________________
શ્રી રન તિલક પ્રાસાદ કાતિર્થ.
૩૧
श्री रत्न तिलक प्रासाद कावीतीर्थ.
(અનુવાદ કર્તા. મણિલાલ મોહનલાલ વકીલ. પાદરા ) શ્રી સ્તંભતીર્થ ( ખંભાત ) નગરથી લગભગ અગીયાર કેશ પર આવેલ આ પૂણ્ય તીર્થ પુરાણું છતાં હાલમાં પણ તેવાજ ચમકૃતિ ભર્યા ખેંચાણુને રાખી રહ્યું છે. તેની વિગતવાર હકીકત નીચે મુજબ છે.
પૂર્વે ગુજરાતની અંદર આવેલા વડનગર નામના શહેરમાં દેપાલગાંધી નામના જીવદયા પ્રતિપાળ જૈનધન શ્રાવક વસતા હતા. તેઓ જ્ઞાતીએ નાગર વણિક હતા. ભદ્રસિઆણું ગોત્ર ને લધુ શાખાને તેઓશ્રી શોભાવતા હન. પિતાના સકળ કુટુંબ પરિવાર સમેત તેઓ શ્રી એકદા ખંભાત નગર આવી વસ્યાં ને ત્યાંજ વેપાર વજ કરવા લાગ્યા.
સારી નિશથી વ્યાપાર કરતાં કરતાં તેઓએ કરોડો રૂપીઆ ઉપાર્જન કર્યા. તેમના દિકરા અલુઆગાંધીનો દિકરો લાડકે ગાંધી હતા. તેની ધર્મ પત્નીની કુખેથી તેને બાહુઓ ને ગંગાધર નામના બે સુપુત્રો ઉત્પન્ન થયા. તેઓ જનધર્મમાં બહુજ પ્રીતિવાળા હતા.
તે પૈકી બાહુઆ ગાંધીને બે સ્ત્રીઓ હતી. તેમાં હેલી (પટી) મુખ્ય પૃહીણી હતાં. તે ઘણાં જ પુણ્યશાળી તથા ધર્મ–દાન પર ઘણીજ પ્રીતિ વાળાં હતાં. તેમની કલીએ તેમને ત્રણ સુપુત્ર થયા. તેઓનાં નામ કુંવરજી-ધર્મદાસ ને સુવિર ગાંધી હતાં. તે મહિલા કુંવરજી ગાંધીને વિરાંબાઈ નામે ગુણલાળી ને ધીરજવાન ગૃહીણી હતાં. આમ અતિશય ગુણવાળું. ધાર્મીક કુટુંબ વિરાંબાઈ જેવી સાક્ષાત લક્ષ્મીને દ્રવ્ય અપેક્ષાએ પણ અપાર લલિમ પામીને પિસહ, પ્રતિક્રમણ-દેવગુરૂ પૂજન આદિ અનેક ધર્મ ક્રિયાઓમાં મચ્છલ રહેવા લાગ્યું.
વખત આમ પસાર થતો હતો તેવામાં તે પુણ્યશાળી કુંટુંબને એક ઉત્તમ મનોરથ છે. તેઓ બધાં ફરતાં ફરતાં શ્રી કાવનગર કે જે તે વખતે ઘણું જ અનુપમ હતું ત્યાં આવ્યા, તેમના સ્થાનમાં આ ઉત્તમ જગ્યામાં એક મનહર જૈનમંદિર બનાવવાનો અભિલાષા થયા અને ખરેખર ! લક્ષ્મિવાનોને શું અસાધ્ય છે? ને લક્ષ્મનું સાર્થકપણું શું છે ?
તે સમયે તપગચ્છ નાયક શ્રી સેનસુરિશ્વર ઘણું મોટા પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા અને ખરેખર શુભ મનોરથને સહાયકારી એવા ઉત્તમ સાધને સ્વાભાવિક રીયાજ આવી મળે છે. સુરિશ્વરજીએ સંવત ૧૬૪૯માં શ્રી સંપ્રતિ રૂપની ભરાવેલી મંગળકારી શ્રી રૂષભદેવ ભગવાનની મૂર્તિને તે અનુપમ પ્રાસાદમાં સ્થાપીત કરી. આ રીતે પુય. શાળી શ્રાવકા હિરાંબાઇએ આ ઉત્તમ પ્રાસાદ બંધાવ્યો.
એક પ્રસંગે હિરાંબાઈ સાસુ પિતાની વિરાંબાઈ વહુજીને લઈને ઉત્તમ પ્રસાદની યાત્રા અર્થે ત્યાં આવ્યાં. વારમાં પેસતાંજ ઉંચી વહુને તે બારણું ઘણું જ નીચુ લાગ્યું ને તેથી તેમણે પોતાનું માથુ ખીલ થઈ ધુણયું, આ જોઈ ચતુર સાસુજીએ વહુજીને પૂછયું કે હે પુણવાન વહુ આવા ઉત્તમ કારીગરીવાળા મનોહર મંદિરને જોઈ તમે માથું કમ ધૂણાવ્યું?
આ સાંભળી સુલક્ષણ વહુજી છેલ્લાં કે હે પૂજ્ય સાસુજી આપે બેશક આ પ્રાસાદ બહુજ ઉત્તમ ને મહા મુલ્યવાન બનાવવા તેમજ તેના શિખરની બહુ મુલ્યતા અનુપમ છે