SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ બુદ્ધિપ્રભા. પડી પડી તરીકે નાશવંત છે. તે ચોપડી તરીકે હયાતિમાં આવી છે અને તેની હયાતીનો લય થઈ જશે. પણ તેના પરમાણુ તરીકે વિચાર કરતાં તે શાસ્વતા છે. તેઓ ચોપડી તરીકે હયાતિમાં આવતી નથી તેમ તેવી રીતે હયાતીમાં આવીને તેને લય પણ થતો નથી વ્યાથક નયની અપેક્ષાએ દુનિયા અનાદિ અનંત અનંત છે અને પર્યાયાથીક નયની અપેક્ષાએ દરેક પળે ઉપાદ અને લય થયાજ કરે છે. પૃથ્થકરણની અંદર આ બે અપેક્ષાઓ માલમ પડે છે. પૃથ્થકરણ કર્યા પછી ઉપર કહ્યા મુજબ સંજના થાય છે અને આ ( સ યોજના ) વર્ણન કરવાની રીતિઓ ( સ્પાદાદુ ) અથવા દુતર રીતે જુદા ન પાડી શકાય એવી સ્થિતિના વસ્તુઓના ગુણે, અને સંબધોના સોગના મતનો બીજો વિષય શરૂ કરે છે. વર્ણન કરવાની રીતિએ સંયોજના એટલે વિચારની અંદર અપેક્ષાઓને સાથે મુકવી જેથી કરી જુદી ન પાડી શકાય એવી સઘળી શકય અપેક્ષાઓના સંગમાં જે સાય સમાયેલું છે તે સિદ્ધ થઈ શકે છે. સમ્યક રીતે બોલતાં વર્ણન કરવાની સત રીતિઓ દરેકે સ્વીકારવી જોઈએ. કોઈપણ વસ્તુ વિષે આપણે નિવેદન કરવા બેસીએ ત્યારે આપણે તે કેવી રીતે વર્ણવી શકીએ તે બાબતને તે વિષય છે. તે એક અગત્યને વિષય છે અને તે માત્ર એકલા જૈન તત્વજ્ઞાનમાં જ માલુમ પડે છે. તે છુટા ન થઈ શકે તેવા વસ્તુના ભાગોને, તને, ગુને, અપેક્ષાઓને વાદ (Doctrine) છે. તે વસ્તુને સંયોજન રીતે(Synthetically) બલવાની અને જાણવાની પદ્ધતિ છે. વસ્તુની અસ્તિતા અને નાસ્તિતા વર્ણવવાની, સત પદ્ધતિઓ છે અને આ પદ્ધતિઓ એક બીજાના સંબંધવાળી, દરેક બીજીનું આગળથી અનુમાન કરાવતી, અને દરેક બીજીમાં સમાઈ જાય એવી છે, આ સપ્ત પદ્ધતિઓને સ્વીકાર કરી સમ્યગ રીતે બોલતાં આપણે કોઈ પુરૂષને છેતરતા નથી. આ સપ્ત પદ્ધતિઓ ઉપર કહી ગયા તે “ ફસ્ટ પ્રીન્સીપલ ફધી જૈન ફર્લોસેફીમાં હકીકત સાથે પ્રકટ કરી છે પણ અહીં એવું કહેવામાં આવે છે કે આ મત મુજબ સમ્પન્ રીતે બેલતાં નિવેદન કરવાની બીનાને અથવા કથનને ( Statement ) “ સ્પાત ” અવ્યય લગાડવામાં આવે છે જેથી તેની અંદર (તે બીનાની ) બોલવાની બીજી છ રીતિઓનો સમાવેશ છે તે જણાય છે. દાખલા તરીકે આપણે અમર આત્માઓ છીએ એવું નિશ્ચયથી કથન કરીએ છીએ ત્યારે આપણે જડ નથી એવું નિષેધિક કથન મોઘમ રહે છે અને આ નિધિક કથનના વધારામાં એક નિશ્ચયથી કરેલા કથનમાં બીજી પાંચ વર્ણન કરવાની રીતિઓને સમાવેશ મોઘમ રહેલો છે. એકજ કથનની અંદર વસ્તુના અસંખ્ય ગુણે કહી શકાતા નથી પણ વસ્તુના અસંખ્ય ગુણો પૈકી કેઈપણ એકજ ગુણથી કરેલા કથન ઉપરથી તેઓ શું અસંખ્ય ગુણો ) નક્કી કરી શકાય છે.
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy