SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ બુદ્ધિપ્રભા. સંપ વધે તે ઉપદેશ આપ જોઈએ. આ ઠરાવને મુનિ મહેંદ્રસાગરે ટેકે આયા બાદ સવાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કરાવ છ– મુનિ છતસાગરે આ દાવ રજુ કરતાં જણાવ્યું કે સર્વ સાધુઓએ કોઈપણ જાતને મતભેદ રાખ્યા સીવાય વર્ષ વર્ષના અંતરે સંમેલન કરવું જોઈએ. આ ઠરાવને મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ અનુમોદન આપતાં જણાવ્યું કે આવી રીતે સંમેલન થવાની જરૂર છે. આથી પરસ્પર પ્રેમ, ઉત્સાહ અને તાનદશન ચારિત્રમાં પ્રવીણ થઈ સારા બંધ આપી શકાય છે. સાતમે કરાવ– મુનિ અજીતસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે મુનિ મહારાજાઓએ જાહેરમાં ભાષણ આપવાની જરૂર છે. આથી જૈન ધર્મની ઉન્નતિ થશે અને અન્ય દર્શ. ની પણ જઇને શાસનના વાસ્તવિક રવરૂપને સમજતાં શીખશે. વધારેમાં તેઓશ્રીએ કહ્યું કે જાહેર ભાષણ આપવાથી ધર્મની વૃદ્ધિ થાય છે. મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી, મુનિ ધર્મવિજયજી, મુનિ વલ્લભવિજયજી, મુનિ ચારિત્ર વિજયજી વગેરે મુનિરાજે જાહેરમાં ભાષણ આપે છે, આપણે તેમનું અનુકરણ કરવાની ખાસ જરૂર છે, આ ઠરાવને મુનિ જીતસાગરે કે આપ્યા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતે. આઠમા કરાવ-શ્રીમદ્ મુનમિહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે ટૂંક સંપ્રદાયમાં સાધ્વીઓ વ્યાખ્યાન આપે છે તેમ આપણી સાધ્વીઓએ પણ શ્રાવિ. કાઓ સમક્ષ વ્યાખ્યાન આપવું જોઇએ. વધારેમાં તેઓશ્રીએ જણાવ્યું કે આધી શ્રાવિકા એ જન ધર્મ શું છે તે સમજતાં શીખશે, અને અન્ય સંપ્રદાયની સ્ત્રીઓ પણ આખ્યાનથી આકર્ષાઈ વ્યાખ્યાન સાંભળવા આવશે, અને શ્રાવિકાઓમાં સુધારો થશે, અને સાક્ષીઓની આવશ્યકતા સંબંધી જગતને ભાન થશે. આ ઠરાવને મુનિ દેવેંદ્રસાગર કે આયા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નવમે ઠરાવ-મુનિ પધવિજયજીએ રજુ કરતાં જણાવ્યું કે મોટા ચહેરામાં સાધ્વીઆ જાય ત્યાં તેમને માટે વ્યાકરણ ન્યાય તથા જઈને ધર્મનાં પુસ્તકે જાણવાની શ્રાવકોએ સવડ કરી આપવી જોઈએ કારણ કે જે સાધ્વીઓ સુધરશે તે શ્રાવિકાઓ સુધરે અને તેથી સમસ્ત જઈને પ્રજા સુધરે. આ ઠરાવને મુનિ રૂદ્ધિસાગરજીએ કે આપ્યા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. રાવ દશમે મુનિમહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે, પચાસ વર્ષ પહેલાં જૈનની પચાસ લાખની વસ્તિ હતી. અત્યારે બાર લાખ ને છત્રીસ હજાર થઈ ગઈ છે, માટે જે આમ વસ્તિ ઘટશે તે મંદિર વગેરેની વ્યવસ્થામાં નુકશાન થશે. આ માટે કાનફરન્સ તરફથી એક કમીટી નીમવી જોઈએ, જે આ બાબતની તપાસ કરે. આમાં સાધુઓએ પણ પોતાને યથાશકિત વીચાર આપ જોઈએ. વધારેમાં તેઓશ્રીએ જણાવ્યું કે જૈન ધર્મની ઉન્નતિ માટે આ કારણની ખાસ તપાસ કરવાની જરૂર છે, જ્યારે બીજી કેમેમાં ઉન્નતિમાં આવે છે ત્યારે જઇન કેમ અવનતિમાં આવે છે એ ખરેખર બેકારક છે.
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy