________________
૧૭૬
બુદ્ધિપ્રભા.
રોકલાલ પીતાંબરદાસે આ પુસ્તકની ૧૨૦૦ કોપી ભેટ વહેંચાવી છે તેવી રીતે અન્ય જીવ માના હીમાયતી સગ્રુહસ્થોને તેનું અનુકરણ કરવા અમો ભલામણ કરીએ છીએ.
શ્રી ભાવનગર પાંજરાપોળને (સંવત ૧૯૬૬-૬૭-૬૮) ને વિવાર્ષિક રીપાર્ટ-આ રીપોર્ટ તેના સેક્રેટરી રા. રા.કુંવરજીભાઈ આણંદજી તરફથી અમને મલ્યો છે.
રીપોર્ટ વાંચતાં તેની વ્યવસ્થા સંતોષકારક જણાય છે. તેમાં સંખ્યાબંધ અવાચક પશુ પક્ષીઓનું કાળજીપૂર્વક સંરક્ષણ થાય છે તે જોઈ ખુશ થવા જેવું છે. સંવત ૧૯૫૬ -૭ માં આવક તેમજ ખર્ચ લગભગ સરખું થએલું છે. સંવત ૧૮૬૮ માં આવક કરતાં ખર્ચ ઘણું થયું હતું પરંતુ તે તેના કાર્ય વાહકના સ્તુત્ય પ્રયાસથી મુંબાઈ વિગેરે સ્થળોએ ટીપ વગેરે થવાથી મહા મુશીબતે પુરું થયેલું છે એમ રીપોર્ટ જોતાં જણાય છે. અને ૧૯૬૮ ની સાલમાં રૂ. ૧૫૩૦૧ ખર્ચ થએલું છે.
રા. રા. કુંવરજીભાઈ આપણી જેને કામમાં સારી લાગવગ ધરાવે છે તેમજ ત્યાંના રાજ્યમાં પણ મોટો મોભો ધરાવે છે તેમના તથા અન્ય કાર્યવાહકના શુભ પ્રસથી આ સંસ્થાના નિભાવ અથે એક લોટરી બોળવાની યોજના કરી હતી. જે લોટરીના પહેલા કાળામાંથી ખરચ ખુંટણ તથા ઇનામ વિગેરે બાદ જતાં આ પાંજરાપોળને લગભગ રૂ. ૩૨૦૦૦) જેટલી મોટી મદદ મળી છે. આને માટે તેઓના કાર્યવાહકના આવા સ્તુત્ય પ્રયાસને લીધે તેમને ઘણો ધન્યવાદ ઘટે છે. આ પાંજરાપોળને રાજ્ય તરફથી પણ અવાર નવાર સારી મદદ મળે છે. આપણું શાસ્ત્રની અંદર અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન અને અભયદાન એમ ચાર પ્રકારનાં દાન પ્રતિપાદન કરેલાં છે, તેમાં અભયદાન એ સૌથી અગ્રસ્થાને છે. આવા ખાતાઓને મદદ કરવાથી અભયદાનનું અપૂર્વ પુણ્ય હાંસીલ થાય છે. દરેક દયાળુ બંધુઓને અમે આ ખાતાને મદદ કરવા વિનવીએ છીએ. તેમજ દરેક પાંજરાપોનો વહીવટ કરનાર સહસ્થોને અમો આ રીપોર્ટ વાંચવા ભલામણ કરીએ છીએ. આ પાંજરાપોળ તરફથી એક હિંદુ - લરને વેટરનરીને અભ્યાસ કરવા માંકવવાની જે યોજના થએલી છે તે ઘણી જ સ્તુત્ય છે.
આ પાંજરાપોળના કાર્યવાહકોને વિનતિ કરીએ છીએ કે બે ચાર હિંદુ ર્કોલરોને વેટરનરીને અભ્યાસ કરાવી તેમને તેયાર કરી આપણી સમસ્ત ઇન્ડીઆની પાંજરાપિળની સ્થિતિ તપાસવા, તેમાં સુચનાઓ કરવા મોકલવાની યોગ્ય ગોઠવણ ત્યાંની પાંજરાપિળ તરફથી કરશે જેથી અત્યારે જે બિચારાં અબોલાં નિરાધાર પશુઓ કેટલેક સ્થળે બિમારીની હાડમારી ભેગવે છે તે ભોગવતાં બંધ થાય અને તેમનું સારી રીતે જતન થઈ શકે અને તે પામર પશુ પક્ષીઓને શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ.
આ પાંજરાપોળ તરફથી વખતે દુષ્કાળ પ્રસંગે સંકટ નિવારણ ફંડ વિગેરેને પણ મદદ કરવામાં આવે છે, તે ઈચ્છવા જોગ છે. આવી સંસ્થાઓ જે સાર્વજનિક હોય તે તે ઘણું સારું કામ કરી શકે છે એટલું જ નહિ પણ તેથી કરી ઘણો લાભ થઈ શકે છે એ નિઃશં. શય છે તેનો દાખલો આ પાંજરાપોળ છે. સર્વ હિંદુ ધર્મમાં દયાને તે ઉચ્ચપદ આપેલું છે. કોઈ ધર્મને સિદ્ધાંત તેની વિરૂદ્ધ નથી તો પછી આવાં ખાતાંઓમાં આપણા પાડોશીઓ ને અન્ય ધર્મના સદ્ ગૃહસ્થને સામેલ કરી કામ કરવામાં આવે છે તેઓ પણ ધ્યાના કામમાં ફાળો આપતાં શીખશે અને તેથી કરી ઘણું પામર નિરાધાર અવાચક પ્રાણીઓને આશીર્વાદ ગ્રહણ કરી શકાશે. અમો આ પાંજરાપોળની દરેક રીતે મુબારકબાદી ઇચ્છીએ છીએ.