SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષેધપત્ર. આરેપ કરીને આનંદમાં મગ્ન યા. હૃદય હૃદયને પારખી મળતું કરવું વાત” હૃદય હ્રદયના મેળમાં અધિક યોગ્ય છે. પાત્ર! આર્ય !!! આકાશમાંથી ઈન્દ્ર અધઃ આવે તાપણુ આત્માને પ્રિયરૂપ કર્યા વિના સુખ મળે નહિ. દેખતે જો આંખ મીચીને ચાલે તે! કાને કહેવું. જે દુઃખે! કલ્પવામાં આવ્યાં છે તેમાં પેાતાની ભુલ છે. મેહથી મુંઝાખેલા મનુષ્ય પાતાના મનની સ્થિતિથી અન્ય વસ્તુઓમાં દુ:ખ કલ્પી લે છે વા સુખ કલ્પી લે છે. હું આર્ય ! શ્રીમદ્ વીર પ્રભુના વચનેને શ્રદ્ધાથી ભાવ અને આત્માને નિશંગરૂપ ભાવ. મને કાઈ ચિન્તાની અસર થઇ શકે નહિ. મારા શરીરમાંથી રાગના પરમાણુએ ચાલ્પા જાય છે અને મારૂં શરીર પૂર્ણ આરગ્યતાવાળુ થાય છે એમ એક ક્લાક પર્યન્ત પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ઉત્સા હથી ભાવના ભાવ. આ પ્રમાણે હૃદય સંકલ્પ બળથી ભાવના ભાવીને પોતાના મનને અને શરીરને અખાધ દશામાં મૂકીને આગળને માર્ગ ગ્રહણ કર. હે આત્મન ! આર્ય ! હારૂં ભવિષ્ય તુ ધારે છે તેના કરતાં અન્ય ઘણી રીતે ચળકતું છે. પેાતાના આત્માને જેવી સ્થિતિમાં મુકવા હોય તે પોતાના હાથમાં છતાં કેમ અકળાય છે ? શું ? આવાજ બધા દિવસ જશે? એવું મનમાં લાવીશ નહિ. વિવેક વિના ધણું દુ:ખ તે નકામા વિચાર કરીને બ્હારી લેવામાં આવે છે. જે જગતના સંબંધમાં રહેવાનું છે તેમાં પ્રનની દશાથી જીવન ગાળ, અન્ત॥ વિવેક શક્તિથી વિચારીશ તે હતે જે દુ:ખમય લાગે છે તેમાં દુ:ખ જણાશે નહિ. હારી આત્મશક્તિને ખીલવ. બ્હી છઠ્ઠીને અને સર્કાચાપને મતમાં પરપોટાની પેડ ક્ષણિક વિચારા કરીને આધુનિક કર્તવ્યમાં ભગ્નીસાહી ન ખત. જે જે દુઃખા પડે છે તે તે ઉત્તમ જી ગીની કસેાટીએ છે. હૃદયને કઠીન કરવું અને હૃદયને સુકામલ પણુ કરવું. દુઃખા અને ઉપાધિઓ સહન કરવાને હૃદય કરીન જોઇએ. હૃદયમાંથી સર્વ પ્રકારના ચિત્તાના વિચારા દૂર કરીને હૃદયમાં ઉત્તમ ઉત્સાહી વિચારશને ભરી દે. આર્ય ! વર્તમાનના વિચારોનું ભવિ ષ્યમાં પરાવર્તન થઇ જશે. વીર પુરૂષ! ગભરાતા નથી. હૃદયમાં જે જે વિચારા વારંવાર પ્રગટીને દંશ દેખ તનુની સ્થિતિમાં ફેરફાર કરતા હોય તે તે વિચારાને હવે રજા દો. પેસવા ન દે! એટલું લખેલું માન્ય કર ! સાક્ષર હૃદયામાં નિરાનરૂપ શુષ્કતા પ્રગટે ત્યારે જ્ઞાન પામ્યાનું કુળ શું? પેાતાના ઉત્સાહી અને સુંદર વિચારાથી પૈતાને જે સુખ મળે છે તે સુખને દુનિયાના સંબંધોથી પ્રાપ્ત કરી શકાતું નથી. કસ્તુરીમાં ગધ છે તેા તેની ખુશો પોતાની મેળે પ્રગટી નીકળવાની, ૧૪૭ કર્મનું ચક્ર વારવાર કર્યાં કરે છે. કર્મના સામે લડવાનું છે. જે કાંઇ બનાવ બને છે તેમાંથી કઇ વિચારીએ તે સારાને માટે બને છે એવું જણાશે. જાણે હું પૂર્વાવસ્થાથી નવીન સુખમય અવસ્થામાં પેટ! હું એમ દૃઢ ભાવના ભાવવી. આવી ભાવનાથી આનંદની ઝાંખી જાશે. હું આર્ય ! હારી જીંદગીને શુદ્ધ બનાવ? વીતરાગના માર્ગમાં સ્થિર થા અને આગળ વધવા પ્રયત્ન કર ? હું આર્ય ! કલ્પનાની જાળમાં હવે પ્રવેશીક્ષ નહિ. ધર્મનાં શુભ કાર્યાં કરવામાં આગેવાની ભર્યાં ભાગ લે. આર્ય! ગુરુસેવા, જગત્સેવા, ધર્મસેવા, એ અંગોનું હૃદયના ખરા ભાવથી આરાધન કર્યું કે જેથી હૃદયના મીઠા આશીર્વાદ કે જે મંત્ર, તંત્ર, જંત્રના કરતાં અમૂલ્ય ફળને આપનારા થઇ પડે. હૃદયથી લખવાનુ છે, વિશેષ શું લખું, હૃદયને વાંચનારા થા કે જેથી પોતાનું ઇષ્ટ ગ્રહી શકે. શાન્તિ હા. ધર્મ સાધન કરશે. સંવત્ ૧૯૬૮, ભાદરવા સુદિ ૧.
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy