ-ઉપરોક્ત જ્ઞાનના પાંચ ભેદમાંથી દ્વિતીય ભેદ જે શ્રુત છે તે સર્વથા અધિકાપયોગી છે. કારણ તે પદાર્થ માત્રનું પ્રકાશક છે. સ્વમત તથા પરમત ખન્નેને પરિપૂર્ણુ પ્રકાશ કરનારૂં પણ શ્રુત જ્ઞાનજ છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાને માટે તા દિનકર સમાન તથા દુખમ કાળરૂપ રજનીને વિષે તો દીપક સમાન શ્રુતજ્ઞાન છે. બાકીનાં ચાર જ્ઞાનનું કારણું પણ પોતેજ છે. વિતરાગ પ્રભુએ શ્રુતજ્ઞાનને સર્વ્યવ હારક કહ્યું છે. ઉદ્દેશ, સંદેશ, આના ત્યાદિક વ્યવહારના લાભ શ્રુતજ્ઞાનધી થાય છે. વળી સ્વરૂપ તથા પસ્વરૂપની સમજણુ પણ વ્રતોનથીજ થાય છે. બાકીના ચાર ના
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy