________________
જાણવાજે.
जाणवाजोग. શેઠ, ગોકલભાઈ મુલચંદ જૈન હેસ્ટલ, અને તેની સને ૧૯૧૨ ની
સાલની યુનિવરસીટીની પરીક્ષાનું પરિણામ. પરીક્ષા. બેઠેલાની સંખ્યા. પાસની સંખ્યા. રીમાર્ક. પહેલી. એલ. એલ. બી. છેલી બી. એ.
( ૧ સેકન્ડ કલાસ.) ઇન્ટરમીડીએટ.
૧ સિકન્ડ કલાસ. ) પ્રીવીયસ.
(સેજ કક્ષાસ) મેટ્રીક્યુલેસન. છેલ્લી. એલ. એમ. એન્ડ. એસ. ૧ એમ. બી. બી. એસ. પહેલું વરસ. ૨
a૮
ઉપર મુજબ યુનિવસીટીની જુદી જુદી પરીક્ષાઓનું પરિણામ લગભગ ૬૬ ટકા છે અને અંગ્રેજી ત્રીજા ધોરણથી છઠ્ઠા ધોરણ સુધી ભણનારા બેડર કુલ સાત હતા તે સર્વે બધા વિષયોમાં પાસ થયા છે.
ઉપર પ્રમાણેનું આ વરસે શેઠ. ગોકળભાઈ મુલચંદ જૈન હેસ્ટલમાં ભણતા ટુડન્ટ ની વાર્ષિક પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે તે ખરેખર આપણને આનંદ ઉપજાવનારું અને પ્રશંસનીય છે. આ ઉપરથી આપણે એટલું તે ચેકસ રીતે કહી શકીશું કે તે તેના સુપ્રીન્ટેન્ડન્ટની સતત કાળજી અને પરિશ્રમનું જ ફળ છે. આવી રીતનું આ સંસ્થાનું જે કોઈ પણ પ્રસંગે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું હોય તે આ પ્રથમજ છે. રા. રા. ચીમનભાઈ ગેહળદાસ આ સંસ્થાના સુપ્રીન્ટેન્ડન્ટ છે. તેઓએ એમ. એ. સુધીનો અભ્યાસ કરેલો છે. પરીક્ષાના પરિણામ અને જાત અનુભવથી અમારું એમ ચોકસ માનવું છે કે ભાઈ ચીમનલાલના ઉચ વર્તન અને વિદ્યાની તેમજ તેમના વેપારી મગજની હોટલમાં ભણતા હુડ ઉપર ઉત્તમ પ્રકારની છાપ પડયા વિના રહેશે નહી. શ્રીયુત શેઠ મણીભાઈ ગોકળભાઈ મુલચંદ કે જેઓ આ સંસ્થાના સ્થાપક છે, તેઓને અમે લાયક જગ્યામાં લાયક નરની નિમણુંક કરવાને માટે અભિનંદન આપીએ છીએ.
શ્રીયુત શેઠ મણીભાઇના મહુંમ પિતાશ્રીએ શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળાને રૂ. ૨૫૦૦૦) ની ઉદાર રકમ પાઠશાળાના મકાન માટે આપી હતી તેમજ પોતે પણ પિતાના પિતાશ્રીના પગલે ચાલી પિતાશ્રીની મુરાદ હોટલની પાર પાડવા મુંબઈમાં રૂ. ૧૫૦૦૦૦૮ લાખના ખરચે એલીસ્ટ-રેડ ઉપર આ ભવ્ય બેડીંગ બાંધી છે તેમજ પોતે નીભાવે પણ છે. અમદાવાદની ડિગને પણ તેઓ સાહેબે રૂ. ૧૦૦૦)ની ઉદાર મદદ કરી બેગને આભારી કરી છે. આવી રીતે તેઓ સાહેબે કેળવણીના વિષયને ઉત્તેજન આપી જૈન સમાજમાં એક અનુપમ દાખલો બેસાડ્યો છે. જે સર્વ શ્રીમાનોએ અનુકરણ કરવા યોગ્ય છે. છેવટ આશા રાખીએ છીએ કે આ સંસ્થાની દિન પ્રતી દિન હરેક પ્રકારે અભિવૃદ્ધિ થાઓ અને શેઠ શ્રીની ધારેલી મુરાદો પાર પડે એવું જેવા અમે અંતરથી ઉસુક છીએ.