SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૮ બુદ્ધિપભા. સહાયની અપેક્ષા રાખવાની જરૂર નથી. તેવા મનુષ્ય અને મનુષ્યની મદદની વાટ જેવી નહિ. યથાર્થ ઉધાગી મનુષ્ય અમુક મારી મદદમાં આવે તોજ મારાથી ફલાણું કાર્ય સિદ્ધ થાય તેવો વિચાર પણ કરવો નહિ. તમારે અન્યના આશ્રયની જરૂર નથી. તમે તમારા સામર્થનું જાણપણું પૂર્ણ રીતે ન હોવાથીજ તમને આશ્રય લેવા વૃત્તિ થાય છે. તમારા સામર્થ્યને જાણો પછી તમે એકલાજ ગમે તે કાર્ય કરી શકવા સમર્થ છો. તમારામાં રહેલ શક્તિઓને જાગ્રત કરો તે કરનાર પણ કેવલ તમે જ છો. તમારે દ્રઢપણે માનવું કે પ્રત્યેક કાર્ય કરવાનું સામર્થ્ય તમારામાં રહેલ છે. આમ માની પ્રત્યેક કાર્ય કરવામાં ઉત્સાહથી આગળ વધે. તમે જે કાર્ય કરવા ધારે તે અવશ્ય કરી શકશો. બદ્ધાપૂર્વક માની કાર્ય કરવા આરંભ કરો. કાર્યની સિદ્ધિને અર્થે પ્રત્યેક ક્ષણે મનુષ્ય આગળ ને આગળ વધ્યા જવું. કોઈ પણ પ્રકારની શંકાને મનમાં સ્થાન આપવું નહિ. ઘણુ મનુષ્ય કાર્ય કરવામાં આગળ ન વધતાં શંકા અને ભયને ધરી વારંવાર પાછુ જુએ છે અને આમ થતાં કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી. માને કે એક દોડવાની સરત રમાય છે. હવે જે એ દોડે છે તેઓ જે પાછું વળી જુએ તે પાછળ પડી જાય છે. તેમજ કાર્યમાં જેઓ પાછું વળીને જુએ અર્થાત શંકાને સ્થાન આપે તેઓ કાર્ય સિદ્ધિ કરી શકતા નથી માટે આગળ ને આગળ વધે. ભય, વિપત્તિ કે વિઘના વિચારને ન કરે. વિઘ આવે તેને મારી હડાવવું એજ મનુષ્યને ગ્ય છે. વિદ્યા અને વિપત્તિ કરતાં તમારામાં વિષેશ બળ છે એમ સમજી તેમને તમારા ઉપર ન ચઢી બેસવા દેતાં તમો તેમના ઉપર ચઢી બેસે. આવે વખતે વૈર્ય રાખી તમારા કાર્યમાં આગળ ને આગળ વધે. માનીએ જે પ્રયત્નમાં પાછળ ડેકી કર્યો હોત તો શું તારના દેરડા વિનાના સંદેશાની વિધા અસ્તીત્વમાં આવી હતી કે? વિજયની દિશા આગળ છે. પરાજયની દિશા પાછળની છે. ઉદયની દિશા પૂર્વની છે. અસ્તની દિશા પશ્ચિબની છે. વિજય ઇડછી આગળ ને આગળ જવું. નેત્ર આગળ છે પણ બોચીએ નથી માટે આગળ ને આગળ જુઓ. પાછળ વાળી જેવું એ વિજયથી પાછા પડવાનું છે. લડાઈમાં સો ભેગાએજ લડાય છે. અને જે પીઠ ફેરવે છે તેઓ જરૂર પરાજય પામે છે. કદાચ પાછા હઠવાની જરૂર છે તેવા પ્રસંગે બે... સામે મોટેજ પાછા લંડ પણ પીઠ ફેરવતા નથી. તેમજ તમે આગળ ને આગજ દ્રષ્ટિ રાખો. આજ કાલ મનુષ્યો કેટલાંક કાર્ય કરવા પહેલાં વિઘના વિચારને કરે છે તેથી અનેક કાર્યો તે કરી શકતાં નથી. કાર્યને આદર, વિઘને મારી હઠાવો, તમે એકલા જ અનંત બળવાળા છે. તમો ધારો તે કાર્ય પાર પાડી શકશે. આમ છે ત્યારે એને એકલો જ મનુષ્ય મહત્વના કાર્ય પાર પાડી શકે તેમ છે. પુસ્તક પર પ્રેમ-જે મનુષ્ય પુસ્તકો પર પ્રેમ કરે છે તેને વિશ્વાસુ મિત્રોની, હિતકર ઉપદેશકની, આનંદી સંબંધીઓની અને શાંત્વન કરનાર પુરૂની કદી પણ જરૂર પડતી નથી, પુસ્તકોના અભ્યાસથી, વાંચનથી અને મનનથી સર્વ કાળમાં, સર્વ અવસ્થામાં દરેક મનુષ્યને તેના વડે પિતાનું મનોરંજન કરવાનું બની શકે છે. ( Bery) જે મને હિંદુસ્થાનની સંપત્તિ આપવાને કોઈ કહે તે પણ હું મારો વાંચનને છંદ કોઈને આપું નહિ. ( Giban )
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy