SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. એટલું જ નહી પણ આપણી ઉન્નતિના બીજા પગથીયા તરીખે સાધુઓમાં સંપની વૃદ્ધિ જોઈએ. પરસ્પર ગચ્છના સામાન્ય ભેદોને આપણે ભુલી જવા જોઈએ અને જૈન ધર્મની વૃદ્ધિ માટે તથા જૈન ધર્મને દુનીયાનો ધર્મ બનાવવા માટે આપણે એક સાથે ઉભા રહીને કામ કરવાની જરૂર છે, જેમ બને તેમ આપણે નિંદાથી દુર ખસી ચાલવું જોઈએ, જ્યાં સુધી આપણે નિંદાની નિંઘ ભાવનાને દુર નહી કરીએ ત્યાં સુધી આપણે જૈન ધર્મને વિજયધ્વજ ચારે દિશામાં નહી ફરકાવી શકીએ; અને પ્રભુ મહાવીરની પવિત્ર આજ્ઞાઓને અને પવિત્ર વચનને જગતનાં માનવીઓ આગળ તેઓના ભલા માટે નહી મુકી શકીએ, ત્રીજું આપણામાં આજ્ઞાપાલનને ઉત્તમ ગુણ હેવો જોઈએ. જેમ લાખ માસનું સૈન્ય માત્ર એક રીનાધિપતિની આજ્ઞા પ્રમાણે વરતે છે અને તે કહે તે પ્રમાણે જ વરસે છે, તેવી રીતે સાધુઓ એ પણ પોતાના મુખ્ય નાયક ગુરૂની પ્રાણ જતાં પણ આજ્ઞા ન લેવી જોઈએ, એટલું જ નહીં પણ જેમ બને તેમ સાધુઓએ વિશાળ ટ રાખવી જોઈએ. તેમણે સંકુચિતતાને ત્યાગ કરવો જોઈએ, અને વિશાળ ભાવના રાખી પોતાનું કાર્ય આગળ વધાથી કરવું જોઈએ અને ધર્મ, સંપ, તથા આચાર ભાવનાની સાથે રહી જૈન ધર્મની ઉન્નતિ માટે રાત દિવસ પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉદ્યમ, સંપ આચાર, અને વિચાર સીવાય આપણે ધાર્યા કાર્યમાં જ્ય નહી મેળવી શકીએ એ સ્વાભાવિક છે. આપણું ઉન્નતિ માટેના ચોથા સાધન તરીકે સાધુઓની વૃદ્ધિ થવાની જરૂર છે, અત્યારે જમાનાને અનુસરી સાધુઓ વધવાની જરૂર છે. સાધુઓ વિના જૈન ધર્મની ઉન્નતિ થઈ શકે નહી સાધુઓ જ્યાં ત્યાં વિહાર કરી જૈન ધર્મનાં આખ્યાન અને તેની ઉત્તમતા જ્યારે ભવ્ય પાસે સિદ્ધ કરશે અને પિતા ની નિઃરવાર્થ વૃત્તિનું ઉદાહરણ જ્યારે તેઓ સમક્ષ દેખાડશે ત્યારે પવિત્ર જૈન ધર્મથી આકથઈ અન્ય સંપ્રદાયના માણસો જૈન ધર્મમાં દાખલ થશે, માટે જેમ બને તેમ સાધુઓએ સાધુઓની વૃદ્ધિ કરી તેમને જ્ઞાન આપી વિદ્વાન બનાવવાની જરૂર છે, કારણું કે જ્ઞાન વિના ઉન્નતિ નથી. અત્યારે જ્ઞાન વિગેરેને આપ લે કરવાનો જમાનો છે માટે જમાનાને ઓળખી આપણે ચાલવું જોઈએ. સાગરના સંધાડાના સાધુઓએ ધર્મ કાર્યમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં બીલકુલ પ્રમાદ કરવો જોઇએ. શાસ્ત્ર ઉપર દ્રષ્ટિ રાખવી જોઈએ. શાસ્ત્ર ના આધાર સીવાય આપણે આગળ વધી શકીશું નહી, દુનિયામાં દરેક ધર્મને ફેલા શાસ્ત્રના આધારે જ થયો છે. આપણા શાસ્ત્રના તને આપણે પાશ્ચાત્ય પ્રજા આગળ રજુ કરી તેમને બતાવી આપવું જોઈએ કે જે વિચારો અને શોધખો અને સાયન્સના પ્રયોગ અત્યારે ચમકારી રીતે મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે તે વિચાર શોધળો અને પ્રાગે શ્રી વીતરાગ ભગવાને હજારો વર્ષ પહેલાં પોતાની પવિત્ર વાણીથી જગતની સમક્ષ મૂક્યા છે. આપણું આગમ એ શ્રીવીતરાગનાં વચન છે, તેને દુનિયામાં ફેલાવો કરવાની જરૂર છે માટે આપણે જેમ બને તેમ શાસ્ત્રાભ્યાસ વધારી તનાં ગહન તને સમજતા શીખવું જોઈએ, અને બીજાને સ્પષ્ટ રીતે સમજાવવાની શકતી પ્રાપ્ત કરવી જોઈએ. આથી આપણે જ્ઞાન, સંપ, પ્રેમ અને ભાવની ભાવનાથી જૈન ધર્મને દુનિયાનો ધર્મ બનાવી શકીશું. યાદ રાખવું કે શાસ્ત્રજ્ઞાન સીવાય કોઈ પણ સાધુ કોઈ પણ રીતે પિતાનું ખરૂં કર્ત વ્ય બજાવી શકશે નહી, માટે જેમ બને તેમ શાસ્ત્રગાન વધારવું જોઈએ. ત્યારપછી મુનીશ્રી અજીતસાગરજીએ સાઉની ઉન્નતિ સંબધે પોતાના વિચારો આ
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy