SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ બુદ્ધિબ્રા. અમને સેવી ઉત્સાહથી ઉઘમજ કરવો જોઇએ. જમીન કઠીન હોય છે. તે ખોદતાં અને ધીક શ્રમ પડે છે તેમ ઘણી વખત આ પ્રાપ્ત કરતાં અધિક પરિશ્રમ પડે તે પાછા પડવાની અગત્ય નથી. આળસને બીલકુલ ત્યજી દેવું જોઈએ. આ ખોદી તેમાંનાં મુલ્યવાન રને મેળવી તેને તમો ઉપભોગ કરો. તમારામાં રહેલ આવી અપૂર્વ ખાણને બેદી કાઢી તેને ઉપભોગ કરવામાં હવે વીલંબ ન કરે. સદ્ વિચાર વડે, ગવડે, ભક્તિ વડે અને એવાજ બીજા ધર્મના વિધવિધ માર્ગ વડે આ ખાણને બેદી સમગ્ર સંપત્તિ પ્રાપ્ત કરે. કમત. (લેખક-જયસિંહ પ્રેમાભાઈ કપડવણજ.) ખરેખર જગત પડઘા જેવું છે. આપણે જેને સ્વર કહીએ છીએ તેને જ પડશે પડે છે. પ્રેમના શબ્દ બોલતાં તેને પડઘે આપણે સાંભળીએ છીએ, તેમજ કોઈને શબ્દ બોલતા કોઈને પડઘો સંભળાય છે. જો તમે તીરસ્કારની દ્રષ્ટીથી જુએ છે તો તમારા હતી પણ તેવી જ દ્રષ્ટી અન્યની હોય છે. જગતમાં કેવળ તમારા શબ્દો જ પડો નથી પડતો પણ તમારા વિચાર તેમજ વર્તનને પણ તેમાં પડઘે પડે છે. મનુષ્યોને મોટા ભાગ એમ માને છે કે કોઇ પણું મનુષ્ય આપણને દુઃખ ઉપજાવે છે તેમાં આપણે નીમીત હતા નથી પણ જે મનુષ્ય આપણને ઉપજાવે છે તેથી તે દોષીત છે; પશુ આમ માનવુ ભુલ - રેલું છે. ખરેખર રીતે તો કોઈપણ દ્વારા દુઃખ કે હાની ઉત્પન્ન થાય તેમાં મુખ્યત્વે તો આ પણે જ કારણભુત છીએ અને તેવા કારણને લઈને જ આપણને કારણભુત કહી શકાય. ખરેખર તો આપણી જ કૃતિથી આપણને દુઃખ કે કાની પ્રાપ્ત થાય છે. આમ છે માટે જે તમારે સુખ મેળવવું હોય તે જગતમાં અન્યને સુખ થાય તેવાં કૃત્ય કરો. તમે દુઃખ, ભય, શેકના વિકારોને જગતમાં પ્રસારી સુખ, નીર્ભયતા, આનંદની ઇચ્છા જગત પાસેથી રાખો એ છે. તમે કૃતિથી, વાણથી, વિચારથી જગતમાં જે જે પ્રસારશે તેને પડશે પડશે. નીરંતર તમારી કૃતિમાં, વાણુમાં અને વિચારમાં આનંદ, નિર્ભયતા, જ્ઞાન વગેરેના વિચારોને પ્રસારે તો જ્યાં ત્યાં તમને તેના પડઘા સંભળાશે. જો તમે મધુતાના, ઉ. તાના, સુખના, શાન્તિના, અસ્પૃદયના ઈચ્છક હો તો તમારી કૃતિ, વિચાર અને વાણીથી તે વસ્તુઓને પ્રસાર, જેવી કૃતિ તમે કરે છે તેવી પ્રતિ ઉત્તરમાં સંભળાય છે. તમારી દુઃખમય સ્થિતિ માટે બીજા કોઈને કારણે રૂ૫ ન જારો પશું તમે પોતે તેના કારણભૂત છે એમ માનો. તમે દુઃખમય સ્થિતિમાં છે તેથી કંટાળો નહિ. તમે તમારી કૃતિથી વાણી અને વિચારથી શુભ પ્રકૃતિને આદરે તેથી તેના પડઘા તમને તેવા સંભલાશે વાણુથી જ સુખને વિચાર કર્યાથી અને કૃતિ અને વિચારને વેગળા મુકવાથી એમાંનું કાંઈ પ્રાપ્ત થશે નહિ. જ્યારે ત્રણેનું સંમેલન થશે ત્યારે વસ્તુ સિદ્ધિ યથાર્થ રીતે સીહ થશે. વાણુથી કાંઈ કરશે તે વા જેટલું જ પડશે તમને સંભળાશે. તમને સુખ આપનાર તમારા વડીલ કે સગા સંબંધી કે અમુક વર્તનવાળી સ્ત્રી કે અનુકુળ વર્તનવાળા ચાકરો છે એમ નહિ પણ તમે જે ધારો તે તમારા શત્રુ વિગેરે કનેથી પણ સુખને જ પામી શકે તેમ છે. કારણ મૂળ હેતુ તે સુખને તમેજ ઉત્પન્ન કરી
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy