SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ચીને અધ્યાત્મપરિકૃતિવાળું હદય કરવામાં આવે છે તો અષામની મહત્તાને હૃદયમાં અનુભવ આવી શકે છે. અધ્યાત્મ શ્રા ખરેખર હદયમાં અધ્યાત્મ પરિણતિ ઉત્પન્ન કરાવે છે અને જ્યારે હદયમાં અધ્યાત્મ પરિણતિ પ્રગટે છે ત્યારે કવાયો અને વિષયોને આવેશ સંબંધી કલેશ મન્ક પડતો પડતે સર્વથા પ્રકારે લેશ ટળે છે. કષાયો અને વિષયોના આવેશોને ટાળવા હોય તો અધ્યાત્મશાસ્ત્રો કહે છે કે અમારી ઉપાસના કરો અને અને ધ્યાત્મ વિચારેને હદયમાં ભરી દેઈને હૃદયમાં ઉંડા અધ્યાત્મજ્ઞાનના સંસ્કાર પાડે. જે અધ્યાત્મશાસ્ત્રના અર્થ ધરૂપ યોદ્ધાની કૃપા ન હોય તો નિર્દપ કામરૂપ ચંડાલ, એ ખરેખર પંડિતને પણ પડે છે અને તેઓને પોતાના દાસ બનાવે છે. અધ્યાત્મ શાસ્ત્ર એ સૂર્યના પ્રકાશરૂપ છે ત્યાં અંધકારમાં ઉત્પન્ન થનાર કામ ચંડાલ આવી શકતા નથી. અધ્યામશાઅથી હૃદયમાં ઉત્પન્ન થએલી શુદ્ધિ પરિણુતિના બળ આગળ કામના વિચારે ટકી શકતા નથી. મનરૂપ વનમાં વૃદ્ધિ પામનારી તૃષ્ણારૂપ વિષવધિને મહર્ષ, અધ્યાત્મ શાસ્ત્રરૂપ દાતરડાવડે છેદી નાંખે છે. તૃષ્ણારૂપ વિષની વલનું ઉત્પતિ સ્થાન મન છે અને તે અજ્ઞાનરૂપ વાયુથી પિવાય છે. દરેક પ્રાણને અજ્ઞાનાવસ્થામાં અનેક પ્રકારની તૃષ્ણા પ્રગટે છે અને તે પ્રતિક્ષણ વધતી જાય છે. સાગરને અન્ત આવે છે. પણ તૃષ્ણાનો પાર આવતો નથી. તૃષ્ણ એ સંસાર પ્રતિ ચક્રની જનની છે. તૃષ્ણાની વિષવાલિતાં ફળો પણ વિષમય હોય છે અને તેમાંથી વહે એ રસ પણ વિષયરૂપ હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવધિ નથી એવા મહાપુરૂષના હદયની સ્વછતા જુદા પ્રકારની હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવધિ નથી તેને કોઈની સ્પૃહા નથી અને તેની આગળ કઈ દુનિયાને ચાવતિ ઈન્દ્ર ચન્દ્ર પણ મહાન નથી. મનુષ્યનું શરીર ધસાય છે. કૃષ્ણ કેશ ટળીને વેત કેશ થાય છે પણ અજ્ઞાન યોગે તૃષ્ણા ટળતી નથી. સતા પદવી ધન વગેરેની તૃષ્ણા એને કદી અન્ત આવતો નથી અને તૃષ્ણ નાશ થયા વિના સંધ પ્રાપ્ત થતો નથી અને સંતોષ વિના ખરા સુખની આશા રાખવી એ બર્થ છે. ગરીબ વા ધનવંતને તૃષ્ણા ના વિષપ્રવાહમાં વહેતાં કદી સુખની ઝાંખી થતી નથી. તૃષ્ણને આદર ખરેખર અજ્ઞાના વસ્થામાં થાય છે. અજ્ઞાની મનુષ્ય સુખની લાલચે તૃષ્ણને દેવીની પેઠે પૂજે છે અને તૃષ્ણારૂપ હળીમાં પોતે પતંગીઆની પેઠે બળીને ભસ્તીભૂત થઈ જાય છે. તૃષ્ણાનો નાશ કરી બાહ્ય દષ્ટિથી થવાનું નથી. જ્ઞાની પુરૂષો જણાવે છે કે તૃષ્ણારૂપ વિષવધિનું છેદન કરવું હોય તે અધ્યાત્મશાકારૂપ દાતરડાને ગ્રહણ કરો અને તે વડે તૃષ્ણવિધિને છેદી નાખે. વનમાં ઘર દુઃખી અવસ્થામાં ધન અંધકારમાં પ્રકાશ અને મેરે દેશમાં જેમ જલ પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ શ્રીમદ્ પશેવિજય ઉપાધ્યાય કર્થ છે કે આ કલિકાલમાં અને ધ્યાત્મ શાસ્ત્રની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આ કલિયુગમાં પાપ પ્રવૃત્તિમય અને પાપમય પ્રવૃત્તિ વડે સાધ્ય થતી એવી ક્ષણિક બાહ્યાન્નતિ અર્થે દુનિયા પાપમય પ્રવૃતિ શાસ્ત્રને લખે છે, વાગે છે, ભણે છે અને તે શા ની ઉપાસના કર્યા કરે છે અને તેવા પાપ પ્રવૃત્તિમય શાસ્ત્રોને પ્રકટાવવા માટે લેખકને ઉત્તેજન આપે છે. જ્યાં ત્યાં બાહ્ય પ્રવૃત્તિના ભણકાર થયા કરે છે અને તે તરફ લોકોની પાંચ ઈન્દ્રિાની અને મનની રાત્રીદિવસ થયા કરે છે એવું અનુભવમાં આવે છે. પાપમય પ્રવૃત્તિ હેતુઓમાં ઉન્નતિના માર્ગ છે એવું બાહ્યદૃષ્ટિથી દેખીને ગાંડાની પેઠે બાહ્ય
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy