________________
બુદ્ધિપ્રભા
उपदेश रत्नावली.
(લેખક:-મુનિશ્રી અજીતસાગરજી.) ૧. દુનિયામાં ચડતી પડતી ચાલી જાય છે.
૨. દુઃખમ કળીકાળ નામે પાંચમો આરો હાલમાં વર્તે છે માટે ધર્મહિણ હોય તે કુશળ, શાણુ અને સુખીયા ગણાય તે બનવા જોગ છે.
૩. કોઈને મધ્ય દિવસ હોય છે ત્યારે કોઈની મધ્ય રાત્રિ જણાય છે.
૪. પિતાની તથા પરની ઉન્નતિ ઇચ્છનાર માણસે કદાપિ કાળે શ્રીમંતોની સેહમાં તણાવું નહિ.
પ. આપણું મનને નિર્બળ બનાવી પરાધિનપણાની જાળમાં પડવું નહિ. ૬. દૈવની ગતિમાં જેવું લખાયું તે ટાળવાને કાણુ સમર્થ છે?
૭. દુઃખ ટાળવાને માણસ બનતા પ્રયત્નો કરે છે તથાપિ ભાવી ભાવ આગળ કંઈ ચાલતું નથી.
૮. સજ્જન પુરૂષની સજજનતાથી સર્વ જગતને શાંતિ મળે છે. ત્યારે ઉદ્ધતની ઉદ્ધતાઈથી જગતને ઘણું ખમવું પડે છે.
૮. ઉદ્ધત માણસ પોતાની જીદગીમાં પરહિત ન કરતાં પિતાનું ધાર્યું જ કરે છે. તેમજ પિતાની સત્તાને દુરૂપયોગ કરે છે.
૧૦. કાર્યાકાર્યને વિચાર કરીને અસત્ય માર્ગનો ત્યાગ કરો અને સત્ય માર્ગ સ્વીકારે. ૧૧. મનુષ્ય ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોને સંગ કરવો જોઈએ.
૧૨. જે માણસ મોજમજા માટે ધનનું અને જીવનનું રક્ષણ કરે છે, પરંતુ જગતના ભલા માટે તેને સદુપયોગ કરતો નથી, તેનાં ધન અને જીવન નકામાં છે.
૧૩. જે માણસ નીતિથી ધનનો સંગ્રહ કરે છે, તે જ તેને સ્વપરના કલ્યાણાર્થે વાપરી શકે છે.
૧૪. માનના પૂજારી નામધારી સત્યુથને નમસ્કાર કરવા કરતાં પોતાના ભલાને માટે દુર્જનને નમસ્કાર કરવો એ વધારે સારું છે. . ૧૫. મનુષ્ય હમેશાં સત્ય અને મનને આનન્દ આપે તેવી મધુર વાણી બોલીને સર્વ જગતને રાજી રાખવું.
૧૮. અન્ય અને પિતાને દુઃખ આપે છતાં-પોતે તેને દુઃખ થાય એવી કઠોર વાણી પણ બોલવી નહિ.
૧૭. સર્વ ભાષા વિધામાં કુશળ અને ધાર્મિક વિચારોમાં કુશળ એવા મનુષ્ય પણ અનુભવી સરનું નિરંતર સેવન કરવું.
૧૮. જીજ્ઞાસુ મનુષ્ય ઉત્તમ પ્રકારના પિતાના વિનય ગુણથી નિરંતર ગુરૂને સંતુષ્ટ રાખવા.
૧૯. કોઈ મનુષ્યને પિતાના શત્રુ તરીકે પ્રગટ કરવા નહિ તેમ પોતે પણ કોઈના થવું થવું નહિ.
૨૦. બીજાએ કરેલું પિતાનું અપમાન બાહર પાડવું એ મૂર્ખ માણસનું લક્ષણ છે. ૨૧. મનુષ્ય પોતાના ઉપર પોતાના ઉપરીની થયેલી અવકૃપાને પણ પ્રગટ કરવી નહિ.
૨૨. હાલમાં મહાર રાત્રિ અને દિવસો કેવા કામમાં જાય છે? આ પ્રમાણે નિરંતર વિચાર કરનારા પુરૂવ દુઃખ ભોગવતો નથી.