SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવાજોગ વર્તમાન, ચાલુ માસ અનેક સ્થળે ઓચ્છવ-મહોત્સવમાં અને તેવાજ બીજા શુભ ક્રા પસાર થયો છે અને સુપ્રસિદ્ધ દાનેશ્વરી શેઠ મનસુખભાઇને ત્યાં શેઠ માણેકલાલભાઈના લગ્ન પ્રસંગે તેઓશ્રીને ત્યાં ઉજમણાની રચના ઉત્તમ પ્રકારની કરવામાં આવી હતી. વરાડા વગેરેન ઠાઠ અને લોકની મેદની બહુજ હતી. આસપાસના ગામના અને શેઠશ્રીના જાણીતા સંબંધીઓ સારી સંખ્યામાં પધાર્યા હતા. શેઠશ્રી તરફથી નાકારસી અને જમણા થયાં હતાં તથા અષ્ટાતરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું તથા જુદે જુદે ઉપાશ્રયે ઉપધાન ક્રિયા ચાલતી હતી જે પૂર્ણ થવાથી માળ પહેરવાના વરધોડા જુદે જુદે દીવસે ચડ્યા હતા._ " પેથાપુર મધ્યે–આવન જીનાલયના દેરાસરની પ્રતિષ્ઠા સારી ધામધુમ પૂર્વક થઇ છે. ઉપજ રૂ. ૨૨૦૦૦ જેટલી થઈ છે. ૮ તાકાસીઓ થઈ હતી. ત્યાર બાદ શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈના મરણાર્થે તેમના તેહીઓએ પેથાપુરમાં એક કેળવણીને ઉત્તેજન આપનાર સંસ્થા ખેલવા દંડ કરેલ જેમાં લગભગ રૂ. ૨૫૦૦૦) થયેલા છે તે ફંડ તરફથી-પેથાપર શેઠ મનસુખભાઈ ભગુભાઈ એંગ્લો વર્નાક્યુલર સ્કુલ ખોલવામાં આવી છે. ત્યાર બાદ થોડાજ દીવસમાં ચાગનિષ્ઠ શ્રીમદ્ મુની મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજને આચાર્ય પદવી આ પવાને મહાત્સવ ત્યાંના સધે ઘણી ધામધુમ પૂર્વક કર્યો છે જે પ્રસંગે પણ એ નાકારસીઓ અને પ્રભાવનાઓ થઈ હતી. આજ રીતે અન્ય કેટલાક સ્થલેએ ઉપાધ્યાય-પ્રર્વત્તક-પન્યાસાદિ પઢીઓ આપવાની શુભ ક્રિયાઓ થઈ છે. આ માસમાં જૈન ઍડવોકેટ ” નામે એક અઠવાડીકપત્ર અત્રેથી પ્રગટ થયું છે. આબુજી જૈન મંદિરમાં યુરોપીઅને વીઝીટરોને ચામડાના બુટ બદલી તેને બદલે કેનવાસના સ્લીપર પહેરીને દાખલ થવાની બહાલી હિંદી સરકારે આપી છે. દાની સ્ત્રી:-પ્રયાગની એક કાયસ્થ સ્ત્રીએ પોતાની જ્ઞાતિમાં વિધા પ્રચાર માટે રૂ. પાંચ લાખનું દાન કર્યું છે. ભેટ આપવાની છે. રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી “ જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ' નામના પુસ્તકની ૩૦૦ નકલે, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મુનિ મહારાજેને પોતાના ટપાલ ખરચથી ભેટ આપવા માટે અમને મળી છે માટે જેમને જોઇએ તેઓએ નીચેના સ્થળેથી પોસ્ટ કાર્ડ લખી મંગાવી લેવી. ઉપરની ચાપડીની બીજી આવૃત્તિની ૧૦૦૦) નકલ રા. રા. શેઠ જેમનાદાસ જેઠાભાઈ તરફથી અત્ર શહેરમાં યોગ્ય સ્થળે મફત વહેંચવા માટે અમને મળી છે તે ખાતર શ્રીયુત શેઠને ધન્યવાદ ધટે છે. વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા.” છે. નાગારીસરાહ–અમદાવા
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy