SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જયના.” * - - - - તળ4 ~ શકાય? તેમની ભાવના નિરંતર ઉંચા પ્રકારની હતી. શુક્લપ્યાનમાં તેઓ નિરંતર રમતા હતા અને “સવી છવ કરૂં શાસન રસી એવી ભાવ દયા મન ઉસી.” જગતના તમામ આ પવિત્ર માર્ગના રસિક થાય અને તેમને આત્મા નિર્મળ થાય એવી ભાવના તેઓના ચિત્તમાં રમતી હતી. આ રીતે જેને પોતે ઉપદેશ આપ્યો તે પિતે વર્તનમાં કરી બતાવ્યું અને આ પ્રમાણે ઉપદેશની સાથે પિતાના ચરિત્રને અદિતીય પ્રભાવ જગતના જીવે ઉપર પાડવા તે સમર્થ થયા. તેમનું ચરિત્ર સર્વથા વિશ્વના ઉપકાર માટે હતું, કારણ કે તીર્થકરપણુંજ સુચવે છે કે તે વિશ્વના ઉપકાર માટે છે. કહ્યું છે. વિકાસ તથાનિતિ તીર્થંકર નામ વિશ્વના ઉપકાર માટે છે. જેના મનમાં નિરંતર એવો ભાવ રહે છે કે વિશ્વનું કેવી રીતે કલ્યાણ કરૂં? જગતના દુખી જીવને દુખમાંથી કેવી રીતે મુક્ત કરું ? જગતમાં શતિ શી રીતે ફેલાવું? એવી ભાવના જેની એક નહિ પણ અનેક ભવ સુધી રહે છે તે તીર્થંકરપણું પામે છે અને તે જગતને ઉહારક મહાન પુણા ગણાય છે. આવા એક મહાન પુરૂષના ચરિત્રને વિચાર કરતાં આપણા હદયમાં અપૂર્વ આનંદ તથા ભક્તિભાવ પુરે છે. તેમને જન્મજ જગતને આનંદકારી થાય છે. તે જન્મે છે ત્યારે આખા વિશ્વમાં આનંદ વ્યાપી જાય છે. અરે ! છેક નરકના જીવને પણ ક્ષણવાર શાંતિ મળે છે. જ્યારે મહાવીર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પોતાની માતાને દુઃખ ન થાય તેટલા માટે વિચાર કર્યો કે હું ગર્ભમાં હાલીશ નહિ. પણ માતાને લાગ્યું કે મારે ગર્ભ ગળી ગયે તેથી ત્રીશાલા માતા અત્યંત દુઃખી થયાં. પ્રભુએ વિચાર્યું કે મારી માતાએ મને જે નથી તે પણ મારા પર આટલે સ્નેહ છે તે મને જ્યારે જોશે ત્યારે તે તેને સ્નેહ કેટલો વધી જશે માટે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારાં માતપિતા જીવતાં હશે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહણ કરી% નહિ. માતપિતૃ ભક્તિને આ અનુપમ દષ્ટાંત આપણું હદય સન્મુખ રાખી આપણે પણ આપણા માતાપિતાની પૂર્ણ મનથી ભક્તિ કરવી અને તેમને હરેક રીતે સંતોષ આપવો. પ્રભુ જ્યારે સાત વર્ષના થાય છે ત્યારે ગુરૂને ત્યાં ભણવા જાય છે. પિતે તે ત્રણ જ્ઞાન સહિત જન્મ હતા છતાં જે પ્રમાણે મોટાઓ ચાલે તે પ્રમાણે નાનાએ તેમનું અનુકરણ કરે એ નિયમ હેવાથી જગતના જીવને ગુરૂને વિનય કરવાને બોધ આપવાને પોતે ગરને ત્યાં ગયા. વિનય એ ધર્મનું મૂળ છે વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે અને ગુરૂની પ્રસતાથી ગુના હદયમાંથી જ્ઞાન પ્રવાહ વહે છે જેની અસર શિષ્યપર સ્થાયી અને લાભકારી નીવડે છે. આ ઉપર શ્રેણિક રાજનું દષ્ટાંત સર્વને જાણીતું છે. ચાંડાળ પાસેથી વિદ્યા શીખવાને જ્યારે એક રાજાએ ઇછ્યું ત્યારે પિતે સિંહાસન ઉપર બેઠા હતા ને ચાંડાળ સામે બે હતું તેથી વિધા સરળ થઈ નહિ. આ સમયે બુદિનિધાન પ્રધાન અભયકુમારે રાજાને જણાવ્યું કે ગુરૂને માન આપ્યા સિવાય વિધા કદાપિ ફળતી નથી. કિનગુનઃ રજા તો વિનયથી ગુરૂને સંતોષ થાય છે, અને જેથી સમજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રભુ પણ જગતના છને વિનયને બોધ આપવાને મુરને ત્યાં ગયા હતા.
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy