SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ બુદ્ધિકભા. કરેલું હતું. તેમનું શીર્ષ અને ચરણ ખુલ્લા હતા. બગલમાં રજોહરણ અને હાથમાં એક દંડ શોભી રહ્યા હતા. તેમનું કપાળ વિશાળ અને તેજસ્વી હતું તેમની મૂર્તિ ઘણુજ સુંદર અને મને હર હતી તેમને વર્ણ ગોર હતું અને તપના તથા બ્રહ્મચર્યના પ્રભાવથી તેમના મુખકમળ ઉપર લાલી છવાએલી હતી. તે મારી સમીપ આવતાંજ હું તેમના ચરણમાં નમી પડશે. તેમણે મારો હાથ પકડી ભૂમિ પરથી ઉઠાડયો. તેમના દર્શનથી થએલા અલાસની પ્રેરણાથી મારાં નેત્રોમાંથી હર્ષની અશ્રુધારાનું અલન થયું. તેમણે મને અનેકવા આશ્વાસન આપવા માંડયું અને તેઓશ્રીએ મને પિતાના વચનામૃતથી પ્રબોધવા માંડયો. “હે શિષ્ય! આ સંસાર અસાર છે, દુઃખમય છે અને આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણું પ્રકારે અનેક વિટંબણાઓથી ભરપુર છે તેની અંદર ધન તો તવત છે, આજ છે ને કાલે નથી. જે પાણીને પરપેટ. અને પુત્ર પરિવાર સર્વ કંટક સમાન છે કે જેઓ ધર્મ કાર્યને વિષે વિઘ પડાવે છે અને ખુંચે છે તેમાં મારું તારું સર્વ મિથ્યા છે. દુનિઆ એક મુસાફરખાનું છે કોઈ અવતરે છે અને કેઈ મરે છે. આ એક પક્ષીને મેળે છે. જેવી રીતે પંખીઓ સવારે બધાં ભેગાં થાય છે અને સાંજેરે સૈ પોતપોતાને માળે જાય છે તેમ આ સંસારની પણુ ગતિ છે. __ यथा काष्टंच काष्टंच समेयातां महोदधौ । समेत्यच व्यपेयातां तद्वत सपागमः ॥ જેવી રીતે એક ઉદધિની અંદર એક લાકડું એક દીશામાંથી આવી અને બીજુ લાકડુ કેઈ બીજી દશામાંથી આવી બે એક સ્થળે ભેગાં થાય છે અને પાછાં જુદાં થઈ જાય છે તેમ આ સંસારની અંદર પણ કોઈ આત્મા દેવતાની ગતિમાંથી, કોઇ તિર્યંચ ગતિમાંથી અને કોઈ નરક ગતિમાંથી આવી અત્રે ભેગાં થાય છે અને માતા, પિતા, પુત્ર, પુત્રી, વધુ, ભગિની બ્રાતા વિગેરેના સંબંધથી જોડાય છે અને પિતાનું આયુષ પુરૂ થતાં પિતાનાં સારાં નરસાં કર્માનુસાર સારી વા માઠી ગતિમાં અવતરે છે. આ સંસારની અંદર વાડી, ગાડી, લાડી, સ્થાવર વા જંગમ મીલ્કત રાચ રચીલું એ સર્વ પિતાનું આયુષ્ય સમાપ્ત થતાં અત્રે છેડી પિતાનાં સારા નરસાં કર્મ સાથે લઈ જીવે આ દેહને મુકી જવું પડશે. તે પાણી ! આયુષ્ય ક્ષણિક છે માટે ધર્મ કરે એ જ સહાયભુત છે. ઘણાખરા પામર પ્રાણીઓ આ સંસારમાં આળસમાં નિમગ્ન થઈ ધર્મ કરતા નથી અને આ દુનિઆની અંદર રાશી લાખ છવાયાનીમાં ફેરા કર્યા કરે છે. “૩ નારિ ધરા ચિત્તે રઝ પતિ » આ છંદગી ચંચળ હોવાથી ધર્મને માટે એક પણ વખત અયોગ્ય નથી. અવસાન પછીના સમયમાં ધર્મ પાથેયરૂપ છે તે એક નેતા તરીકે છે માટે હે પ્રાણી આલસ તજી દરિદ્રતાની દેવીને દેશવટો દઈ ધર્મ કાર્યમાં પ્રાપ્ત થા પ્રવૃત્ત થા અને તેથી જ તારો મોક્ષ થશે. “વર, નંદુરબાન એ પ્રમાણે તે મહાત્મા આશીર્વચન ઉચ્ચારી અદશ્ય થયા. હુ આસપાસ જેવા લાગે પણ કોઈ મને નહિ. હું વિસ્મય ચકિત થયો પણ સધન સંસ્કારોએ મને શુદ્ધિમાં આ તેની સાથે જ હું જાગત થયો. ખરેખર સત્સંગને મહિમા જુદે જ છે તેને અલભ્ય લાભ કવચિત જ કોઈને થાય છે તેથી ઘણું ઘણું મહાન ફાયદા થાય છે. બુદ્ધિ ખીલે છે. મનને મેલ કેવળ ધોવાઈ જઈ
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy