________________
બુદ્ધિપ્રભા.
હો હ સર્વદા સુખી, ખરેખર બ્રાત સહાયથી, કે માલ્ય દુષ્ટ પારધીએ, બુરી હાલત થઈ મારી. દાધે મીનું વારિ બણિને, દુધ બહુ પીધું, ન કર્યુ તે નહિ રહેશે, ઝડર ત્યાં ક્યાં સમાયું છે; ભલે જો ભરણને ભેટું, ઝહરપી સ્વર્ગમાં ખ્યાલું, યા બ્રાનને માટે, ઝહર બસ પ્યારું પ્યારું છે.
इत्यलम्.
पेथापुरमा आचार्य पदवी अने ते निमित्ते थएलो महोत्सव.
પિશાપુરમાં સાગર ગ૭ના વડા વિદ્વાન ગાન મુનિ મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીને સંવત ૧૯૫૦ને માગસર સુદ ૧૫ ને શનીવારના શુભ દિવસે શુભ મુહુર્ત ચઢતે પહેરે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદથી સરદાર શેઠ લાલભાઈ દલપતભાના ભાઇ શેઠ જગાભાઈ દલપતભાઈ ઝવેરી લલુભાઈ રાયચંદ, ભગત વિચંદભાઈ ગોકળભાઈ, શા. જેશીંગભાઈ મનસુખભાઈ, શેઠ લાલભાઈ ચુનીલાલ, શેઠ માણેકલાલ ચુનીલાલ, સાદાગર મેહનલાલ ડાહ્યાભાઈ, સોદાગર સકરચંદ હઠીસંગ, સુરતી મેહનલાલ, ભોળાભાઈ વીમળભાઈ, ઝવેરી લાલભાઈ કેશવલાલ, તથા ચીમનલાલ બાપાલાલ તથા શંકરલાલ ડાહ્યાભાઇ વિગેરે. લગભગ બસો માણસ આવ્યું હતું. મુંબાઈ અને સુરતથી ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદયચંદ, ઝવેરી જીવણચંદ સાકરચંદ, ઝવેરી ભુરીભાઈ જીવણચંદ, ઝવેરી લલુભાઈ હેમચંદ, ચુનીલાલ બાલુભાઈ ભણસાલી, ભગુભાઈ હીરાચંદ માછ, ઝવેરી ઉત્તમચદમાનચંદ, ઝવેરી તલકચંદ અમરચંદ, ઝવેરી ભાઇચંદ હીરાચંદ વિગેરે. કપડવણજથી નગરશેઠ જેસીંગભાઈ પ્રેમાભાઈ વિગેરે. વલસાડથી શેઠ નાથાલાલ ખુબચંદ તથા શેઠ ડાહ્યાભાઈ કસુરજી, માણસંર્થ શેઠ વિચંદ કૃષ્ણાજી, તથા હાથીભાઈ મુલચંદ વિગેરે, પાદરેથી વકીલ મોહનલાલ હેમચંદ વિગેરે, વાદથી શેઠ ગોવીંદભાઈ ઉમેદભાઈ તથા સુખલાલ ઠાકરશી વિગેરે, પાટણથી શેઠ નગીનદાસ મંગળચંદ શેઠ લલ્લુભાઈ મગનલાલ વિગેરે, વિજપુરથી શેઠ નથુભાઇના દિકરા વિગેરે, તેમજ મહેસાણા, વડોદરા, વડનગર, વિસનગર વિગેરે સ્થળોના માણસે મળી લગભગ આસરે ત્રણ હજાર માણસ એકત્ર થયું હતું. મુંબાપ્ત વિગેરે બહારગામથી શેઠ મગનલાલ કંકુચંદ વિગેરે જેઓ આ માંગલિક પ્રસંગે આવી શક્યા નહોતા તેમના તાર તથા કાગળ આવ્યા હતા.
આ સિવાય જેનેતરમાં પેથાપુરના મુખ્ય મુખ્ય અમલદારો તેમજ તકવાચસ્પતિ શ. સં. બીમત સરકાર સયાજીરાવ ગાયકવાડના વડા ને ચુનંદા શાસ્ત્રી બદ્રીનાથ, શાસ્ત્રી રામજી હરજી, શાસ્ત્રી ગરજાશંકર લક્ષ્મીશંકર, શાસ્ત્રી ભાઈશ કર વકરામ, કાશીથી રસાયણ શાસ્ત્રી પંડીત શ્યામ સુંદારાચાર્ય વૈશ્ય, જ્યોતિવિંદ રવિશંકર લક્ષ્મીશંકર વ્યાસ, પડીત કેશવલાલ નાનુરામ ભટ્ટ વિગેરે વિદ્વાનોએ હાજરી આપી હતી. મુનિ મહારાજનાં ૧૨ ડાનું તેમજ ગળણીજી મહારાજનાં પ ઠાણાં વિધમાન હતાં.
૧ ચમ, કાળ રૂપ પારધી. ૨ ના રૂપ ઝહર.