________________
કસરત.
૧૮૧
कसरत.
( લેખક:~-એક જૈન ગ્રેજ્યુએટ ) The caro of tho body and its development are of the first importance for without a hoalthy body all teaching is vasted. It should be remembered that the boy can go on learning all his life, if he is wise enough to wish to do bo; but it is only during the year of growth that he can build up a healthy phy. sical body in which to spend that life. Therefore during those early yoars the healthy development of that physical body must be absolutely the first consideration.
-Alcyone. શરીરની સંભાળ અને તેને વિકાસ તે સા કરતાં અગત્યનાં છે, કારણ કે તંદુરસ્ત શરીરવિના સઘળું શિક્ષણ નિષ્ફળ જાય છે. આ સાથે સ્મરણમાં રાખવું ઘટે છે કે વિદ્યાથી જો એમ કરવા ઈચ્છે છે આખી જીંદગી સુધી ભણ્યાં કરે પણ તે શરીરના વિકાસને જેટલો સમય છે તે સમયમાં જ પોતાના જીવનને ઉપયોગી થઈ પડે તેવું તંદુરસ્ત શરીર બનાવી શકે. તેટલા માટે શરૂઆતના વર્ષોમાં શરીરને સંપૂર્ણ વિકાસ કરે એ ચોષ રીતે પ્રથમ મુદો છે.
ધર્મ સાધન માટે તેમજ વ્યવહારના કામો કરવા માટે-આપણે માથે આવી પડેલી ફરજો બજાવવા માટે તેમજ પારકાની સેવા માટે–દરેક કામમાં તંદુરસ્ત અને મજબૂત શરી. રની આવશ્યક્તા છે.
શરીર એ આપણું નોકર છે. આપણે કામ કરવાને યોગ્ય સાધન છે. આપણે જે નોકર પાસેથી કામ કરાવવું હોય તે નેકરને મારી નાખતા નથી પણ તેને કાબુમાં રાખી આપણી મરજી માફક તેની પાસેથી કામ લઈએ છીએ. તેજ રીતે આ શરીર કે જે આ ભુવનમાં આપણું એકનું એક સાધન છે તેને નિરૂપયોગી ગણીને તેની તરફ બેદરકારી બતાવવાથી આપણે આપણું તેમજ પરનું હિત સાધી શક્તા નથી, અને તે બેદરકારીના ફળરૂપે શરીરમાં જ્યારે રોગ ઘર કરે છે, ત્યારે આપણને તે શરીરને તંદુરસ્ત બનાવવા માટે ઘણું ધન ખરચવું પડે છે, વખતને ભેગ આપે પડે છે, અને અનેક પ્રકારની માનસિક ચિંતાઓ તથા આર્ત તથા રેધ્યાન થાય છે, તેને તે હિસાબ પણ નથી.
હવે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે શરીરને કેવી રીતે મજબુત, તંદુરસ્ત, નિરોગી, અને પ્રબળ બનાવવું ?
શરીરને મજબુત બનાવવાનો સમય તે બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થા છે. મથાળે જે શબ્દ ટાંકયા છે તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્ય આખી જીંદગી સુધી વિદ્યાભ્યાસ કરે, જે તેને સમય અને અનુકૂળતા હોય તે વૃદ્ધ થાય ત્યાં સુધી પોતાના મનને ખીલવ્યા કરે, પણ શરીરને ખીલાવવાને વાસ્તે બાલાવસ્થા અને યુવાનીને સમયજ અનુકૂળ છે.
હિંદુસ્થાનમાં હાલના સમયમાં ચારે તરફ નજર કરતાં એટલું ખુલ્લું જણાઈ આવે છે કે | મન કેળવવા તરફ જેટલું લક્ષ આપવામાં આવે છે, તેને સોમો ભાગ પણ શરીરને કેળ