SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. શાક્તરોત મુજબ ફરમાવ્યું છે, પરંતુ તે તરફ કંઈપણ ધ્યાન ખેંચ્યા વગર તગલા જેટ દવાડે આપણું સ્વમવત્સલાદિ કાર્યોમાંથી બચ-કચરા-ખુદાને જોવામાં આવે છે. આપણે સમુદાય જયારે આવા અનર્ગળ પાપના પજામાં ફસાથ એ કેટલું શેયનીય વિચારણીય અને ખેદજનક છે ? આવા પ્રસંગો માટે ખાસ મકાને જુદાજ જોઈએ અને તે મકાનોમાં પ્રકાશ, તેમજ હવાનું સાધન પુરતા પ્રમાણમાં હોવું જોઈએ, જેથી કોઈપણ પ્રકારની મુસ્કેલી આવવાનો પ્રસંગ ન આવે, આપણું અગ્રેસર ખસુસ કરીને આ બાબતમાં હાલ ખેચશે એટલું જ નહિ પરંતુ નિચે જણાવ્યા મુજબ નવીન પદ્ધતિ પૂર્વક આ વર્ષથી કાર્ય શરૂ કરશે તે જે હાસ્ય થતું જોવામાં આવે છે તેને અવકાશ મળશે નહિ. જો કે આવાં કાર્યો કરવાં એ મહાન પુત્વનું કાર્ય છે, દરેક માનની આત્મ-શક્તિ અગાધ છે. અન્ય પણ ન્યૂનાધિક પ્રમાણમાં હોય છે. એમ હોવાથી એ ચાર કે છ હજાર મનુષ્યને સંધ જ્યારે જમવા માટે આવે ત્યારે તેમાં કોઈ નહિ તો દેઈ તીર્થકરને જવ હશેજ કેક મહાન શાસનધારક હશેજ, કોઈ મહાન બ્રહ્મચારી હશે અને તેઓને જમાડવાથી વીતરાગ પર માત્માએ ત્યાં સુધી કહ્યું છે કે સ્વામિવત્સલદ કાર્યો કરનાર તીર્થ કર ગોત્ર પણ બાંધે, પરંતુ વર્તમાન રેલી મુજબ જે સ્વામિવત્સલાદ થતાં જોવામાં આવે છે તેમાં તે લાભને બદલે હાનિ થવાનો પ્રસંગ આવે છે અથત પુન્ય કરવા જતાં પાપ થઈ આવે છે, એ શૈલાને ખસુસ કરીને નાશ કરવો જોઇએ-દૂર કરવી જોઈએ, એટલે જ્યારે દૂર થશે ત્યારેજ આપણે માનવાનું છે કે તેમાં ઘણું ફળ સમાયેલું છે પરંતુ તે જાણ્યા વિના લાભ કે અસંભવત છે એમ કહેવામાં આવે તે અયોગ્ય નથી. આ કાર્ય એક વરસ કે બે વરસને માટે નથી “યાવચંદ્ર દિવાકર, ” સુધી અપાંત, હમેશને માટે આવીને ઉભું રહેવાનું છે. જયારે એમ છે ત્યારે આપણા માન્યવર અગ્રેસર આ કાર્યમાં પીરસવા માટે, ક એકાદિ સ્વયસેવકની ટુકડી ઉભી કરતા નહિ હશે ! થડે સમય અગાઉ મુંબઈની સલ સરવ સલીગ તરફથી જે સ્વયં સેવકની ટુકડી આ ઉની કરવામાં આવી હતી અને તે ટુકડીઓને જુદા જુદા લતાઓમાં મોકલી આપવા માં આવી હતી અને તેનાથી જેટલું દુષ્કાળને લગતું ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું તે કાર્ય કેટલું પ્રશંસનીય હતું ? એ પ્રમાણે આપણે સ્વાવલાદિ કાર્યો માટે પણું ૨૦૦ થી ૨૫૦ જુવાનીયાઓની ટુકડી તૈયાર કરવામાં આવે છે તે કાર્ય વગર મુશ્કેલીમાં કેવું સરસ પાર પડે ! આ સોશ્યલ સસલીંગના ધરણને ખાસ કરીને આપણા અગ્રેસએ યાનમાં લેવું જોઈએ એટલું જ નહિ પરંતુ તે મુજબ કાર્ય કરી બતાવવું જોઈએ. આ કાર્ય પર્યુષણ પર્વના અગાઉ (માસ એકાદ જ્યારે બાકી હોય ત્યારે ) કરવાની અગત્ય છે અને તે દરેક સ્વયંસેવફાને ચાંદ (સેશ્યલ સર્વિસ લીગ તરફથી આપવામાં આવ્યો હતો તે એક ચાંદ ) આપવાની અગાઉથી ગોઠવણ કરી મૂકવાની જરૂર છે. આ ચાંદ પુઠા ઉપર બની શકે છે તાંબા પિતળ ચાંદી વગેરેની કશી જરૂર નથી અને તેવા ૧૦૦૦ ચાં તૈયાર કરવા ૫) કરતાં વધુ લાગશે નહિ. એ પ્રમાણે ચાંદ આપીને જે કાર્ય કરવામાં આવે તો કામ કરનારાએને પણ ઉત્સાહ આવે અને વ્યવસ્થા પૂર્વક કાર્ય ખતમ થાય અને દરવરસે જે ૧૦-૧૫માણસ પ્રત્યેક જમણવારમાં લપસીને પડી જાય છે તે પ્રસંગ બને નહિ, ચારે ખુણામાં એટલે તમામ બાજુ એાછામાં ઓછા ૧૦ દેખરેખ રાખનારાઓને રોકવા અને જમણવાર ને દિવસે બે અગાઉથી છપાવી રાખેલી જાહેર ખબરનાં છે લગાડી દેવા અને કંઇ નુકશાન કરે તો તેને માટે કંઈ ઇલાજ લેવામાં આવે તે આશા
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy