________________
સ્વતંત્રતા,
૨૫૫ છીએ. એક જ માર્ગ છે તો પણ તેમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અગર બંધ વધારવા એ મનુષ્યના હાથમાં જ છે. માર્ગ તે ખરેખર સ્વતંત્રતા અર્પવાને આજ રચાયેલ છે પણ તેને યથાર્થે ઉપયોગ ન કરી શક્તા મનુષ્ય બંધને જ વધારે છે. બંધ કે સ્વતંત્રતા એ બેમાંથી એક પણ પિતાની મેળે આવી તે મનુષ્યને પ્રાપ્ત થતાં નથી. મનુષ્ય જેને આવકાર આપે છે તે તેને મળે છે. મનુષ્યને બંધન અનાયાસે આવી મળતું નથી પ જે તેનું ગ્રહણ કરે છે. તેને જ તે મળે છે. મનુષ્ય જન્મ સ્વતંત્રતા મેળવવા મળે છે. પણ તે ન જાણતાં તેને ન જાગ્રતમાં રાખતાં મનુષ્ય તેને મેળવી શકતું નથી. મનુષ્ય નિરંતર બંધનને જ આવકાર આપેલ છે અને તેથી બંધનમાં જ તે પડી રહે છે. આપણે
છવ છીએ માટે આપણે બંધન હાવાં જ જોઈએ” એ માનવું ભૂલભરેલ છે. હા એ તો સત્યજ છે કે આપણને કરૂપી બંધન છે પણ તેને છોડવાને આપણે સમર્થ છીએ. બાકી આવા વિચારને લઈને જ મનુષ્ય બંધન વધારતા જાય છે. જેવાકે—આપણે બંધનમાં જન્મીએ છીએ અને બંધનમાં જ ભરવાના, એવા આપણે કયાંથી સુકૃત કે આપણે તેને તેડી શકીએ. મેટા મેટા મહારમાં જનેને બંધન હોય તે આપણે કોણ માત્ર ! આમ સ્વીકારવું એ તો તદન ખોટું જ છે ને કૃત્ય કરીએ છીએ તે આપણે જ કરીએ છીએ એટલે કે સારા કૃત્ય કરવાને પશું આપણે જ સમર્થ છીએ તે પછી આપણાં એવાં કયાંથી સુકૃત કે આપણે બંધનને તોડીએ એ શું માનવા લાયક કહી શકાય. બીલકુલજ નહિ. પિતે બંધનને લાયક છે એમ દઢપણે અંતરથી માનીને જ મનુષ્ય નિરંતર વધુને વધુ બંધનને પ્રાપ્ત થાય છે. મનુષ્ય પિતાના મનની દુર્બળતાને લઈને જ બંધનને પાપ્ત થાય છે જ્યારે બળવાન અને આગ્રહી મનવાળા તે સ્વતંત્રતાનેજ મેળવવા પ્રયત્ન કરે છે. જે બળવાન છે તેજ પાર પાડી શકે છે. દાખલા તરીકે કાગળની હોડીથી કાંઈ નદી પાર ઉતરાય નહિ પણ લાકડાની હોડી તે કામ પાર પાડે તેમજ મનને જે કાગળ જેવું નિર્બળ રાખવામાં આવે તે યથેચ્છ સિદ્ધિ થાય નહિ પણ જ્યારે તેને લાકડાના જેવું કઠણ, બળવાન, વજી જેવું બનાવવામાં આવે ત્યારે જ યથેચ્છ લાભ મેળવી શકાય. માટીના વાસણમાં જેમ સિંહણનું દુધ ટકતું નથી તેમ નિર્મળ મનમાં સ્વતંત્રતા મેળવવાની શક્તિ ટકી શકતી નથી. .
અમુક પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થતાં ગ્લાની, ખેદ, દુઃખ ઇત્યાદિક જે તેઓ ધરે છે તેઓ નિબળા મનના જ હોય છે. દુર્બળ અંતઃકરણ મનુષ્પાજ-ભય, શેક, ચિન્તા, ક્રોધ, વિકાર, પ વિગેરેને ધારણ કરે છે અને તેથી જ બંધનને પ્રાપ્ત થાય છે. બળવાન અંતઃકરણવાળાને આમાંનું કશું થતું નથી અને તેથી તેજ બંધન રોકવા અને તોડવાને જ સ્વતંત્રતા મેળવવા સમર્થ થઈ શકે છે.
જે અંતઃકરણ વારંવાર શુદ્ર પ્રસંગથી પણ શોક, મોહ, ભય, ચિન્તા, ક્રોધ, અયા, ઇડ્યાં વિગેરે વિકારોને ધારણ કરે છે તે મનુષ્યજ તેથી બંધનને મેળવે છે. ઉપર્યુકત વિચારોજ અંતઃકરણના બંધન છે. આવા વિકારવાળા અંતઃકરણની સ્થિતિ દુર્બળ મન કહી શકાય. - દુર્બળ મનને લઈને બંધન વધે છે અને જેમ જેમ બંધન વધતા જાય છે તેમ તેમ તેઓની સ્થિતિમાં મુકાતો જાય છે કે બંધનજ વધ્યાં જાય અને તેમ તેમ તેનું મન પણ અધીક દુર્બળ થતું જાય છે અને આપણે તે સ્વતંત્રતાના ઇચ્છુક છીએ માટે આપણું અંત:કરણે બેળ ન કરવું અને દુબળ ન બને એવી સાવધાનતા રાખવી. અંતઃકરણ જેમ સ્વતંત્ર રહે છે તેમ પ્રસન્ન રહે છે તેથી તે વિશાળ દષ્ટિવાળું બનતું જાય છે. બળ