________________
ખેદજનક મૃત્યુ.
પૂજ્યપાદ મુનિ મહારાજ પન્યાસ પ્રતાપ વિજયજી સંવત. ૧૯૬૮ના પિસ વદ ૦)). ને રોજ આશરે સવારના સાડા આઠ વાગે દેવલોક પામ્યા છે, જે ઘણું મોડું થયું છે. તેઓ મૂળથી બાળ બ્રહ્મચારી હતા તેમજ ચારિત્ર શુદ્ધ અને નીરમળ રીતે પાળતા હતા. તેઓ વત, ઉપધાન, જોગ વિગેરે ઘા સાધુઓને વહેવરાવતા હતા. તેવા પૂરશીલ પ્રતાપી મુની મહારાજ પ્રતાપ વિજયજીના વિરહથી સાધુ સંપ્રદાયમાં તેમજ આપણી જૈન સમાજમાં ખેટ પડી છે. છેવટે તેમના અમર આત્માને શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ.
ખેદજનક મૃત્યુ.
આપણી કામના આભુષણરૂપ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઈ બે ત્રણ દિવસની તાવની બીમારીમાં હૃદય એકા એક બંધ થઈ જવાથી તા. ૪ જાન્યુઆરીની રાત્રે આશરે નવ વાગે દેવલોક પામ્યા છે જેથી સમસ્ત જૈન સમાજમાં ભારે દીલગીરીની લાગણી છે. લાઈ રહી છે. મહૂમ શેઠ સ્વભાવે મીલનસાર, ઉદાર, સાદા, પરોપકાર શીલ તેમજ ધર્મ, ચુત કરતા વેપાર વિષય પર ઘણું બાહોશ, તેમજ કુનેહબાજ હતા. તેમને લગભગ તેમના દેહાવસાન પતમાં જાહેર તેમજ ખાનગી મળીને એકંદર આશરે રૂપીઆ વીસ લાખની સખાવત કરી છે, જેમાંની ઘણી ખરી સખાવતે કેવળ આપણી જૈન સમાજ ના હિતાર્થે કરી છે. આવા એક બહેશ, દીર્ધદશ અને તીથી રક્ષક શ્રીમંત શેઠના દેહ ગથી આપણી જન સમાજને અનિવાર્ય ખોટ પડી છે. છેવટ શેઠશ્રીના આ માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસે મળો એવું અંતરથી ઇચ્છીએ છીએ.
ગ્રાહકોને વિજ્ઞપ્તિ. અમારા સર્વે ગ્રાહકેને નિવેદન કરવાનું કે આ વખતે આ માસિકનો નવા વરસને માટે રજીસ્ટર નંબર કેટલાક કારણસર મોડે મળવાથી અમારે બે અંકો સાથે બહાર પાડવાની જ. રૂર પડી છે માટે અમારા કદરદાન ગ્રહની તેને માટે ક્ષમા માગીએ છીએ.
લી.
વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા