SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ર બુદ્ધિપ્રભા. मांसना खोराक वीरुध जापाननी सरकार. સાંજ વર્તમાન” ના અધીપતી જોગ સાહેબ, સને ૧૮૦૮ ના. સપટેમ્બર મહીનામાં મારા જાણવામાં આવ્યું કે યુરોપીયન પ્રજાની દેખાદેખીથી જાપાનમાં ઢોરનું માંસ ખાવાની ફેશન શરૂ થઇ હતી. તે ઉપરથી જાપાનની પ્રજાએ શા માટે વેરીઅન થવું જોઈએ એ સંબંધી તે દેશના એક નામદાર શહેનશાહ સાહેબને મેં તા. ર૭-૬-૧૮૦ ૮ ને રોજ અરજી કરી હતી તથા સુરતના જાણીતા લોકપ્રીય ડાકટર સાહેબ દીનશાહજી જીવાજી એદલબહેરામે મારા સદરહુ પ્રયાસને સંગીન ટેકે આપીને મુંબઈ ખાતેના જાપાનીઝ એલચી સાહેબને તે સંબંધમાં અરજી કરવા ઉપરાંત તેઓ સાહેબ હજુર એક વગવાળું ડેપ્યુટેશન લઈ ગયા હતા. આપના દયાળુ વાંચનારા સાહેબો જાને ખુશી થશે કે જાપાનની સરકારે હાલમાં પિતાની પ્રજા જોગ એક સરકયુલર પ્રસિદ્ધ કરીને આરોગ્યતા સંબંધી કેટલાક નિયમો જાહેર કર્યા છે તેમાં “માંસ બીલકુલ ખાવું નહિ” એવી સુચના કરેલી છે. (જુવો “સત્સંગ” સુરત, તા. ૧૨ મી જાનેવારી સને ૧૮૧૪. ) જાપાન જેવી આગળ પડતી પ્રજાના વેજીટેરીયન ખોરાકની આડત્રી અસર બીજી પ્રજાઓ ઉપર પણ કેટલી થવાનો સંભવ છે તેનો આપ ખ્યાલ કરશો. જુનાગઢ સેવક, તા. ૧૫-૧-૧૯૧૪. લાભશંકર લક્ષ્મીશંકર, क्षय वगेरे दरदो माटे वेजीटेरीअन खोराक. અમેરીકન ડાકટરને અનુભવ સાહેબ! હાલમાં આ દેશમાં ક્ષય વગેરે દર સંબંધી ઘણી ચર્ચા ચાલે છે તેથી અમેરિકામાં તેવા દરદીઓને અપાતા વેજીટેરીઅન ખોરાક સંબંધી નીચેના શબ્દો તરફ આપણું ધ્યાન ખેંચું છું. (1) I have practised medicine for about forly years, but I have never succeeded in curing cancer and consumption unless my patients stopped sesh-eating, and lived upon vegetable foods.- Dr. G. A. Corning. (2) The patients of the Archara Beach. Sanatorium are fed ou exclusively vegetarian diet, and are not permitted to partake of any kind of meat. This dietetic reginie is extremely successful in the cure of any chronic ailment.–Vegetarian Magazine, Chicago, August, 1908. આ દેશના દયાળુ ડાકટરો પણું ઉપર પ્રમાણે જુદાં જુદાં દદોને વેજીટેરીઅન ખેરાકથી સાજા કરીને પિતાને અનુભવ પ્રસિદ્ધ કરવાની મહેરબાની કરે એવી મારી પ્રાર્થના છે. જુનાગઢ. સેવક, , તા. ૨૬-૧-૧૪ લાભશંકર લક્ષ્મીશંકર,
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy