SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બુદ્ધિપ્રભા. પ્રકરણ ૮ મું. વાયક હજી આપણે એક સજ્જનને લગાર પણ જોઈ જ નથી. એ કેણ, યાદ છે? ક્યાંથી હોય એ નથી નવેલીકા જેવી નવલ, કે નથી સ્વરૂપા જેવી સેંદર્યવતી એ તે પ્રસાદના એક ખૂણામાં નૃપેશથી તિરસ્કારાયેલી ભગવન પરાયણ પડેલી પવિત્ર ને શુદ્ધ હૃદયના કુમાર દેવકુમારની માતા ચંદ્ર દેવી છે કે એને કયાંથી આવાં સુખાસન, આવા વૈભવ. ને આનન્દની લહરીઓ હોય? તે ભલીને તેની દાસી વલ્લરી ભલી ત્યાં નથી રાજ ખટપટ કે નથી યુક્તિ પ્રયુક્તિ છતાં ત્યાં પણ કંઇક જાણવા જેવું છે. ચાલો લક્ષ દઈએ. “ માતુશ્રી ! કુમાર આવું નિજ કૃત્ય કરે એમ સંભવે ખરું ?” વધરીએ પૂછ્યું. “વલ્લરી! હું નથી ધારતી કે કુમાર આવું કૃત્ય કરે છતાંય કદાચ એનાથી આમા અપકૃત્ય બન્યું છે તે પ્રથમ મારી સલાહ લેત. તેને પ્રત્યેક કામમાં મારી સલાહ લેવાની ટેવ છે. ” ચંદ્ર દેવીએ કહ્યું. જે ના કાર્યમાં એમના હાથ ન હતો તેઓ એકાએક આમ આપણને મળ્યા વગર ચાલ્યા ન જાત.” વારીએ કહ્યું. એ તે કદાચ ક્રોધના વેગમાં બની શકે એવું છે તેથી કુમાર કલંકિત છે એમ અનુમાન ન થાય.' “ ત્યારે મહારાજાએ નજરો નજર જોયું એ શું ખોટી વાત." દાસીમેં પૂછ્યું. દેવ, અસત્યવાદ છે એમ મારાથી ન કહી શકાય પરંતુ તેઓશ્રીને જોવામાં કદાચ વ્યુત્ક્રમ થયો હોય એમ કહી શકાય.” ચંદ્રદેવીએ સંદિગ્ધતા બતાવી. તેમના મિત્ર પ્રિયકુમારે પિતાના સરસ્વ ત્યાગ કરી કુમાર પાછળજ, શરીરાપણ કરવું એવું દઢ પણ લીધું છે એમ સંભળાય છે. ” વલ્લીરીએ કહ્યું. એમ બની શકે એવું છે. પ્રિય કુમાર એ મને કુમાર જેવો જ પ્રિય છે. ” ત્યારે માતુશ્રી એથી આપને કંઈ શોકનથી થતો કેમ ? ” “ક શા માટે ? કુમાર કયાં પણ સમજુ છે. પ્રિયતએ જે કર્યું છે તે સત્ય આખર ઉજજવલ પ્રકાશ દેશે.” રાણીમાતાએ નિરપેક્ષતા દર્શાવી. ત્યારે કુમારશ્રીએ રાજ્ય ત્યાગ કર્યો એમાં આપરાજી છો ? “ વાહ, વલ્લરીમા તું શું બોલે છે. પુત્રના અશુભ-અમંગલમાં કંઈ માતા રાજી હવે! કર્મના પ્રયોગ વ્યક્તિ માત્ર થાય છે એ સમજણનું પરિણામ-હું છું તેથીજ તું મને આમ પ્રશ્ન કરે છે.” રણુએ ખુલાસો કર્યો. “ ત્યારે કુમારને આપના તરફથી કોઈ પણ જાતને શુભાશીર્વાદ નહિ મળે ?” માતાનાજ શુભાશીર્વાદથી પુત્ર સુખી રહે છે. આથી તારે બીજો કયો શુભાશીર્વાદ જોઇએ છીએ.” રાણીએ કહ્યું.
SR No.522046
Book TitleBuddhiprabha 1913 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size600 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy