________________
૩૫૪
બુદ્ધિપ્રભા,
વિદ્વાન, તમે તમારી કામને પ્રથમ આ ઉદ્ધાર કરો. તેમને અન્નદાન, વસ્ત્રદાન, કેળવણી આપી તેમના આત્માનું સાર્થક કરે
તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય;
મુઆ ઢોરકે ચામ, લેહા ભસ્મ હે જાય, બંધુઓ! ગરીબની આંતરડી ઠારવી એજ આપણી આઈન ફરજ છે, તેમના દીધેલ આશીર્વાદ કેઈ વખત સુવર્ણરૂપે પણ ગુણ દેશે. સ્થળે સ્થળે જોઇશું તે આપણું ધન સંસ્થાએ કઈને કઈ રૂપે માલમ પડશે પણ આવી સંસ્થાઓ કે જેનાથી સેંકડો ગરીનું કલ્યાણ થાય, નિરાધારોને આશ્રય મળે, સીઝાતાઓનું સંકટ દુર થાય તેમને કંઈ સત્તાન મળે તેવી સંસ્થાઓ બીલકુલ એવામાં આવતી નથી, કદાચ કંઈ હશે તો તે સમુદ્રમાં બિંદુ જેવી, માટે જેન કામના સ્તંભે! આગેવાનો ! શ્રીમંત ! વિધાન! તમે આ બિના હવે પ્રથમ હાથ ધરે અને પામરોની વકીલાત કરો. તે દ્રશ્ય રૂપે કદાચ તમને નાણમાં બદલે નહીં આપે પણ તેમની અંતરની આંતરડીમાંથી નીકળતા ઉંડા આશીર્વાદના ઉદ્ગારે તમને મળશે જે આ ભવ તથા પરભવ બન્નેને સુખ કરતા થશે. કુતરાને રોટલો નાંખે ભુલતુ નથી, ચોકી કરે છે, તે પછી તો મનુષ્ય જાત છે તે તમારે કેમ ઉપકાર વિસરી જશે માટે દયા કરે, દયા કરો, ગરીબની વહાર કરે, હું આ સ્થળે વિજ્ઞપ્તિ કરું છું કે આપણી કેમના જગડુશા તુલ્ય મહૂમ શેઠ મનસુખભાઈ ભગુભાઈના ઉદાર, શ્રદ્ધાળુ, દયાળુ, ધર્મશાલ લહુ બંધવ શ્રીયુત શેઠ જમનાભાઈ તથા શેઠશ્રીના પુત્રો શેઠશ્રીના સ્મરણાર્થે જે રકમ કાઢી છે તેમાંથી આવું કઈ જાતનું ગરીબના આશ્રમરૂપ ખાતું ખોલી જૈન કેમને સદાને માટે આભારી કરશે. હવેલીઓ જેમ થઈભલાને આભારી છે. તેમજ આપણું સાત ક્ષેત્રને સઘળો આધાર જનો ઉપર છે, હવે જે તે પ્રજા કંગાલ, નિરમી અને અજ્ઞ હશે તે કામની જતે દિવસે ઘણી અધમ સ્થિતિ થઈ જશે. અન્ન વિગેરે આશ્રયના અભાવે ધર્મથી પણ પરાભુખ થશે માટે અત્યારે આપણી કામમાં આવા ખાતાઓની ધણી જ આવશ્યકતા છે. ઢોરોને માટે સ્થળે સ્થળે પાંજરાપોળે છે તેમ અત્યારે આપણી સીઝાતા સ્વામી બંધુ એને પણ આશ્રમરૂપ શાળાઓ ખેલવી જોઈએ કારણ કે અત્યારે જેને આકવિતા રખડ્યા કરે છે. જેમ તેમ કરી ચાકર ચુકરનું કામ કરીને, વાસીદુ વાળીને, વાસણ ઉટકીને પિતાનું પેટ ભરે છે આથી આપણને બીજું શું વધારે લાભાસ્પદ હોઈ શકે. આપણા શાસ્ત્રમાં
સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કઈ શું આપણે આ રત્નચિંતામણી સમાન ધર્મશાસ્ત્રનું આ ફરમાન યથાર્થ નથી કે જેને આપણે અમલમાં મુકતાં અચકાવું જોઈએ? બંધુઓ, હવે જાગે દરેક જ્ઞાતિઓ તરફ નજર કરી જુઓ કે આગળ વધે છે ને કોણ પાછી પડે છે. માટે આપણા જૈન બંધુઓએ હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણી પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ.
આ સ્થળે શેઠ જમનાભાઇનાં પુષ્પશીલ, ધર્મ પની, શેઠાણી માણેકબાઈ કે જેઓ કેળવાયેલાં, ધર્મ નિક, અને સદા ગરીબ પ્રત્યે દયાની નજરે જોનારાં છે તેમને પણ હું નિવેદન કરું છું કે તેઓ પણ આ બાબત પર પોતાનું લક્ષ્ય ખેંચશે. છેવટ સર્વે જૈન બંધુઓ, સંધના નેતાઓ આવા અગાયના ખાતા તરફ ધ્યાન આપશે એવું ઇચ્છી વિરમું છું.