________________
૩૮૪
બુદ્ધિપ્રભા.
ઘર ભગાવનારની ઉપમા પામનારી સૌભાગ્યવંતી અને વિધવા બહેને માટે આવી શાળાઓ ખાસ આશીર્વાદ રૂપ અને હિતકારક છે. અમદાવાદ શહેરમાં આવી ૪-૫ શાળાઓ સારા પાયા ઉપર અવશ્ય લેવી જોઈએ.
- અમદાવાદ શહેરની જેને વિધવાઓમાં ભણેલી માત્ર ૧૪ર છે જ્યારે અભણ ૧૪ઇટ છે, અને પરણેલીમાં ૮૮૪ છે જ્યારે અભણ ૨૬૪૧ છે. આ સંખ્યા સેક્રેટરીએ ૧૦૦૮ માં થયેલ ડીરેકટરી ઉપરથી રજુ કરી છે તે જોતાં સ્ત્રીઓનું ભરેલ પ્રમાણ ફકત ૨૦ ટકા (અભણ ૮૦ ટકા ) ખરેખર ખેદજ ઉપજાવી શકે.
૧૯૦૭માં અને ભરાયેલ કોનફરન્સ પ્રસંગે મહિલા પરિષદ્ થઈ હતી અને તેમાં કેટલીક આવક પણ થઈ હતી, જેમાંથી મદદ મેળવવાને આ શાળાએ કરેલા પ્રયનને સ્વીકાર થયો નથી એમ રીપોર્ટ ઉપરથી સમજાય છે પણ તેથી નીરામ ન થતાં શાળાના વ્યવસ્થાપક જે ખંતથી મંડયા રહેશે તો જોઈતી મદદ મેળવી શકશે.
અત્રે સુચના કરવી યોગ્ય જણાય છે કે રીપોર્ટ જેમ બને તેમ વર્ષ પૂરું થયા બાદ જલદી પ્રગટ કરે અને બનતાં સુધી મેળાવડે કરી તેમાં વાંચો અને અન્યોને તે પ્રસંગે હાજરી આપવા આમંત્રણ કરી શાળાથી વધુ જાણીતા કરવા. કરકસરને નિયમ રીપોર્ટની છપાઈ અને મેળાવડાના અંગે હીતકારક નથી. માત્ર હેન્ડબીલના રૂપમાં પ્રગટ થતા શોર્ટ સારી અસર ઉપજાવી શકતો નથી. રીપોર્ટની વીગતમાં વધારે સ્પષ્ટતાની જરૂર છે તેજ રીતે હિસાબની વીગતમાં પણ જરૂર છે. તેમજ સરવૈયુ દાખલ કરી ઓડીટ કરાવવો વગેરે સુધારાની જરૂર છે.
કમીટીના કેટલાક ગ્રહો શ્રીમાન હોવાથી તેઓ પોતાની તરફથી વાર્ષીક મદદ યથાવ્યક્તિ આપવાની શરૂઆત કરી પોતાના મિત્રો અને શ્રીમંત પાસેથી તેવી મદદ મેળવવા સુપ્રયત્ન કરશે તે શુભ ફળ આપશેજ. પ્રયત્ન વિના ગમે તેવા સારા કાર્યને ઉત્તેજન મળતું નથી. “બોલે તેના બોર વેચાય.” માટે પ્રયત્ન કરવોજ હીતકર છે.
શ્રીમન મુનિશ્રી મોહનલાલજી જેન સેંટ્રલ લાઈબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા મુંબાઈ. મજકુર સંસ્થાને જાન્યુઆરી ૧૯૧૩ સુધી ત્રીજે વાર્ષિક રીપોર્ટ નીહાળતાં જણાય છે કે તે ધીમે ધીમે લોક પ્રીયતામાં વધારો કરતી જાય છે અને તેના વ્યવસ્થાપકે પણ તેને આગળ વધારવાને ઉત્સાહી થતા જણાય છે.
કહેવાને હર્ષ થાય છે કે પુસ્તકાલયો અને લાઈબ્રેરીઓ અનેક સ્થળે હશે પણ આ સંસ્થાની માફક કાયદા કાનુનસર દ્રસ્ટડીડના બંધારણ મુજબ કામ કરનાર અને નિયમિત રીપોર્ટ પુરો પાડનાર જેમાં આ એકજ પુસ્તકાલય છે.
રીપેટવાળા વર્ષ દરમિયાન ટ્રસ્ટડીડનું કામ સંપૂર્ણ પાર પાડવામાં આવ્યું છે અને તે અંગ્રેજી અને ગુજરાતીમાં છપાતી આ રીપોર્ટની સાથેજ પુરૂ પાડવામાં આવ્યું છે. તેમજ લાઈબ્રેરી અને પાઠશાળાનું કામ નિયમિત સારા પાયા ઉપર ચાલે તે માટે રીપેટવાળા વર્ષમાં કાયદાકાનુને પણ તૈયાર કરી પસાર કરવામાં આવ્યા છે; હરેક સંસ્થાને લાંબે વખત ચરસ્થાયી બનાવવા માટે બંધારણ અને તે પ્રમાણે કામ લેનાર વ્યવસ્થાપકો જ પાયારૂપ હોઈ શકે છે. - લાઇબ્રેરીમાં આવતા માસિક, અઠવાડિક અને દૈનીક વર્તમાનપત્રોની સંખ્યા ૬૦ ની થઈ છે જેમાં હજુ વધારવાની ખાસ જરૂર છે એમ ત્યાં આવતાં માસી વગેરેથી જણાય છે