SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. - ત્રીજે મનુષ્ય અંક, મનુષ્યપણાનાં દુખેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહારાજાઓ મનુબેના સાત ભય બતાવે છે. ૧. આલોકનો ભય ૩. આદાન ભય (પિતાની વરતુ ચરાવા ભય) ૪. ભરણ પોષણને ભય, ૫. મરણ ભય. ૬ અકસ્માત ભય. ૭. અપકિર્તિ ભય. આ સાત ભયથી ભરેલી મનુષ્ય જીંદગી પણ દુખથી ભરેલી છે. આ સિવાય, રાજ્યના ભયથી અને શેઠના ભાવથી પણ જીંદગી સુખે ગુજરી શકાતી નથી. વિશેષમાં મુખે સ્ત્રી સાથે કલહકારી સંસાર ચલાવવો, પુત્ર પ્રાણીના અભાવે દુઃખી થવું. પુત્ર પ્રાણી છતાં કુલાંગારથી દુઃખી થવુંવિચિત્ર સંજોગોમાં વણ દ્રવ્યા. પરદેશ રખડવું. તપાવેલી લોઢાની સોને સમગ્ર રોમરાયમાં પરવતાં જે દુઃખ થાય તેનાથી આઠ ઘણું દુઃખ ગભવાસમાં છે. બાળપણમાં મળ મુત્રમાં વિના આનાકાનીએ પડયા રહેવું Bધી માતાપિતાને માર મુંગે મે સહન કરવા, વન અવસ્થા વિષયાંધ બની દુઃખમય ગુજરવી, વૃદ્ધાવસ્થા પુત્ર અને પુત્ર વધુઓને આધીન ગુજારવી, શ્વાસ, લાળ અને ઈદ્રીની સીથીલતાને અંગે દુઃખમય ગુજારવી. - બાલ્યાવસ્થા માતાનું મુખ જોવામાં, યુવાવરથા સ્ત્રીનું મુખ જોવામાં અને વૃદ્ધાવસ્થા પુત્રનું મુખ જોવામાં ગુજારનાર મનુષ્યોને સુખી શી રીતે કહી શકાય. જન્મ જરા અને મરણથી ઘેરાયેલા આ સંસારમાં મનુષ્યોએ સુખની આશા રાખવી એ નકામી છે. ટુંકાણમાં ઈષ્ટ વસ્તુઓને વિયોગ અને અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ એજ આ સંસાર વલેથનું માખણ છે. ચાળે દેવગતી અંક.. વિના પ્રોજને દાદીકની સેવાચાકરી કરવી. પિતાથી વધારે બળવાન દેવે પોતાની સ્ત્રીને ઉપાડી જશે તેવા ભયથી દુઃખી થવું, પિતાથી વધારે રિદ્ધવાન દેવોનું સુખ સહન નહી થઈ શકવું, દેવોનાં મરણ પહેલાં છમાસી અગાઉથી ફૂલની માળાઓ કરમાવા માંડે છે. તે જોઈને જે વિલાપ અને આદ શરૂ થાય છે તે ન સહન થઈ શકે તેવું છે. અશુચીથી ભરેલા રીરમાં નવ માસ સુધી ઉંધે મસ્તકે લટકવાનો ગર્ભવાસને દેખાવ નજર સન્મુખ ખડે થતાં માથાકુટવા સાથે અતિશય કરૂણાજનક વિલાપ સરૂ થાય છે, એ જોતાં સુખની ઉંચી સ્થિતીએ પહેચેલી દેવગતી પણ દુઃખથી ભરેલી છે. ' હે ! પરનાટક ને નીહાળનાર! સંસાર આશા પથી. આ ચાતી નાટકશાળામાં કર્મરાવ સુત્રધારે ભજવેલા આ સંસાર નાટકને નિહાળી છે કે તેના કયા પ્રદેશમાં આનંદની લહરીઓ આવે છે. જ્યાં આશ્રવદરના પ્રભાવવડે રાગદ્વેષના વિચિત્ર રંગથી રંગાયેલા પડદાઓ ઘડીએ ઘડીએ પડ્યા કરે છે. જ્યાં માતા પ્રિયપણે, પુત્ર પિતાપ અને બેની માતા તરીકેના વેલો ભજવે જાય છે. જ્યાં મહારાજા ભીખારીના અને ભીખારી તવંગરના સ્વરૂપમાં બદલાઈ જાય છે તે સંસાર નાટકને જોનાર અને ભજવનાર મુસાફરી આ ચતુર્ગની સંસારની વ્યાપતા તરફ ધ્યાન આપવાની અગત્ય છે. હે ! દી નહી થાકેલ મુસાફર ! સમગ્ર કાકાશમાં એક વાળાય જેટલું સ્થળ પડ્યું એવું નથી રાખ્યું કે જ્યાં તે અનેક રૂપોને ધારણ કરી અનેક વેશ ભજવ્યા ને હેય. આવી રીતે સંસારભાવનાનું સ્વરૂપ વિચારતાં અને આ બહેળા સંસારની વ્યાપકતા ન આપતાં આ મંગારભાવનાની એગીએ ચઢેલે પંથી વિચાર કરે છે કે અમા
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy