________________
બુદ્ધિપ્રભા.
૨૮ વર્ષની વયે જ્યારે એમનાં માતપિતા મરણ પામ્યાં ત્યારે તેમણે ગાઁવાસમાં લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેમના વડીલ બંધુએ કહ્યું “ભાઈ ! આપણાં માતપિતા હમણુંજ મરણ પામ્યાં છે. તેમના મરણની દીલગીરી તાજી છે, એવામાં જો આપ પણ મારો ત્યાગ કરી ચાલ્યા જશે, તે પછી મારી કેવી દુઃખમય રિથતિ વિશે?”
આ પ્રમાણે પોતાના પેજ બંધુની આજ્ઞાને અનુસરી પોતે બે વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. વડીલ બંધુની ભક્તિને અનુપમ નમુને હાલની આલમે ખાસ મનન કરવા યોગ્ય છે. દીક્ષા લીધા પછી તરતજ એવું જ્ઞાન મનઃ પર્વવજ્ઞાન પ્રાપ્ત થાય છે; અને પિતે બાર વર્ષ સુધી જુદે જુદે સ્થળે વિહાર કરે છે.
તે દરમ્યાન છદ્મસ્થ અવસ્થામાં–પિતે મન ધારણ કરે છે અને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જ પોતે બેધ આપે છે; અને જગદ્વારકનું કામ બજાવે છે.
એક સમયે પઢાલ નામના ગામ સમીપ વનમાં શ્રી મહાવીર પ્રભુ કાર્ય કરી ધ્યાનમાં મગ્ન બન્યા હતા. તેઓશ્રીની ધ્યાનની સ્થીરતા અને મનની દઢતા અવધિજ્ઞાનથી નિહાળી દેવાધીશ છેકે પિતાની સભામાં તેમની પ્રશંસા કરી ત્યાંથી જ તેમને નમસ્કાર કર્યો
અને પછી કહ્યું કે અહા ! મહાવીર પ્રભુનું ધર્ય કેટલું બધું અનુપમ છે ! તેમના મનની સ્થિરતા કેટલી અસાધારણ છે ! તેમની વિચાર શ્રેણી કેટલી ઉચ્ચ છે! ધન્ય છે પ્રભુને ! જગતમાં કોઈ એ દેવ કે મનુષ્ય નથી કે જે પ્રભુની સમાધિને ભંગ કરી શકે. આ પ્રસં. સાના શબ્દો એક સંગમ નામના શુદ્ર દેવને અતિશયોક્તિ ભરેલા લાગ્યા અને તેથી તે પ્રભુની કસોટી કરવાને ત્યાંથી ચાલી નીકળ્યા. જગતમાં પ્રાણી માત્રને હેરાન કરી શકાય, સંતાપી શકાય, અને ઉદેશ પમાડાય તેવા દરેક સાધન વડે તેણે પ્રભુને સંતાપવામાં જરા પણ કચાશ રાખી નહિ. કઈ ક શત્રુ પણ જેવાં કામ ન કરે તેવાં નિર્દય અને ત્રાસ ઉપજવનારા ઉપદ્ર વીર પ્રભુપર કર્યા. આમાં જ્યારે તે ન ફાવ્યું અને પ્રભુના મનની નિશ્ચબળતામાં જરાપણ ભંગ ન થયો ત્યારે તેણે પ્રભુને મેહ ઉપજે એવા શંગારાદિ પ્રયોગો અજભાવ્યા, પણું જલ ઉપર થતા પ્રકારની માફક તેની સઘળી કોશીસો વ્યર્થ ગઈ.
આ રીતે એક બે દિવસ નહિ પણ છ માસ પર્યત તેણે શ્રી વીરભુને હરેક પ્રકારના ઉપસર્ગો કર્યા. પણ પ્રભુ તે પ્રભુજ રહ્યા. તેમને પ્રભાવ જરા પણ ડગે નહિ. છેવટે તે અમદેવ થાકીને પ્રભુને નમસ્કાર કરી ચા ગયો,
બંધુઓ ! આ સમયે પ્રભુના દિલમાં કેવા ઉમદા વિચારો જન્મવા પામ્યા હશે, તેને કદાપિ તમે ખ્યાલ પામ્યા છે? પ્રભુની તે સમયની વિચાર શ્રેણીનું રહસ્ય સમજવા તમે કદી પ્રયત્ન કર્યો છે? જે આ બાબતમાં તમે અજાણ્યા હોતે મારી સાથે તમે વિચાર પ્રદેશમાં ચાલે અને હું તમને તે વખતના પ્રભુના હૃદયનું સંપૂર્ણ ચિત્ર તમારા મનચક્ષુ આગળ રજુ કરવા કોશીષ કરીશ.
તે કરૂણ મૂર્તિ શ્રી વીરભુએ સંગમદેવના સંબંધમાં જે ઉગાર કહાડયા તે દરેક માનવે હૃદયમાં કતરી રાખવા જેવા છે. તેમણે તે વખતે વિચાર્યું હતું કે –
“ અહે! નિષ્કારણ બીજ છોને દુઃખ દેનાર આ બિચારા જીવની શી ગતિ થશે?