________________
સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન.
૬૪
–––––
-- --* * * ------
•
-
—
પતાં જણાવ્યું કે સાધુઓએ પિતાના સુધારા કરવાની જરૂર છે. તેમણે ખાસ કરી ભૂતકાળને ઇતિહાસ જે જોઈએ, અને તે ઉપરથી વર્તમાનકાળમાં જૈન ધર્મની ઈમારત ધણું ભવિષ્યને માટે અડગ બનાવવી જોઇએ. તેને માટે ગુરૂઓએ પિતાના શિષ્યોને ઉપદેશ આપતા રહી જ્ઞાન ક્રિયામાં આગળ વધવા સાહન આપવું. ભૂતકાળના વીચારે જાણવાથી આપણે આચાર સુદ્ધ થશે અને જ્ઞાનથી જૈન ધર્મની ઉન્નતિ થશે. આપણી પદવી ધર્મગુરની છે, એ સ્મરણમાં રાખવા જેવી બાબત છે. ધર્મગુરૂઓએ પાછળ પડવું ન જોઈએ. તેમણે જેમ બને તેમ જૈન ધર્મની ઉન્નતિના, સુધારાના અને જમાનાને અનુસરતા વીચારો ફેલાવી ધર્મ ગુરૂઓમાં સરસાઈ ભોગવવી. તે સિવાય આપણે આગળ વધી શકીશું નહીં. તે પછી મુનિ મહેંદ્રસાગરે સંધાડામાં વિદ્યાની અને અભ્યાસની જરૂર બતાવી હતી. મુનિ દેવેંદ્રસાગર આજના આનંદદાયક પ્રસંગની પ્રશંસા કરતાં અને અધ્યાત્મ જ્ઞાન ઉપર વિવેચન કરી તેના અભ્યાસની આવશ્યક્તા દર્શાવી હતી, તથા અધ્યાત્મ જ્ઞાન સીવાય અંતર જ્ઞાન પ્રાપ્ત કરવું દુર્લભ છે એમ દર્શાવ્યું હતું. શાસ્ત્રી ભાઈશંકરે ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ ઉપર વિવેચન કરતાં જણાવ્યું કે જ્ઞાન વિના મુકિત નથી; માટે સાધુ મહારાજાઓએ શાસ્ત્રાભ્યાસ વધારી વાણીરૂપી અલંકારજ વાસ્તવિક ભૂષણ છે એમ કહ્યું હતું. તેવીજ રીતે ક્રિયાની પણ જરૂ. રીત બતાવી જ્ઞાન અને ક્રિયા એ મુક્તિના સાધનરૂપ આવશ્યક ગણવ્યાં હતાં. ત્યાર પછી પૂજ્ય શ્રીમદ્ મુનિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી સુખસાગરજી મહારાજાએ કેટલોક બોધ આપતાં દર્શાવ્યું કે સાધુઓએ સાધુપણાના આચારે સારી રીતે પાળવા જોઈએ. ઉધાડે મુખે બેસવું નહી અને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં સદાકાળ તત્પર રહેવું જોઈએ. વળી પ્રમાદનો ત્યાગ કર કારણકે તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આથી કષાયમાં ચિત્ત રહેશે નહી. આમાને નિગ્રહ કરી ઈદ્રઓ ઉપર કાબુ મેળવવો એ સાધુઓને પરમ ધર્મ છે. તતપછાત્ મુનિશ્રી પદમાવજયજીએ સ્વ અને પરનું હિત કરવા ભલામણ કરી હતી. વધુમાં જણાવ્યું કે આપણાથી બીજા ધર્મ પામે એમ વરતવું જોઇએ. વળી હમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવું. પ્રાતઃકાળે ચાર વાગે ઉઠી શાંતિથી પાઠ કરી પ્રતીક્રમણ વગેરે કમાનુસાર ક્રિયાઓ કરી અને ત્યાર પછી સૂત્ર સિદ્ધાંત સંબંધી વિચાર કરવો. ગુરૂની આજ્ઞાનું કદાપી પણ ઉલ્લંધન કરવું નહીં અને ગુરૂ પાસેથી જ્ઞાન મેળવી અભ્યાસ આગળ વધારવો જોઈએ, કારણ કે આથી ગુરૂભકિતની વૃદ્ધિ થાય છે. પછી મુનિ રંગસાગરજીએ મેટાને વિનય સાચવવા ભલામણ કરી હતી. કેઈ પ્રત્યે કલેશ યુકત લાગણી નહી રાખવાની ભલામણ કરતાં જણાવ્યું કે ગૃહોની વરો સાધુની હીલના થાય તેવો એકપણ શબ્દ બેલ નહી. અસલની રીતી પ્રમાણે પૂજ્ય ગુરૂ રવિસાગરજી અને સુખસાગરજી મહારાજને અનુસરી આચારમાં વિનય સંપન્ન થઈ પ્રવર્તવું કારણ કે આથી વિનય સચવાય છે, અને સંધાડાની શોભા વિનયથી વધે છે. ત્યાર બાદ મુનિરિદ્ધિ સાગરે સાધુઓની ઉન્નતિ માટે સંપ અને વિશાલવાની આવશ્યકતા બતાવી હતી અને ગુરૂની આજ્ઞાનુસાર ચાલી ભણવું અને ભણાવવું એ સાધુનો ધર્મ છે એમ કહ્યું હતું. અત્ર મળેલાં સાધુ સંમેલનમાં નીચે પ્રમાણેના ઠરાવ કરવામાં આવ્યા હતા -
કરાવ પહેલેજે અને જૈન શાસનની વૃદ્ધિ માટે એક જન ગુરૂકુળ સ્થાપવું