________________
૨૬૮
તે
બુદ્ધિપ્રભા. दंपती जोडु. (લે. પાનાચંદ જેચંદ મુંબાઈ.)
(ગજલ). સંસારે સુખ દુમાં, પતિ પત્નિ સદા સ્નેહી; રહે સમભાવમાં સાથે, પૂરણ પુજે મળે છે. શુભાશુભ કર્મના લીધે, જીવન શાતા અશાતામાં; નચાવે દેવ શું કરવું, પુરણ પુજે મળે છે. પતિ નહિ અન્ય પત્નિથી, સતિ પણ તિમહીજ ધારે; વહે છત્તિ સદા ધર્મ, પુરણ પુજે મળે જ. ઉંબર રાણા હતા કુશ, સતિ મયણુત સ્વામિ, કસોટી હેમની કીધી, પુરણ પુજો મળે છે. મહિયારી વેશને ધારી, પતિને અને મેળવવા; સુખી તે જેટલું જગમાં, પુરણ પુજે મળે છે. સુધારે કંતને નારી, સુધારે કંત નારીને; વિશયવાછ કરે અળગી, પુરણ પુજે મળે છે. વિજયવિજયા અચળ કિર્તી, મનોબળ જેહનું જબરૂ; ઈચ્છિત વસ્તુ મળે ક્ષણમાં, પુરણ પુજે મળે જે.
૬
૭
माध्यमिक केळवणी.
(અનુસંધાન ગત અંક ૬ ના પાને ૧૨ મે થી.)
(લેખક એક શિક્ષક-ગેધાવી.) A man who takes up any-pursuit without knowing what advances others have made in it works at a great disadvantage.
De Quincey. ડી કવીન્સી કહે છે કે “અન્ય મનુષ્યોએ તે વિષયમાં કેટલી પ્રગતિ કરી છે તે જાણ્યા વિના જે મનુષ્ય કોઈ પણ કામ માથે લે છે તેને ઘણો ગેરલાભ થાય છે.”
દરેક ધંધાદારીએ પોતાના ધંધામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તે ધંધામાં જે મહાન સુધારકો અને વિદ્વાને થયા હોય તેમના વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેઓએ પોતાના ધંધામાં જમાનાથી જે પ્રગતિ અથવા સુધારા વધારા થયા હોય તે વિષે માહિતિ મેળવવી જોઈએ. જ્યારે પ્રસ્તુત સત્ય દરેક ધંધાદારીને લાગુ પડે છે તો પછી શિક્ષણુને ધંધે જેમાં પક્ષ વસ્તુ જે વિદ્યાર્થીના મન સાથે શિક્ષકને સંબંધ છે એવા અગત્યના વિષયમાં તે તે ખાસ આવશ્યક થઈ પડે છે. શિક્ષણને અભ્યાસ ન કરેલ હોવાથી તે વિષયનાં મૂળતત્વના જ્ઞાનના અભાવે અશિક્ષિત untrained શિક્ષકની દષ્ટિ ટુંકી થઈ જાય છે. તે નજીવી બાબતને પ્રાધાન્ય આપે છે અને તેનું પરિણામ એ થાય છે કે અગત્યની બાબત રહી જાય છે. અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના અભાવે તે ગ્રેડમાં પડે છે અને તેનું શિક્ષણ યાંત્રિક અને