SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ બુદ્ધિપ્રભા. શરૂઆતમાં એ રીતે રૂ. ૧૫૦૦૦૦) ની થાપણું ઉપર આપણે રૂ. ૩૮૦૦૦) ને ન મેળવી શકીએ અને બીજે વર્ષે જ્યારે ઢેરો લેવાની જરૂર ન પડે તેમજ બીજ ઢોરે વેચાય તેની ઉપજ થવા લાગે તેથી દર વર્ષે ઉપજમાં વધારો થાય તેમાં પણ શક નથી. વળી આ જે આંકડે અત્રે રજુ કરવામાં આવ્યું તે તમામ બહુ જ વધારેમાં વધારે પ્રમા માં હિસાબ રજુ કરીને મુકવામાં આવ્યો છે. જેથી ૧૫૦૦૦૦ ની થાપણ ઉપર ૪૦૦૦૦) રૂપીઆ વાર્ષીક ન થવાને દેખીતી રીતે સંભવ છે. વળી કાઠીઆવાડમાં ગીર, પ્રદેશ કે જેણે દુષ્કાળના છેલ્લા વર્ષમાં મુંબઈ ઈલાકાને ઘાસ પુરું પાડેલું છે તે દેશમાં જે આવું ફાર્મ ખેલવામાં આવ્યું હોય તો ઘાસચારો અને પાણી તથા નેકર, માણસે બહુજ સસ્તા મળે અને રૂ. ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ ન થાય, કારણ કે ગીરમાં ઘાસચારો અને પાણું પુષ્કળ મળે છે. ગુજરાતમાં વડોદરા, ડાકોર, ધરમપુર, વાંસદા વિગેરે સ્થળે પણ ઘાસની પુરી છુટ છે. . ' જેવી રીતે નામદાર ગવર્નર લોર્ડ વેલીંગ્ટન સાહેબ બહાદુરે આ અગત્યની જના હાથ ધરેલી છે તેવી રીતે પિત પિતાના રાજ્યની આબાદી માટે દરેક કેળવાયેલા રાજ્ય કર્તાઓએ પણ આ સવાલ અગત્યને ગણું પિતાના રાજ્ય તરફથી આવાં કેટલ ફાર્મ ઉઘાડવાની ખાસ જરૂર છે. મારા આસી. મેનેજર રા. ર. છગનલાલ વિ. પરમાનંદદાસ નાણાવટી કે જેઓ બે વર્ષ ઉપર સ્વ. જુનાગઢમાં ડીસ્ત્રીકટ વેટરનરી ઓફીસર તરીકે કામ કરતા હતા તેઓના કહેવા ઉપરથી જણાય છે કે સ્વ. જુનાગઢના નામદાર એડમીનીસ્ટ્રેટર બહાદુર મી. એચ. ડી. રેન્ડેલ સાહેબે પણ આવું ખાતું જુનાગઢ રાજ્યમાં ખોલ્યું હતું કે જેના ઉપર દેખરેખ રાખવા માટે એક વેટરનરી સર્જનને ખાસ બહાલ કરવામાં આવ્યા હતા. મતલબ એ રીતે તે રાજ્યમાં કંટલ કંમ્પની પેજના છેલ્લા બે ત્રણ વર્ષથી રારૂ થઈ છે. તેવી જ રીતે બીજા દેશી રાજ્યો તેમજ શ્રીમંત પ્રહસ્થોની મોટી યોજનાથી માંડી એક એક સાધારણ ગ્રહસ્થની થોડી મુડીના વેપારમાં પણ ઘણો ફાયદો થાય તે કોઈ પણ રીતે અવાસ્તવિક નથી. મતલબ આ દેખીતા નશાવાળા વેપારને લાભ દેશના જુદા જુદા શહેરોથી માંડી ન્હાનાં ગામડાંવાળાઓએ પણ લેવો જોઈએ. છેવટે ખેતીવાડીની ખીલવણ અર્થે તેમજ ભેળસેળવાળાં દુધ, ઘીથી તંદુરસ્તી બગડવાને જે ભય છે તેમાંથી દેશના વતનીઓને બચાવી લેવા અર્થે અને ગરીબ બીચારાં નિર્દોષ અને નિરાધાર ઉપકારી પ્રાણુઓના રક્ષણ અર્થે દયાળુ રાજ્યકર્તાઓ, શ્રીમંત શેઠીઆઓ, અને સાધારણ સ્થિતિવાળા રહો આ વાત ધ્યાનમાં લઈ તેને અમલ કરવામાં પાછી પાની ભરશે નહિ એવી આશા સાથે આ નિબંધ સમાપ્ત કરવા રજા લઉં છું. ૩૦૮ શ્રાફ બજાર, મુંબઈ નં. ૨ ) લલુભાઈ ગુલાબચંદ ઝવેરી. શ્રી જીવદયા જ્ઞાન પ્રચારક ફંડ - એન. મેનેજર. - તા. ૧-૧૦-૧૩. 5 શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડ-મુંબઈ કોઈને દુઃખી જોઈ આપણે દુઃખી નહિ થવું, પણ બેને દુઃખમાંથી બચાવાને માટે પ્રયત્ન કર જે પુત્રને મહાન અને સગુણી બનાવવા હોય તે પ્રથમ માબાપે ઉત્તમ અને સટ્ટટણી બનવું જોઈએ, કારણ કે બાળકોમાં અનુકરણીય ગુણ શ્રેષ્ઠ પદ ભોગવે છે.
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy