________________
સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન.
આપણે જૈન ધર્મમાં અન્ય કામના માણસોને જન ધમ બનાવી દાખલ કરવા જોઈએ અને તેમને ઉત્તેજન આપવું જોઈએ. આ પ્રમાણે વ્યવસ્થા કરવાને સકલ હીંદુરસ્થાનમાં એક જૈન મહામંડળ નીમવાની જરૂર છે. સદરહુ કરાવને મુનિ વૃદ્ધિસાગરે ટેકો આપ્યા બાદ સર્વાનુમતે તે પસાર કરવામાં આવ્યું હતું.
આ પ્રમાણે દશ ઠાવો પસાર કર્યા બાદ ગુરૂમહારાજશ્રી સુખસાગરજી મહારાજે જણાવ્યું કે આ ઠરાવોને યોગ્ય જનોએ અમલમાં મુકવા પ્રયત્ન કરવો જોઇએ અને તે ઊપર સમગ્ર જૈન સમાજે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
ત્યારબાદ મી. ગુલાબચંદ ગંગાભાઈએ આ ગામમાં સાધુ સંમેલનનો આ પ્રથમ પ્રસંગ હઈ તે પ્રત્યે પોતાને હર્ષ પ્રદર્શિત કરતાં જણાવ્યું કે મને સાધુ સંમેલન જે અત્યંત આનંદ થાય છે. ગુરૂકુળ તથા પુસ્તક ભંડારની આવશ્યકતા છે. શ્રાવકોએ બને ત્યાંસુધી જૈન ધર્મ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
ત્યારબાદ મી. આત્મારામ ખેમચંદે જણાવ્યું કે જૈન કોમની ઉન્નતિ માટે એક મહાન ગુરૂકુળની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન સીવાય જીવનની સાથે રહેલા ધર્મની ઉન્નત્તિ થવાની નથી, અને તેને માટે અયુત્તમ સાધન ગુરૂકુળ છે. ઘણું પ્રાચીન સમયમાં પણ જ્ઞાનના અગત્યના સાધન તરીકે ગુરૂકુળજ હતાં. જ્યાં સુધી જૈન સમાજ જૈન ગુરૂકુળ જેવી ઉત્તમ સંસ્થાઓ તરફ પિતાની દ્રષ્ટિ નહી ફેલાવે ત્યાં સુધી જૈન સમાજ પોતાના પગ પર કુહાડીને કારી ધા કરે છે એમ કહેવાને કાઈ ના નહી પાડી શકે, માટે ગુરૂકુળને આપણે આપણું પિતાનું જીવન અને કર્તવ્ય સમજવું જોઈએ. શારીરિક ઉન્નત્તિ સીવાય આત્મિક ઉન્નતિ કોઈપણ રીતે થવાની નથી, અને શારીરિક ઉન્નતિ બ્રહ્મચર્ય પાલન સીવાય થઈ શકે નહિ, અને બ્રહ્મચર્યનું પાલન ગુરૂકુળ માંથી સારું થઇ શકે છે. એક વખતે જૈનની ચાલીસ કરોડની વરિત હતી, અત્યારે માત્ર તેર લાખ લગભગ છે. આ ઉપરથી આપણને માલમ પડ્યા સીવાય નથી રહેતું કે જેનોની વસ્તિમાં વૃદ્ધિ કરવી હેય તે ગુરૂકુળની ખાસ આવશ્યકતા સ્વીકારવી જોઈએ, અને તેને માટે આપણે તન મન ધનને ભોગ આપવો જોઈએ આશા છે કે આ ઉપર જૈનસખી પ્રહસ્થો વિચાર કરશે.
ત્યારબાદ શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા મહારાજશ્રી સુખસાગરજી મહારાજની જય બોલાવી સંમેલનનું કાર્ય સમાપ્ત થયું હતું.
લેખક-પ્રેક્ષક,