________________
આપણી હાલની સ્થિતિ અને તે સાથી સુધર.
૨૦
आपणी हालनी स्थिति अने ते शाथी सुधरे.
(લેખક મુનિબુદ્ધિવિજય. અમદાવાદ લવારની પાળ. ) આ વિષય હાથ ધરતાં, અત્યારનું આપણું સમાજ વર્ગનું દિગદર્શન કરતાં, તેને લેખ દ્વારા વર્ણવતાં લેખીની થરથર કંપે છે, કર ધ્રુજે છે, બુદ્ધિનો ક્ષોભ થાય છે કારણ કે
જ્યારે આપણે આપણી પ્રાચીન સ્થિતિ વિષે વિચાર કરીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે આપણી કેમની કેવી જાહોજલાલી હતી, જેને કેવા ઉન્નતિના શિખરે બિરાજતા હતા કેવા કેવા સમર્થ મહાત્માઓ વિદ્યમાન હતા ! ધર્મની ખાતર કેવું કેવું પુરૂષાર્થ ફેરવ. તા, અને મહાન મહાન રાજાઓને પણ જેનલમાં બનાવી જૈન શાસનની વિજય પતાકા ફરકાવતા! વિચારાની વી આપલે થતી હતી ! દૂર દેશોમાં જૈનધર્મ પાળનારની કેટલી બધી સંખ્યા હતી; શાસનભક્ત અને સંતચરણોપાષક કેટલા હતા; મહામુનિઓ કેટલી બધી સંખ્યામાં બિરાજતા હતા! જેનો કેવા ધનાઢય અને વ્યાપારી અને સંપીલા હતા ! હામ, દામ, ને ઠામે કેવા ભરપુર હતા ! રાજકીય વિગેરેમાં કેવા કપાળ અને માટે દરજજો ભાગવતા હતા! દગા પ્રપંચ અને કપટબાજીનું તથા હુંપદનું નિકંદન કરી સત્યતા, સરળતા, મમત્વ, અને નિર્માનીપણાનું કેવું સામ્રાજ્ય હતું! આ બધું કયાં ગયું ? કેમ ગયું, કેવી રીતે ગયું. આ સવાલ વિચારતાં ભલ ભલાને પણ દુઃખાશ્રુ આવ્યા વિના રહેશે નહિં. કારણ કે અત્યારે એક તરફ જોઈશું તે ગૃહસ્થવર્ગમાં ઘણે ભાગે સ્વાર્થબુદ્ધિનું સામ્રાજય છવાઈ રહેલું છે તેમજ પોતાના ધર્મથી કેટલાક પરાર્શમુખ માલુમ પડે છે. વળી સંખ્યાના પ્રમાણમાં ભણેલા પણ જાજ માલમ પડે છે. શાસ્ત્રીનું તે જાણ નારની સંખ્યા સમુદ્રમાં બિંદુમાત્ર છે. કેટલાક સુંઠના ગગડે ગાંધીની પેઠે અલ્પ જ્ઞાને જ્ઞાનિની કેટીમાં મુકાવવાને પ્રપંચ કરનાર, સુધારાને નામે ધર્મનું નિકંદન વાળનાર, ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ, રહેજ જેવા પિતાના સ્વાર્થની ખાતર, મમત્વની ખાતર, બીજાનું અહિત ઈછનાર, અર્થાત્ પાપડ રોકવાની લાલચે પાડોશીનું ઘર બળી જાય એવી ભાવના ભાવનાર, મહામહે સ્વાર્થ બુદ્ધિ ને માન દશાના સદ્ભાવે કલેશ, કછઆ કંકાસને પિવી અહમ પણાને ભજનારા, સામાજીક, નૈતિક તેમજ આત્મિક જ્ઞાનમાં પછાત, આવી રીતની અત્યારની સ્થિતિ ગૃહસ્થ વર્ગની જોવામાં આવે છે. જે જૈનોમાં સંપ જારી રહ્યો હતો તે હીરસૂરિ મહારાજે અકબર બાદશાહને પ્રતિબંધ કરી જૈનધર્મની જયપતાકા ફરકાવી તથા પાલીતાણે જતાં યાત્રાળુઓ પાસેથી જે કર લેવાતો તે બંધ કરાવેલ તથા શાંતિચંદ્ર વાયકે છમાસ સુધી અકબર બાદશાહ પાસેથી જીવ દયા પળાવવા વિગેરે હાલમાં પણ કેટલીક બાબતમાં ઉપયોગી થઇપડે એવા ફરમાના મિલાવ્યાં હતા તે વિદ્યમાન હેત પણ અફસોસની વાત છે કે તેમાંનું અત્યારે કાંઈ નથી. તેમજ બીજી બાજુ તરફ જોઈએ તે સાધુ વર્ગમાં પણ અમુક અમુકજ ગણ્યા ગાંઠયા ભણેલા વિદ્વાન જોવામાં આવે છે. ઉપદેશ દેવામાં જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર જોઈએ પરંતુ જ્યાં તેની ખામી હે તે પછી તેની અસર પણ શી રીત થઈ શકે. એક સાધુ બીજાનું ચાંદુ બને તે બીજે ત્રીજાનું એમ ઘણે ભાગે જોવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને જે ઉપદેશ આપનારની સંખ્યા પણ અલ્પ જોવામાં આવે છે. વળી એક સાધુના શિષ્ય બીજ સંધાડાના સાધુ