SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ દુખ કીમી. મનનું વલણ તે કાર્યને હૃદયને ધા કરનાર માની લે છે અને દુઃખી થાય છે. આનંદને શેધતિ ખરે જ્ઞાની પુરૂષ આવા પ્રસંગે જરા પણ મનને સંભ પામવા દેતા નથી કારણ કે એનું ખરું ચારિત્ર-જે આમાની શક્તિઓ છે તે પરની નિંદાથી જરાપણ બગડતું નથી. આ સંબંધમાં એક મહાન જ્ઞાનીએ વારંવાર ઉપદેશ આપ્યો છે કે.” જે મનુષ્ય એમ ધારે છે કે અમુકે મને ગાળ દીધી, અમુકે મારી નિંદા કરીઅમુકે મને ઠપકો આપે તે મનુષ્ય કદાપિ ખરી શાન્તિ પામી શકે નહિ ” જેવી રીતે બીજા મનુષ્યના આપણી તરફના વર્તન સંબંધી આપણે વિચાર કર્યો તેવી જ રીતે આપણે બાહ્ય સંજોગોને લાગુ પાડી શકીએ. બાહ્ય સંજોગો શુભ પણ નથી તેમ અશુભ પણ નથી. આપણા મનનું વલણ તેમને શુભ કે અશુભ બનાવે છે. એક મનુષ્યની વાર્ષિક આવક સે રૂપી આની છે, અને તેનું મન સંતોષી હોવાથી તે તેટલી રકમમાં પૂર્ણ આનંદમાં રહે છે, અને એક બીજે મનુષ્ય જેની વાર્ષિક આવક એક હજાર પીઆની છે, તે તેટલી રકમથી પણ અસંતુષ્ટ રહે છે અને દુખી બને છે. ઘણા મનmોને આપણે એમ કહેતા સાંભળી એ છે કે “ એ મારી પાસે પૈસા હોત, જે મને પુષ્કળ સમય હોત, જે મારે ભારે લાગવગ હોત, જેને હું ઘર સંસારની જાળમાંથી મુક્ત હોત તો હું માટી કામ કરી શકત. આ કેવળ બહાનાં છે,--બેટા બહાનાં છે. હું જાતિ અનુભવપરથી કહી શકું છું કે કાંઇપણ કામ નહિ કરવાનાં છેટાં બહાનાં–મિષ છે. પોતાની પાસે જે શક્તિ છે, તેના તેને યોગ્ય રીતે ઉપયોગ કરવા ઘા અને વિશેષ અનુકૂળ સં. પગે સ્વયમેવ તેને આવી મળશે. તે બાહ્ય સંજોગોમાં જે બળ નથી તે બળ તેમને ચમ છે અને આ રીતે અનંત સામર્થવાળો પોતે નિર્જીવ વસ્તુઓને સ્વાધીન બની રંકની માલિક વર્તે છે. સંજોગોને તે બદલી શકે નહિ, પણ જે તે તેના મનનું વલણ બદલે તે તે સં. જે તેને સ્વાધીન વર્તશે. ખરો આત્માથી પુરૂષ પ્રતિકૂળ સંગે જોતાં ગભરાઈ જતા નથી, પણ તેમના પર જય મેળવવા પ્રયત્નશીલ થાય છે, અને આ રીતે તે સંજોગ પર જય મેળવવાની કુચીઓ શોધી કાઢે છે, જે તેના માર્ગમાં સહાયકારી નીવડે છે. નિર્ભમાં મનના મનુષ્યો ઉપર સંજોગો રાજ્યસત્તા ચલાવે છે, તેજ સંજોગો સબળ મન આગળ નમી પડે છે. હાલમાં વિજ્ઞાન શાસ્ત્રીય { Scientists) પૃથ્વી, પાણી, વરાળ અને છેવટે વિજળીપર જે સત્તા ચલાવે છે, તેનો વિચાર કરે એટલે મનુષ્યના મનમાં કેટલું સામર્થ રહેલું છે, તેને કાંઈક ખ્યાલ આવશે. સુખદુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પણ તેમની તરફની આપણું મનની વૃત્તિમાં રહેલું છે. આપણે જે આપણા હાથ પગમાં સાંકલે નખીએ છીએ, આપણું કેદખાના બનાવીએ છીએ, અને કેદી બનીએ છીએ , અથવા તો બંધનાથી છુટા થઈ મહેલ બાંધીએ છીએ અને સઘળા બનાવોમાં તેમજ પ્રસંગમાં નિર્લિપ્ત રહી ભમીશકીએ છીએ. જે મનુષ્ય નિરંતર ભૂતકાળની ભૂલેનું સ્મરણ કર્યા કરે છે, અને આગામી ભયનો વિચાર કરે છે તે કદાપિ શાન્તિ ભેગવી શકે નહિ. જે આપણે સીધે માર્ગે ચાલતા હોઈએ અને પવિત્ર જીવન ગાળતા હોઈએ તો કોઈપણ પ્રકારને ભય રાખવાની જરૂર નથી. મનુષ્ય મનુષ્ય-મનન કરનાર-વિચાર કરનાર બનવું જોઈએ અને બાહ્ય અનુકૂળ સંયોગો મળતાં પુલાઈ જવું નહિ તેમજ પ્રતિકુળ સંયોગો માતાદિને કામ, દપિ કલા સનું વચન સર્વથા યાદ રાખવું કે.
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy