SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તમે શું કરી શકે છે? ઉપરજ તેનું લક્ષબિંદુ હોય છે તેને જ કર્તવ્ય પરાયણતા સમજે છે તેથી તેને લાખ કરડોની સાહેબીન્કે ખુબસુરત સ્ત્રીના વિલાસ તેને કંઇ પણ આનંદ આપતા નથી. માત્ર ટુંકાણમાં ઉપરોક્ત બેજ વસ્તુ તેના ખરા સુખની-અને કર્તવ્ય પરાયણતાની પરાકાષ્ઠા હેય છે પણ તે ૩ કાળે જયારે ધાવણ છોડીને ફરવાનું શીખે છે ત્યારે અથવા તો પિતાની માનું ધાવણ જતું રહે છે ત્યારે તેને માને ઉત્સગ યારે લાગતું નથી. તેને તે તદન ભુલી જાય છે અને હવે તેનું ધ્યાન ત્યાંથી બદલાય છે અને ઢીંગલા ઢીંગલીઓ તરફ રમત ગમતમાં દોરાય છે એટલે આ વખતે તેની હાલીમાથી કલેશ કરવામાં પણ જરા આચકે ખાતો નથી. વળી ત્યાંથી જ્યારે બાળક આગળ વધીને વિદ્યાભ્યાસમાં આગળ વધે છે ત્યારે જુદા જુદા છેરની પરિક્ષામાં પાસ થવાની ઉમેદ ધરાવે છે તે વખતે જુદા જુદા વિદ્વાનોની કૃતીઓ ( પુસ્તકે ) જેવા તથા તેનો અભ્યાસ કરવા તરફ તેનું ધ્યાન ખેંચાયેલું હોય છે. આ વખતે તેનું ધ્યાન ઢીંગલા ઢીંગલીઓ તરફથી દૂર થયેલું હોય છે. બી. એ. કે એમ, એ. ની પરીક્ષાઓની–કે બીજી મોટી મોટી ડીગ્રી મેળવવા તરફ તેનું ધ્યાન ખેંચાયેલું હોય છે, અને તેમાં પોતાની કૃર્તિવ્ય પરાયણતાજ માને છે, તે પણ તેને ત્યાંથી ખસી જવાનાં બીજ પણ સાધનો સાથે સાથે વધતાં જાય છે અને તે ગુરૂપ એટલે સુધી વધે છે કે જ્યાં સુધી તે સાધને પોતાની પરાકાષ્ટાએ ન પહોંચે ત્યાં સુધી જતાં નથી પણ જ્યારે અભ્યાસ ક્રમ પુરો થાય છે ત્યારે દ્રવ્યાપાર્જન કરવાની રીકરમાં હસી પડે છે. આ વખતે વિધ્યાભ્યાસ તરફ દુર્લક્ષ્ય થાય છે. પોતે મેળવેલી વિધ્યાના બળથી મળેલા જ્ઞાનની હાજરી સારી રીત્ય સમજાયા છતાં પણ તે સમજને વેગળી મુકીને લાભના આવેશમાં આવતાં દ્રવ્ય પ્રાપ્ત કરવાને અનેક પ્રકારના છળ કપટ આદરે છે–અને તેમાંજ પિતાની કર્તવ્ય પારાયણતાને માને છે. અધેર કર્મ આચરે છે. હીંસા કરવામાં, જુઠું બોલવામાં, ચેરી કરવામાં, અનાચાર સેવવામાં, અને નાના પ્રકારની મુઠ્ઠીઓ વધારવામાં–આનંદ માને છે, આવી રીત્યે એક વખત જ્ઞાની તરીકેનું પોતાનું અભિમાન હતું તેને ભૂલી જઈનેઅજ્ઞાન પિષક માર્ગને સેવવામાં આનંદ સમજવા લાગે છે, પાછલી સ્થીતીઓને ખુલે છે. બાલ્યાવસ્થા, ધુળમાં ઢીંગલા ઢીંગલી રમાડનારી ક્ષુદ્રાવસ્થા-અને વિદ્યાર્થીની અવસ્થાને તદન ભુલી છળ કપટ જે અધે અને નિંદનીય વસ્તુઓને પ્રીય ગણવા લાગે છે, વળી તેમાંથી થોડા વખત પછી ખશે છે ત્યારે તેનું ધ્યાન લલના તરફ લલચાય છે,–ત્રીનાં મુખ તેને મીઠાં લાગે છે તેમાં તેને સુખનો અનુભવ થતાં એકાદ સ્ત્રીની સાથે લગ્ન કરવા તરકજ પોતાની કર્તવ્ય પરાયણતા તેને જણાય છે તેથી તે પિતે અનેક પાપ વડે ઉપાર્જન કરેલી લક્ષ્મીના મોટા ભાગે પણ એકાદ સ્ત્રીની સાથે લગ્ન કરે છે, એટલે સ્ત્રી ધરમાં આ વિકે-વહાલાં મા બાપ કે સ્વજન ઉપરથી તેને સ્નેહ ખશે છે અને તેણીને ખુશ રાખવામાં જ તેની પરાકાષ્ઠા સમાયેલી માને છે, તેથી તેણીને ખુશ કરવાના નિશ્ચય ઉપર આવે છે, તેના માટે સારા સારાં વચ્ચે કરાવે છે–પહેરાવે છે-નાત જાતમાં પહેરાવી ફેરવે છે, નાના પ્રકારની ફેંસનના પિશાક પહેરાવી વારંવાર નિરખ્યા છતાં પણ આટલેથી આ જુવાન સાહેબનું મન વળતું નથી પણ તેને સારાં સારાં શહેરો દેખાડવાનું મન થાય છે તેથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા, વિગેરે શહેરોની મુસાફરી કરાવે છે, ત્યાંના પ્રદેશના હાલમાં ચાલતી રશમ મુજબ ઉમાર્ગ ગમન કરવાને જ બોધ આપનારા તમાસાઓ સજોડે જેવાને લલચાય છે સાથે
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy