________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
૨૭
અમનસ્કતાની વા ઉન્મનીભાવની પ્રાપ્તિ થએ તે રેરાક પૂરક કુંભક અને આસનના અભ્યાસકવિના પણ પ્રયનવિના સ્વયમેવું પવન નાશ પામે છે–ઉન્મનીભાવમાં આવેલા યોગીને પ્રાણાયામ વા આસનના અનુક્રમની પણ અપેક્ષા રહેતી નથી. પવનને નાહી કરવા માટે થોગના અંગોનો અનુક્રમે અભ્યાસ કરવો પડે છે-ઉન્મનભાવ દશાના ઉદય પહેલાં અનુક્રમે અભ્યાસ કરવાની ગુરૂગમ પૂર્વક વ્યવસ્થા છે પણ ઉન્મનીભાવ થયા પશ્ચાત્ તે વાયુને સહેજે અવરોધ થાય છે આ વાત અનુભવીઓ જાણી શકે છે. ચિરકાલ પર્યન્ત પણ ધારેલાજ પ્રયોડે જે વાયુ ધારી શકાતો નથી. તે વાયુ ખરેખર ઉન્મની ભાવ પ્રાપ્ત થએ તે તતક્ષણ રૂંધાઈ જાય છે. ઉન્મનીભાવમાં રહેવાનો અભ્યાસ કરનારા યાત્રીઓને સહેજે આ બાબતનો અનુભવ આવે છે, ગમનસાગત સમાપ: ઉપરોકત બાબત અનુભવમાં મૂકીને તેની ખાત્રી કરવી જોઈએ ઉન્મનીભાવ પ્રાપ્ત થતી વાયુ પોતાની મેળે સ્થિર થઈ જાય છે. બહારબ્ધમાં ચિત્તરાખવાથી નાસિકાદ્વારા વહેતો વાયુ બંધ પડતા હોય એવું જણાય છે. જ્યારે મન કેઈ પણ વિષયમાં જતું નથી અને મરેલાના જેવું થઈ જાય છે ત્યારે પિતાની મેળે લય પામે છે અને તેની સાથે વાયુને પણ અવરોધ થાય છે.
આ બાબતના અભ્યાસમાં રિથરતા પ્રાપ્ત થયે છતે નિર્મલ અને નિષ્કલતવ ઉદય પામે છતે મૂળથી ધાસનું ઉમૂલન કરી યોગી મુક્ત થએલાની પેઠે શોભે છે. શ્રીમદ્દ હેમચંદ્રપ્રભુ પિતાનો અનુભવ આ પ્રમાણે જણાવે છે. આ ઉપરથી જણાય છે કે તેમને ઉન્મનીભાવસંબંધી. ઘણો અભ્યાસ હશે અને તેઓ આ બાબતમાં ધણા ગંભીરનાદથી સ્વાન ભવને પ્રગટ કરી જણાવે છે. ઉત્નમનીભાવ પામેલા યોગીની શ્રીમદ્ અવસ્થા નીચે પ્રમાણે જણાવે છે.
योजाग्दवस्थायां स्वस्थः सुप्तइवतिष्ठतिलयस्थः
श्वासोच्छासविहीनः सहीयतेनखलु मुक्तिजुषः ॥ ४७ ॥ જોગી જાગ્ર અવસ્થામાં સ્વસ્થ છે તે લવાવસ્થામાં ઉઘેલાની પેઠે રહે છે. તે શ્વાસવછવાસ રહિત એવી લયાવસ્થામાં યોગ ખરેખર સિદ્ધના જીવથી કાંઈ હીનતા પામતે - તે નથી. લયાવરથાની દિશામાં રહેલા એવા આ સંસારમાં શરીરી છતાં અશરીરી એવા સિહના સુખને અનુભવ કરીને અન્ત સિદ્ધપણું પ્રાપ્ત કરે છે. જેના મનમાં મુક્તિના સુખને નિશ્ચય ન થતા હોય તેણે લય સમાધિ પ્રાપ્ત કરીને તેનો નિર્ણય કર. લયાવસ્થામાં મુક્તિ ના સુખને અનુભવ ભાસે છે. લય સમાધિની પ્રાપ્તિ માટે ગુરૂગમ પૂર્વક અધ્યાત્મ શાસ્ત્ર અને વેગ શાસ્ત્રોનો અભ્યાસ કરી નિઃસંગાવસ્થા ધારણ કરવાની જરૂર છે. લયસમાધિમાં ચિત્તને લય થાય છે. ચિત્તના વિકલ્પ સંકલ્પને નાશ થયા વિના આત્માના સહજ સુખને નિશ્ચય થતો નથી. શ્રીમદે લયરમાધિનો અનુભવ પ્રાપ્ત કર્યો છે એવું તેમના આરચેલા બેકથી માલુમ પડે છે-લયાવરથામાં બાહ્ય વસ્તુઓનું ભાન રહેતું નથી. મનનો બાહ્ય વસ્તુ આની સાથે સંબંધ હોતું નથી ત્યારે આમાં ઉપર ઉપરના ગુણ સ્થાનકે ચઢીને આત્માની અનન્ત ગુણ શુદ્ધિ કરે છે અને આમા પોતે અનન્ય ગુણ વિશુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. જેમ જેમ રાગાત્મક મન ગરતું જાય છે અને આત્માના શહ અધ્યવસાય થતા જાય છે