SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. એક વિદ્વાન્ અનુભવીને તક ઘણે અંશે સત્ય માલુમ પડે છે. પ્રેમ, સેવા, ભક્તિ, સાહાય એજ ધર્મ ફેલાવવાનાં મુખ્ય કારણો છે. મુક્તિફેાજના વડા જનરલ બુથે હિન્દુસ્થાનમાં ખ્રસ્તિ ધર્મને ફેલાવો કર્યો હોય તો ઉપરના ગુણવડેજ. બિસ્તિ પ્રીતિ ધર્મનો ફેલાવો કરવાને ફાવી જતા હેય તે પિતાના ધર્મમાં દાખલ થનારાઓને સુખનાં સાધનોની સાહાયના લીધેજ. દરેક ધર્મવાળાઓ પિતાનું અસ્તિત્વ દુનિયામાં કાયમ રાખવા અને પિતાના ધર્મમાં અન્યોને દાખલ કરી પોતાના ધર્મને ફેલાવો કરવા ઘણે પ્રયત્ન કરે છે. બ્રીતિ એમ કથે છે કે અમારે ધર્મ ગમે તેવા પાપીને પાવન કરવા સમર્થ થાય છે. બાપટીઝિયમથી ગમે તેવા પાપીને પાવન કરી શકાય છે. મુસલમાનો પોતાના થુંકને પવિત્ર માનીને તે વડે હિન્દુઓને પવિત્ર કરી પિતાના ધર્મમાં દાખલ કરે છે. જૈન ધર્મમાં એવી પવિત્રતા છે કે ગમે તેવા મિચાવી પાપીને જૈનધર્મના સંસ્કારવડે પાવન કરી શકાય છે. અપવિત્ર પાપી મનુષ્ય પણ જૈનધર્મ પાળીને પવિત્ર થઈ શકે છે. જેનામાં સાધમને સાહાય આપવાનો પ્રેમ જાગ્રત થતો નથી તેનું કારણ જૈન ધર્મ જાણવામાં નથી આવ્યો તેજ છે. જૈનવિના જિનેશ્વરનું નામ જગતમાં જનાર અન્ય કઈ નથી માટે ધર્માભિમાની જેને પિતાના સાધર્મ બધુઓને સહાય આપવા પિતાની |ક્તિને આત્મભોગ આપવો જોઈએ. ગમે તેવા પ્રતિફલ પ્રસંગોમાં પણ સાધમ ઉપરથી સ્નેહ ન ટળે ત્યારે જૈન તે ખરો જૈન કહેવાય. જેનની સાધુ ઉપર પૂર્ણ પ્રીતિ ભક્તિ હેય છે. આવા જેને જેમ બને તેમ દુનિયામાં વિશેષ પ્રમાણમાં પ્રકટી નીકળે એવો ખાસ ઉપદેશ દેવાની જરૂર છે. પોતાના ધર્મના રાગથી સમાન ધર્મવાળાઓને ઉત્તેજન આપવાની જરૂર છે. પોતાના સાધમપણાની ફરજ પિતાને દરરોજ અદા કરવી જોઈએ એમ દરેક જેને સમજવું જોઈએ. સાધુ સાધ્વી એ સુક્ષેત્ર છે. શ્રાવક અને શ્રાવિકા સુક્ષેત્ર છે. સુક્ષેત્રમાં ધનને વ્યયકરવાથી ઉચ્ચગતિની પ્રાપ્તિ થાય છે એમ જૈનશાસ્ત્રોમાં અનેક સાક્ષીઓ છે. જેનો જે પારસીઓના કરોડ રૂપિયાના ફંડની પિકે પિતાની કમની ઉન્નતિ માટે એક મે જૈન કંડ ઉઘાડે તે તેથી સાધર્યવાત્સલ્ય ખરી રીતે થઈ શકે અને શ્રીસ્તિઓની પેઠે જૈન પણ જનધર્મનો ફેલાવો કરવા સમર્થ થઈ શકે-મુંબાઈના જૈનોમાં ઝવેરીઓ તરફથી પા ટકાનું કંડ ઉધાડવામાં આવ્યું છે તેની વાર્ષિક ઉપજ આશરે ત્રીસ હજારની થઈ શકે તેમ છે–તેટલીજ ઉપજ જે જૈનગુરૂકુલ માટે બારમહીને વાપરવામાં આવે તો જીનેના ઉદયનું એક ભગીરથ કાર્ય કર્યું એમ કહી શકાય-મારવાડ, મેવાડ, ગુજરાત, કાઠીયાવાડના જૈનને અનુકુળ પડે એવું મધ્યભાગમાં જેનગુરૂકુલ સ્થાપવાની આવશ્યકતા છે. નર્મદા નદીના કાંઠાનો પ્રદેશ કે જે ઝધડીયા તીર્થની પાસે છે તે–વા તારંગા તરફનો પ્રદેશ જૈન ગુરૂકુલ સ્થાપવા માટે એમ લાગે છે. જૈન ગુરૂકુલની વ્યવસ્થા અને શિક્ષણક્રમ સંબંધી જૈનેનું એક સાક્ષરમંડળ જે ધારાઓ ઘડે તે પ્રમાણે જૈનગુરૂકુલની શરૂઆત થવાની જરૂર છે. મુંબાઇના ઝવેરીઓના ૫ ટકાના ફંડમાંથી ગુરૂકૂલ ઉધાડવામાં આવે તો તેમાં ધાર્મિક અને વ્યાવહારિક કેળવણું સાથે હુનર્ઝળાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા થશે અને તેથી ભવિષ્યની જૈનપ્રજા કે જેણે ગુરૂકૂલમાં રહી કેળવણી લીધી હોય તે દુનિયામાં જૈનધર્મનો ફેલાવો કરવા આગેવાની ભયો ભાગ ભાગ લેઈ શકશે અને તન મન ધનનો ખરી રીતે આ
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy