SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપભા. *- - v= vvv - ઉપર પ્રમાણે નક્કી કર્યા પછી રામે ઘેર ગયો. રવીવાર આવ્યું ને શેઠને હજામત કરાવવાની એટલે રામો સવારમાં બગલમાં કથળી મારી મેડા ઉપર ચઢ. શીયાળાને દીવસ અને શેઠ, એટલે ટાઢ વાયજ. વાતે અગાશીમાં ગયા. શેઠે ઝીણું ધોતીયું એાઢયું અને હજામત કરાવવા બેઠા. રામે આજે પાંચસે પીછા મળવાના છે તેના વિચારમાં જ નીચે બેઠે. કોથળી છોડી, અંદરથી પથરી ને અ કાર અને અસ્ત્ર ઘસવા માંડયું. વચમાં પાણી લે અને અસ્ત્રાને ઘસે. આ વખતે શેઠના મુખમાંથી મહાત્માએ કહેલી કડી નીકળી. * ધસત ધસત તુમ હેત ઘસત છે. ” રામાએ જાણ્યું કે મહારા વિષે કહે છે તેથી એને મકલાત મકલાત ઘસવા જ લાગે. હાથનાં આંગળા ઉપર ધારને તપાસે ને અસ્ત્રાને ઘસે, વચમાં થોડું પાણી પણ લે એટલે શેઠે આગળ ચલાવ્યું ધસત ધસત તુમ હેત ઘસત હૈ, ઘસત લે કર પાણી; કીસ કારણ તુમ હેત ઘસત છે.” આ શબ્દ સાંભળીને રામાનાં તે હાંજા ગગડી ગયા. તે વિચારવા લાગ્યો એ શેડ શું કહે છે? રખેને વાત જાણી ગયા હોય. મકારા તે રૂપીઆના રૂપીઆ જશે ને છોકરાં વિના કારણે ભૂખે મરશે. છે માટે શેઠ, ઓ તેમાં વળી દરબાર સરકારમાં લાગ વગવાળ ! રખેને મામાની કોટડીમાં પુરાવે નહિ ! ત્યાંતે શેઠે ગાન વધાર્યુંજ તે – ઘસતા ઘસત તુમ હેત ઘસત હૈ, ઘસત લેકર પાણી; કીસ કારણ તુમ બહેત ઘસત હૈ, એહી વાત મેં જાણી; રામા ! એહી વાત મેં જાણી.” બિચારા રામાના હાથમાંથી અો ને પથરી ભેંય પડી ગયાં. આખા શરીરે થરથર ધ્રુજવા લાગે અને બેજ “બાપજી ! એમાં હારે શું? હેટી શેઠાણીએ પાંચશે રૂપીઆ આપવાના કર્યા હતા તેથી હું લલચા, પણ હું શું જાણે કે તમે તે જાણતા હશે? બાપજી ફરીથી હું કદી આવું કરીશ નહિ? મને સરકારમાં લઈ જશે? કહેતા હો તે શેઠાણીને પણ પુછાવું?” શેઠે ઠાવકું હે રાખી બધું સાંભળ્યું. મનમાં સમજ્યા કે કોઈ ગોટાળે છે. શેઠાણીનું નામ આવ્યું એટલે વધારે હેમે ભરાયા અને ઘણું વધારે ચાંપવા વિચાર કર્યો. અને મનની વાત મનમાં જ રાખી બોલ્યા: બેલ, હરામખેર ! શું છે આ બધું? કહીદે સાચે સાચું નહિ તે બોલાવું છું. પટાવાળાને ? - અમે ગભરાય. જે વાત બની હતી તે અથથી ઇતિ સુધી કીધી અને શેઠને કરગરી પશે. શેઠને દયા આવી અને જવા દીધો પણ સાથે ધમકી પણ આપી કે આવું કામ કદી પણ કરવું નહિ. પિતાનામાં શેઠે વિચાર કર્યો કે “વાહ ભાઈ, વાહ ! શું મહાત્માની કૃપા ! તેમના એક એક શબ્દમાં શું રહસ્ય રહેલું છે? જે તે મહાત્માના શબ્દો મેં સાંભ
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy