SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ aava ta પરદારા મન. પરલારા ગમન. ૨૩૧મ { લેખકઃ--- - શાહ દલસુખભાઇ ગિરધરલાલ માણેકપુરવાળા, પાલીતાણા. ) ( અનુસધાન એક ત્રીજાના પૃષ્ટ ૮૮ થી. श्लोक लंकेश्वरो जनक जाहरेन वाली । तारापहारकतयाप्यथ कीचकाख्यः || पांचालिका ग्रहणतो निद्यनं जगाम । तचेतसपि परदाररर्ति न कांत् ॥ ७ ॥ ભાવાર્થ:~~~~શ્વર એટલે રાવણરાજાનું કુટુંબ જનકરાજાની પુત્રી સીતાનું હરણ કરવાથી નાશ પામ્યું, તારાની અભિલાષાથી વાલીનું મરણ થયું, ડૈપદીની ઈચ્છાથી કિચર, બધુ વર્ગ સહિત નાશ પામ્યા માટે પરદારા ગમનની ઇચ્છા કરવી નહિં ( ૭ ) બન્ધુએ! ! પરારાથી પ્રીત કરવાના લીધે પૈસાની ખુવારી, શરીરને ભયંકર હાની, ધર્મના નાશ, આબરૂમાં ખામી તથા અકાળ મૃત્યુ વિગેરે ભયંકર દુઃખા આવી પડે છે, તે ખમવા છતાં પણ તેના પાસમાં સપડાયેલા કુટિલ મનુષ્યાધી તે નીમત્ કપટયુક્ત ભાષા જાલ મુકી શકાતી નથી. તે તેવા મનુષ્યોને શરમાવા જેવું છે. ગમે તેવું પેાતાનું નિર્મલ ચારિત્ર અને સત્કૃત્યોમાં પ્રેમીપણું હાય છે, પરંતુ જ્યારથી તે પરસ્ત્રીના સંગના રસિક થાય છે ત્યારે તે સર્વ ગૂલી જઈ અવળા માર્ગે પર્યટન કર્યા સિવાય રહેતા નથી તેથીજ જ્ઞાની પુરૂષએ પરદારા સંગતે સર્વ દુ:ખાના મુળરૂપ જાણી બહિષ્કાર કરવાને સદુપદેશ આપેલે છે. પરસ્ત્રીના સેવનથી નિચવ બુદ્ધિ પ્રાપ્ત યતાં તુરત સદ્ગુદ્ધિ, સંત સમાગમ, ધર્મપર પ્રીતિ તથા શુભ કામે કરવાં એ સધળુ નાશ પામે છે જેથી મા ભવમાં પણુ સ્થિરતાને પ્રાપ્ત થતા નથી અને અન્ય ભવામાં એ અનેકવાર તિર્યંચાદિકને પ્રાપ્ત થતાં અત્યંત કષ્ટો ભાગવવાને લીધે શાન્તિ મેળવી શકતા નથી. પોતાના મતને માંકડારૂપ બનાવી અસ્થિર-ચચળ માયામાં ગમન કરવાને દરે છે. છતાં પશુ ઇન્દ્રિયાને દુષ્ટ માર્ગે તૃપ્તિ મળતી નથી જેથી વારંવાર લલચાતા થકા જનસમાજમાં નિદાને પ્રાપ્ત થઈ ઉન્નતિ ક્રમના કાર્યમાં તેનું તે અપલક્ષણ વિધરૂપ થઇ પડે છે. અગાઉ કરેલાં સારાં કામેાની પ્રતિષ્ટા નાશ પામે છે, અને ભવિષ્યમાં આશા રખાતી નથી. આળસરૂપી દુશ્મનને વશ થઇ નાળાને પામે છે, તથા રાજ્યદંડ, લાજ, ભયદડ અને યમદંડના સખ્ત પ્રહારો ખમવા પડે છે; છતાં વ્યભિચારની ઇચ્છા રાખી તે કામમાં આનંદ માનવે તે મેટી અજ્ઞાનતાની વાત છે. સ્વદારા અને પરદારા વસ્તુ સ્વભાવે એકજ છે. કર્મ પ્રમાણે વિવિધ જાતિ પુદ્ગલા ઉત્પન્ન થયેલાં છે. છતાં એકમાં અભાવ અને ખીજામાં મેગ્યતાર્શક પ્રેમ રાખવા તે મૂર્ખ મનુષ્યને દુર્ગતિમાં જવાનું અને દુઃખાધિમાં ડુબવાનુ જ લક્ષણ છે. આ ઉપર પ્રસંગોપાત અત્રે એક ટુંક દૃષ્ટાંત જણાવવામાં આવે છે કેઃ— એક રાન્ન ઘણા વિષયાસક્ત હતા, તેને ઘણી રાણીઓ છતાં પેાતાની નીચે દાનત એક પ્રધાનની સુંદરી તરફ ખેચાઇ. આ કારણને ઉદ્દેશીને પ્રધાનને મુસાફરી મેાફલ્યે, પછી
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy