SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાત્મ પરીક્ષાની અગત્ય. આગ્રહી બુદ્ધિ શા માટે દરેક કાર્યમાં વિજય ન કરાવે ? અર્થાત દરેક કાર્યોમાં તેઓ વિજય મેળવે. આવા બાંધવાનું ખરેખર શું કહેવા ન ભૂલતો હોઉં તો મહારે ભાર દઈને કહેવું જોઈએ કે યુરોપીયન, અમેરીકન, જરમન, ઈટાલીયન, વગેરે બાંધવાનાં સદ્ગુણો સંબંધ અનુકરણ કાં ન કરવું જોઈએ ? તેના ગુણાનો લાભ આપણે શા માટે ન લેવો જોઇએ. તેના જેવા સ્વતંત્ર વિચારના બુદ્ધિ વૈભવવાળા અને શરીર આપણે શા માટે ન થવું જેઇએ ? અલબત થવું જ જોઈએ. આપણામાં તેના જેવી આત્મશ્રદ્ધા જોવામાં આવતી નથી. તેઓના જેવી કર્તવ્યશીલતા બીલકુલ નથી અને તેથી આપણે દયાજનક શોકજનક અને અધમ સ્થિતિમાં આવી સપડાયા હોઈએ તો તે કદ પણ રીતે અસત્ય નથી. જે પ્રજામાં સ્વાત્મ શ્રદ્ધાને દિવ્ય-ગુણ હોય તેનાજ વિજય થાય છે. તેને જવાદ રિકે છે, અને તેનું જ એકછત્ર રાજ્ય જોવામાં આવે છે, આત્મશ્રદ્ધા-આભપરીક્ષા કરવાની આપણે જૈનાએ કેટલી શક્તિ જમા કરેલી છે તેનો ખ્યાલ ખરેખર કરવો હોય તે વર્તમાન સમયમાં માંહોમાંહે વાવવામાં આવતા કુસંપ-કલેશના બીજને કેટલા પ્રમાણમાં વધી ગયા છે તેનો ખ્યાલ કરવો જોઈએ. ચડવાની લાલસા આપણે રાખીએ છીએ. ચવાને અંતઃકરહું પૂર્વક ઇરાદો રાખીયે છીએ પરંતુ તેમ ન થતાં ઉલટા તેને બદલે બે ચાર ડગલાં પાછળ પડવાનો વખત આવે છે એટલે આપણે કોઈ પણ રીતે આગળ વધી શકતા નથી પરંતુ જે કાંઈ મેળવ્યું છે, સંગ્રહિત કર્યું છે તે સર્વસ્વ ગુમાવી નાંખવા જેવું કરીએ છીએ એમ થવું તે કેટલું શરમ ભરેલું છે ? તે કેટલું નીચું મેં ઘાલવા જેવું કાર્ય ગણાય ! જે જૈનકેમ સાથી છે અને માન્ય ગણાય તે દિવસે દિવસે ઉચ્ચ સ્થિતિમાં મૂકાવાને બદલે અધોગતિનો કેમ આશ્રય કરે ? એ વિચારણીય છે. પણ દરેકને સ્વાશ્રય-આત્મશ્રદ્ધા અથવા આત્મપરીક્ષા કરવાની સંપૂર્ણ અગત્ય છે. ટુંકમાં તેના વિના આપણે વિજય કયારે પણ માનવાની જરૂર નથી. ઈત્યલ. “ોધને તિરસ્કાર.” (લેખક. શાહ દલસુખભાઈ ગીરધરલાલ માણેકપુર ) (ગઝલ) અરેરે ! ક્રોધ આવો શું છે, જુલમ તું તે ગુજારે છે; મનુષ્યની સુઘડ કાયા, મલિનતામાં ઝળે છે. નથી જેતે જરાએ તું, બનીને અબ્ધ આવે છે; અરેરે ? તું સહોદરને, લડાવીને રડાવે છે. સહેદરમાં લડાવે તિ, આરમાં બાકી શું ! રાખે, અરે રે ? તું મનુષ્યોના, શરીરને રાખમાં નાખે. જરી નવ લાભ તેથી રે, થવાન છે તને કાંઈ; અરેરે દુષ્ટ શું ? ત્યારે, ગુજારે છે જુલમ આંહી. કદીએ પુત્ર કે પુત્રી, પિતા હાથે હણાય શું? નહીં; કેદી અરે ભાઈ, હણે છે ક્રોધની પરશુ. અરેરે? કુર નીચાને, વિધેિ શિક્ષા નથી દેત; અધમ કર્મ કરતો તે, વિસામો કાંઈના લેતે. અરે ! એ મેક્ષના દાતા, કરૂં છું પ્રાર્થના એવી; ઘટે સંભાળ લેવકની, સમય આવા મહીં લેવી, ૨ ૨ ? ? ?
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy