________________
સૌંદર્ય પ્રાપ્તિના સર્વોત્તમ ઉપાય !
૧૬૯
એમાં વારવાર પ્રસન્નતાના ભાવના ઉપજાવ્યા કરા–અને જન્મથી તમને સુંદર શરીર મળ્યું હશે-તાપણ તમે વિદ્રુપ થઇ જશે.
સુંદર વસ્તુએમાં પણ દેખને શેાધનાર મનુષ્ય, સર્વત્ર તેજ જેવાના અભ્યાસથી, વિરૂપ મુખવાળાજ થાય છે, એથી ઉલટુંજ ખેડેાળ વસ્તુએ માં પણ ગુણ બુદ્ધિ ધારણ કરવાથી ગુણાનુરાગીપણું વધે છે. આ મહારા શત્રુ છે. આ તે નજરથી ટળે તેજ સા! મને રેગ થશે તે હું શું કરીશ ! અરરર્ ! અમુકને આટલી બધી દેાલત મા ! તે મ્હને કંઇજ નહિ ? હું જ આખી દુનિયામાં એકલા શ્રીમત હોઉં તે કેવું સારૂં ? આવી દ્વેષી, ને દીલગીરીભરી લાગણીઓ તથા ચિંતાઓની પરપરાએકને હૃદયમાં ધારહ્યુ કરી, અને સ્થળે સ્થળે તે સમયે સમયે અણુગમાના અપ્રિય ભાવેને પ્રકટાવનાર મનુષ્ય, ભલે સાંદર્યવાળા હોય, તાપણુ તે કાળે કરીને-અપ્રિય આન્દોલનના પ્રતાપે, કદ્રુપે ખની જાય તેમાં શું નવાઇ ?
સુંદર થવું હોય તેા મનમાંથી ખરાબ-નિચ-તુચ્છ વિચારીને કાઢી મુકીતે-સદા સર્વદા નિરંગી-સાંદર્ય અને સશીલતાનાજ વિચારો કર્યાં કરે. રાગ–ભય-ક્રોધ–આળસ“સ્વાર્થપરાયણુતા, અને વિષય લાલૂપતા, એ સાંધ્યે નાશ કરવામાં બહુજ ખેલવાન અને હશિયાર શત્રુ છે. એ બધા દુર્ગુણે, ધીમે ધીમે પોતાના અમલ વૃત્તિએ ઉપર બેસાડે છે, અને મનમાં ખરાબ વિચારો આવવા માંડતાંજ, વિચારેનું આરેાઞપર પરિણામ થવા માંડે છે, અને આરોગ્યનું સૌંદર્યપર પરિણામ થયા શિવાય રહેતુંજ નથી.
અનેક કારણોથી સાંદર્યને નારા થઇ, રોગનો પાદુર્ભાવ વળી થાય છે, મનુષ્યે સાદાસાત્મિક–ઉત્તમ અત્રને ત્યાગ કરીને, રૂચિ લાવવા સારૂ ખાધ પદાર્થાંમાં, તેલ, ખટાઇ, ભરઘું, મશાલા ભારાભાર નાંખે છે, અને પછી તે ભુખ હોય કે ન હોય પણ સ્વાદતેજ ખાતર, તે આંખો મીચીને રેગે છે. દુધને દેશવટા ચાનને ચાહ્યા. પછી ભલેને ડાકટરે કે ખીજાએ તેમાં ગમે તેટલા દોષો બતાવે! પશુ ચાહા શિવાય તે ચાલેજ નહિ ! કસરત કરવી ઠીક છે એમ જાણવા છતાં કસરત કદાપી પણ કરે નહિ, સ્વચ્છતા જીવનની જરૂરીયાતમાં જરૂરીયાત ચીજ-સ્વચ્છતા, મનને અને તને ઉત્તમ અને ઉન્નત મનાવવાના સાધનરૂપ, સ્વચ્છતાની તે જરૂરીયાતજ વિચારતા નથી. ખુલ્લી જગ્યામાં જઇ, ખુલ્લી હવા લેવાની આવશ્યકતા સ્વિકારતાજ નથી. ભય-રાગ-તે વિષય સેવનનાજ વિત્રમય વિચારાને, મનમાં ખુશીની સાથે સ્થાન આપે છે, અત્રને ખરાખર ચાવ્યા શિવાયજ, ગમે તેમ ગાળગાળ ચાલ્યું ન ચાલ્યું કરી ગટગળે ઉતારી જાય છે. તે બહુ તે પાણીના ઘુંટડે જરા અંદાજ નેવા પી લેવાય છે, પાતે પીએ છે તે પાણી સ્વચ્છ છે કે મલિન ? અને તે ઉભા ઉભા પીએ છે કે વૈધકીય નિયમાનુસાર બેસીને પીએ છે, તેની દરકાર પણ નથી રાખતા. સદ્વિચારાના સેવતને તે સે। હાથનાજ નમસ્કાર કરાય છે, અને પછી વિવેકી વાંચા ! કહે!! તેવા મનુષ્યા સાંદર્ભ જેવી દૈવી-અમેાધ વસ્તુની પ્રાપ્તિને લાયક છે કે ? અરેરે ! બિચારા સાંદર્યને પ્રવેશ્ન કરવાના બધાજ દરવાજા બંધ કરી ને પછી તેનાપર આક્ષેપે મુકવા કે અમને સાંદર્ય મલતુ નથી કહે ! સૌંદર્ય ન મળે તેમાં વાંક સાંદર્યના કે તે મેળવનારના ?
સાદાયાગ્ય-સાત્વિક ખારાક, બરાબર અન્ન ચર્વણુ, ખુલ્લી હવા, સૂર્યપ્રકાશ, સ્વચ્છ પાણી, નિયમીત વ્યાપાર, ને સદ્વિચારાનું સેવન, યાડા વખતમાંજ તમારા સ્વરૂપમાં મોટા ફેર પાડશે. અને આટલાં વાનાં સાથેજ “ પિયર્સના સાબુ વિના પણ '' દૃઢ નિશ્ચયથી કામ કરે જાવ. તમને સૌંદર્ય પ્રાપ્તિમાં કઠીણુતા લાગશે નહિ.